SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ ઉપદેશપદ : ભાગ-૧ સંથારાનું પરાવર્તન आचेलकुद्देसिय-सेज्जायर-रायपिंड किइकम्मे । વય–ને–પડિમને, મારું પોસવUપ્યો છે. પંચાશક ૧૭-૬ આચેલક્ય, ઔદેશિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ, માસ અને પર્યુષણ એમ લ્પના દશ પ્રકાર છે.” આ વચનથી માસકલ્પ (પહેલા-છેલ્લા તીર્થકરના સાધુઓ માટે) સ્થિત કલ્પ છે. આથી માસકલ્પ પ્રમાણે વિહાર કરવાની આજ્ઞા છે. આમ છતાં માસકલ્પ પ્રમાણે વિહાર કરનાર સાધુઓ જ્યારે કાલ અને ક્ષેત્રના દોષથી માસકલ્પ પ્રમાણે વિહાર કરવાથી જ્ઞાનાદિની વૃદ્ધિને ન પામે ત્યારે એક ક્ષેત્રમાં નવ વિભાગ કરીને વસતિનું અને ભિક્ષાચર્યાનું પરાવર્તન કરે અને એ રીતે સંયમમાં યત્ન કરે. જ્યારે કોઈ પણ ખામીના કારણે તે પણ (=દર મહિને વસતિ બદલવાનું પણ) ન થઈ શકે ત્યારે જ એક જ વસતિમાં નવ વિભાગ કરીને દર મહિને સંથારાની ભૂમિનું પરાવર્તન કરે. આ પ્રમાણે પણ માસકલ્પ પરિપૂર્ણ આરાધેલો થાય. વિવિધ પ્રકારના અભિગ્રહ– તથા જિનકલ્પ વગેરે વિશેષ અનુષ્ઠાન સહન કરવાનું સામર્થ્ય ન હોય ત્યારે દ્રવ્યાદિના વિવિધ પ્રકારના અભિગ્રહને ધારણ કરે. દ્રવ્યાદિના અભિગ્રહનું સ્વરૂપ આ પ્રમાણે છે लेवडमलेवडं वा, अमुगं दव्वं च अज्ज घेच्छामि । સમુખ વલ્વેvi, Hદ વ્યાધિદો પણ (પંચ વસ્તુક ૨૯૮) “આજે હું લેપવાળા=ચિકાશવાળાં રાબ વગેરે, અથવા લેપરહિત=રૂક્ષ કઠોળ વગેરે, અથવા ખાખરો વગેરે અમુક જ દ્રવ્યો લઈશ એવો નિયમ, અથવા કડછી, ભાલાની અણી વગેરે અમુક જ વસ્તુથી વહોરાવે તો લઇશ એવો નિયમ એ દ્રવ્ય અભિગ્રહ છે.” આનું વિશેષ સ્વરૂપ (પંચ વસ્તુક વગેરે) અન્ય ગ્રંથમાંથી જાણી લેવું. (૨૨૩) एनमेवार्थं व्यतिरेकमुखेनाहअकए बीजक्खेवे, जहा सुवासेऽवि न भवती सस्सं । तह धम्मबीयविरहे, ण सुस्समाएवि तस्सस्सं ॥२२४॥ अकृते-अविहिते बीजक्षेपे-शालिमुद्गादे/जस्य वपने यथा सुवर्षेऽपि-जलभारमेदुरजलधरधाराप्राग्भारनिपातलक्षणेऽपि न-नैव भवति सस्य-धान्यं तथा 'धर्मबीजविरहे' धर्मबीजानां-सम्यक्त्वादिसमुत्पादकानां धर्मप्रशंसादिकानां हेतूनां परिहारे न सुषमायामपि
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy