________________
૩૬૪
उपहेश५६ : माग-१
- “અલ્પ પણ” એ સ્થળે રહેલા “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે- જો અલ્પ ઉચિત અનુષ્ઠાન પરિપૂર્ણ ઉચિત અનુષ્ઠાનનું કારણ બને છે તો ઘણું ઉચિત અનુષ્ઠાન પરિપૂર્ણ ઉચિત અનુષ્ઠાનનું કારણ બને તેમાં તો શું કહેવું. (૨૨૨)
एतदेव भावयतिसंथारपरावत्तं, अभिग्गहं चेव चित्तरूवं तु । एत्तो य(उ) कुसलबुद्धी, विहारपडिमाइसु करेंति ॥२२३॥
यदा-"आचेलकुद्देसिय सेजायर रायपिंड किइकम्मे । वय जेट्ठ पडिक्कमणे मासं पज्जोसवणकप्पे"॥१॥ इति वचनात् स्थितकल्पतया आदिष्टमासकल्पविहारा अपि साधवः कालक्षेत्रदोषात् तथाविहरमाणा ज्ञानादिवृद्धिं न लभन्ते तदा एकत्र क्षेत्रे नवविभागीकृते वसतिपरावर्त्तनेन भिक्षाचर्यापरिवर्त्तनेन च यतन्ते, यदा च कुतोऽपि वैगुण्यात् तदपि कर्तुं न पार्यते तदा एकस्यामपि वसतौ नवविभागायां 'संस्तारपरावर्त'संस्तारकभूमिपरिवृत्तिलक्षणं प्रतिमासं कुर्वन्ति, इत्थमपि तत्कल्पः परिपूर्ण आराधितो भवति । तथा जिनकल्पादिविशेषानुष्ठानाऽसहिष्णुतायामभिग्रहं चैव-द्रव्याद्यभिग्रहलक्षणं 'चित्ररूपं तु'-नानारूपमेवैकैकस्यानेकरूपत्वात्, 'इतस्तु'-इत एव स्तोकाया अप्युचितप्रवृत्तेः परिपूर्णानुष्ठानबीजत्वाद्धेतोः 'कुशलबुद्धयः'-उत्सर्गापवादशुद्धबुद्धजिनमतत्वेन निपुणमतयो 'विहार-प्रतिमादिषु' विहारे मासकल्पादौ प्रतिमादिषु च-भिक्षुप्रतिमादिषु कर्तव्यतामापन्नासु 'कुर्वन्ति'-आसेवन्त इति । द्रव्याद्यभिग्रहरूपं च "लेवडमलेवडं वा, अमुगं दव्वं च अज घेच्छामि। अमुगेण व दवेणं, अह दव्वाभिग्गहो एस" ॥१॥ इत्यादिग्रन्थादवसेयमिति ॥२२३॥
આ જ વિષયને વિચારે છે–
ગાથાર્થ– આથી જ કુશળબુદ્ધિ મુનિઓ વિહાર-પ્રતિમા વગેરેમાં સંથારાનું પરાવર્તન અને વિવિધ પ્રકારના અભિગ્રહને કરે છે.
ટીકાર્થ– આથી જ-અલ્પ પણ ઉચિત પ્રવૃત્તિ પરિપૂર્ણ અનુષ્ઠાનનું બીજ થાય છે એ કારણથીજ. કુશળબુદ્ધિ-ઉત્સર્ગ-અપવાદથી શુદ્ધ એવા જિનમતને જાણ્યું હોવાથી નિપુણ મતિવાળા. વિહાર–માસકલ્પ વગેરે વિહાર. પ્રતિમા–કરવા યોગ્ય ભિક્ષુપ્રતિમા.