________________
ઉપદેશપદ : ભાગ-૧
૪૧૩ પ્રવૃત્ત થયેલા કોઇક જીવને તેવા પ્રકારના અવશ્ય ભોગવવા પડે તેવા કર્મના વિપાકથી કંટક, જવર અને મોહતુલ્ય વિઘ્ન આવે. મુસાફરને કાંટો વાગે તો તેટલો સમય આગળ વધવામાં વિલંબ થાય. મુસાફરને તાવ આવે તો તેટલો સમય આગળ વધવામાં વિલંબ થાય. મુસાફરને દિશાને ભૂલી જવારૂપ મોહ થાય તો તેટલો સમય આગળ વધવામાં વિલંબ થાય. કંટક, જ્વર અને મોહ આગળ વધવામાં અટકાવનારા હોવાથી વિદ્ધ છે. તેમાં કંટકનું વિપ્ન જઘન્ય છે. જ્વરનું વિઘ્ન મધ્યમ છે અને મોહનું વિઘ્ન ઉત્કૃષ્ટ છે. પ્રસ્તુતમાં મુસાફર જીવને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વિઘ્ન આવે એથી તેને આગળ વધવામાં વિલંબ થાય.
પ્રશ્ન–મોક્ષમાર્ગને સુંદર માર્ગ કેમ કહ્યો? ઉત્તર–મોક્ષમાર્ગ સર્વ ઈષ્ટની સિદ્ધિને કરનારો હોવાથી સુંદર છે. (૨૬૧) તથા जह पावणिजगुणणाणतो इमो अवगमम्मि एतेसिं। तत्थेव संपयट्टति, तह एसो सिद्धिकजम्मि ॥२६२॥
यथा प्रापणीयस्य प्रापयितव्यस्य पुरग्रामादेर्गुणाः-सौराज्यसुभिक्षजनक्षेमादयस्तेषां ज्ञानतस्तेषु परिज्ञातेषु सत्स्वित्यर्थः, अयं पथिकोऽपगमेऽभावे जाते एतेषां-कण्टकादीनां तत्रैव प्रापणीये संप्रवर्तते न पुनरन्यत्रापि, 'तथा' निरूपितपथिकवदेष भावाज्ञावान् सिद्धिकार्ये-सिद्धिलक्षणेऽभिधेयेऽर्थेऽजरामरत्वादितद्गुणपरिज्ञानादिति ॥२६२॥
તથા
ગાથાર્થ–જેવી રીતે જવા યોગ્ય નગર-ગામ વગેરેના ગુણોનું જ્ઞાન થયે છતે મુસાફર કંટક વગેરે વિઘ્ન દૂર થતાં જવા યોગ્ય નગર-ગામ વગેરે તરફ આગળ વધે છે, પણ બીજે ક્યાંય જતો નથી. તે રીતે પ્રસ્તુતમાં ભાવાણાને પામેલો જીવ કંટક વગેરે સમાન વિઘ્ન દૂર થતાં મોક્ષ તરફ આગળ વધે છે.
ટીકાર્થ–સારું રાજ્ય, સુકાલ અને (રહેનારા લોકોનું કુશળ થાય વગેરે નગર-ગામ વગેરેના ગુણો છે. જરા અને મરણનો અભાવ વગેરે મોક્ષ ગુણો છે. ભાવાજ્ઞાને પામેલા જીવને મોક્ષના આવા ગુણોનું જ્ઞાન હોવાથી કંટક વગેરે સમાન વિઘ્ન દૂર થતાં મોક્ષ તરફ જ આગળ વધે છે. (૨૬૨).