________________
૩૬૭
ઉપદેશપદ : ભાગ-૧ सति यथाशक्ति-स्वसामर्थ्यानुरूपं, परमसुखम्-ऐकान्तिकात्यन्तिकानन्दसंदोहमयं शर्म इच्छद्भिः-वाञ्छद्भिरिति । धर्मबीजानि चैवं शास्त्रान्तरे परिपठितानि दृश्यन्ते-यथा "जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं, धर्मबीजमनुत्तमम् ॥१॥ उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धि-रहितं, संशुद्धं ह्येतदीदृशम् ॥२॥ आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशयविशेषतः ॥३॥ भवोद्वेगश्च सहजो, द्रव्याभिग्रहपालनम् । तथा सिद्धान्तमाश्रित्य, विधिना लेखनादि च ॥४॥रचना पूजना दानं, श्रवणं वचनोद्ग्रहः। प्रकाशनाऽथ स्वाध्यायश्चिन्तना भावनेति च ॥५॥ दुःखितेषु दयाऽत्यन्तमद्वेषो गुणवत्सु વા ગૌરિત્યાવરં ચૈવ, સર્વત્રવાવિશેષતઃ દ્દ " રૂત્યાદ્રિ રર
આ પ્રમાણે છે (-ધર્મબીજ વિના ધર્મની પ્રાપ્તિ થતી નથી, તેથી શું કરવું જોઈએ તે કહે છે
ગાથાર્થ– તેથી, પ્રસ્તુતમાં પરમસુખના અભિલાષી જીવોએ ધર્મને સિદ્ધ કરવા માટે ( ધર્મની પ્રાપ્તિ કરવા માટે) આજ્ઞાને આધીન બનીને યથાશક્તિ ધર્મબીજોની વાવણી કરવી જોઇએ.
ટીકાર્થ– પરમસુખના અભિલાષી– એકાંતિક અને આત્યંતિક આનંદના સમૂહમય સુખની અભિલાષાવાળા.
આજ્ઞાને આધીન- સર્વજ્ઞના વચનોને આધીન.
ધર્મબીજો- અરિહંત અને સાધુ વગેરે પવિત્ર પદાર્થો વિષે કુશલચિત્ત વગેરે ધર્મ બીજો છે. અન્ય શાસ્ત્રમાં (=યોગદષ્ટિ સમુચ્ચયમાં) ધર્મબીજો આ પ્રમાણે કહેલા દેખાય છે–“જિનો વિષે સંશુદ્ધ કુશલ ચિત્ત, જિનોને સંશુદ્ધ નમસ્કાર, અને જિનોને સંશુદ્ધ પ્રણામ વગેરે સર્વશ્રેષ્ઠ ધર્મબીજ છે. (૨૩) અત્યંત ઉપાદેય બુદ્ધિથી થતું, સંજ્ઞાના નિગ્રહથી યુક્ત અને ફલાભિસંધિથી રહિત એવું જિનવિષે કુશળ ચિત્ત વગેરે સંશુદ્ધ છે. (૨૫) ભાવયોગી એવા આચાર્ય આદિમાં પણ સંશુદ્ધ કુશળ ચિત્ત વગેરે ધર્મબીજ છે. તથા શુદ્ધ આશય વિશેષથી વિધિયુક્ત વેયાવચ્ચ
૧. એકાન્તિક અને આત્યંતિક શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. તે અન્તઃ (સીમા) પાન્ત, પાનેર નિવૃત્તવિનિમ્નતિદાન્તમ્મન્તમ્ (સીમા)=ગત્યન્ત, અત્યન્તના નિવૃત્તાત્યક્તિમાં ઐકાન્તિક એટલે દુઃખ રહિત, આત્યન્તિક એટલે અંતરહિત (શાશ્વત). ઐકાંતિક અને આત્યંતિક આનંદ
એટલે દુઃખથી રહિત શાશ્વત આનંદ. ૨. અહીં જણાવેલા ધર્મબીજોનું વિસ્તારથી જ્ઞાન મેળવવા માટે યોગદષ્ટિ સમુચ્ચયનો ગુજરાતી ભાવાનુવાદ
જોવો.