________________
૪૫૪
ઉપદે શપદ : ભાગ-૧
કોઈક વખત દેવે સળગતા ગામને વિકુવ્યું, ઉન્માર્ગમાં ગમન, પૂજાતા યક્ષનું પતન તથા સારા અન્નને ત્યાગીને વિષ્ઠા ખાતા ડુક્કરને બતાવ્યો તથા કૂવા ઉપર સારા ચારાને છોડી દૂર્વાનો અભિલાષી બળદ બતાવ્યો. (૩૧૮)
સળગતા ગામને ઘાસના પૂળાથી બુઝાવવું આદિ શબ્દથી વૈદ્યનું ઉન્માર્ગ ગમન, પૂજાતા યક્ષનું નીચે પતન, ઉત્તમ આહારનો ત્યાગ કરી ભૂંડનું વિષ્ટા ઉપર જીવવું, કૂવા કાંઠે ઉત્તમ ચારાને છોડી દૂર્વાનું ચરવું જોઈ અદ્દત્ત બોલ્યો આ લોકોનું આચરણ અવિચારિત છે ત્યારે દેવે એને પ્રેરણા કરી એટલે તેણે કંઈક નિઃસ્પૃહ વૃત્તિથી વિચાર્યું. તે આ વૈદ્ય મનુષ્ય નથી. કંઈક સંવેગ પામ્યો ત્યારે દેવે સર્વ પૂર્વ ચેષ્ટા કહી. (૩૧૯)
પછી દેવ તેને વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગયો. સિદ્ધકૂટ ઉપર કુંડલ યુગલને બતાવ્યું પછી ભાવથી બોધિ પ્રાપ્ત થઈ એટલે ક્રમથી દીક્ષા લીધી. ગુરુભક્તિ આદિ આરાધનાથી દેવોમાં ઉત્પન્ન થયો. (૩૨૦)
उपसंहरन्नाहमोहक्खलणसमाणो, एसो एयस्स एत्थ पडिबंधो । णेओ तओ उ गमणं, सम्मं चिय मुत्तिमग्गेण ॥३२१॥
मोहस्खलनासमानो दिग्मोहादिमोहविघ्नसमः, 'एष' प्रथमतोऽत्यन्तधारुचिरूपः । एतस्याहद्दत्तस्यात्र मोक्षमार्गे प्रतिबन्धो निरूपितरूपो ज्ञेयः । ततस्तु तदुत्तरकालमेव गमनं सम्यगेव सर्वातिचारपरिहारं मुक्तिमार्गेण सम्यग्दर्शनादिना ॥३२१॥
ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–મોક્ષમાર્ગમાં અહંદુદ્દત્તનો પ્રારંભથી ધર્મમાં અરુચિ થવા રૂપ આ વિન દિશામોદાદિ રૂપ મોહવિપ્ન સમાન જાણવું. ત્યાર બાદ તેનું સારી રીતે જ મોક્ષમાર્ગમાં ગમન (આગળ પ્રયાણ) થયું.
ટીકાર્થ–સારી રીતે= સર્વ અતિચારના ત્યાગ પૂર્વક. મુક્તિમાર્ગમાં= સમ્યગ્દર્શનાદિ રૂપ મુક્તિ માર્ગમાં.
ભાવાર્થ—અહંદત્તને મોક્ષમાર્ગમાં પ્રારંભથી ધર્મમાં અત્યંત અરુચિ થવા રૂપ જે વિઘ્ન આવ્યું તે વિઘ્ન દિશામોદાદિ રૂપ મોહવિષ્મસમાન જાણવું. વિઘ્ન દૂર થયા પછી અતિચાર વિના જ સમ્યગ્દર્શનાદિ રૂપ મોક્ષમાર્ગમાં તે આગળ વધ્યો. (૩૨૧)