________________
૩૧૦
ઉપદેશપદ : ભાગ-૧ આગમ ગુરુની પાસેથી મેળવી શકાય છે– આગમ સર્વપ્રકારના હિતમાં પ્રવૃત્તિનું અને સર્વપ્રકારના અતિથી નિવૃત્તિનું કારણ છે. સૂત્રરૂપ, અર્થરૂપ અને ઉભયરૂપ આગમ ગુરુની પાસેથી મેળવી શકાય છે. ગુરુનું લક્ષણ આ પ્રમાણે છે– “ભવ્યજીવો રૂપ કમળોને વિકસિત કરવા માટે સૂર્યમંડલ સમાન, અતિશય નિઃસ્પૃહતાને પામેલા, અને જેમણે શાસ્ત્રાર્થોને (ગુરુની પાસેથી) ગ્રહણ કર્યા છે તે ગુરુ છે. જેનાથી ગુણોનું પાલન અને ગુણોની વૃદ્ધિ થાય તે ગુરુ ભવરૂપ જંગલને ઓળંગવા માટે નાયક છે.” આથી જ બીજે કહેવાય છે કે – “શાસ્ત્રનું અધ્યયન ગુરુને આધીન બનીને જ થઈ શકે છે. માટે મોક્ષાભિલાષી શિષ્ય આજ્ઞા પાલન આદિથી ગુરુની ઉપાસનામાં તત્પર બનવું જોઈએ.” (પ્ર. ૨. ૬૯)
જેઓ સંસારમાં થયેલા કષાયદોષને ગુરુ વિના ઓળંગી જવાની ઇચ્છા રાખે છે તેઓ મગરમચ્છ વગેરે ભયંકર પ્રાણીસમૂહવાળા સમુદ્રને નાવ વિના તરવાની ઈચ્છા રાખે છે.
લોકોત્તર નીતિથી– ગતાનુગતિક રૂપ લોકહેરિથી પ્રવૃત્ત થયેલો એવો કુતીર્થિક આદિ ભેદોથી વિવિધ ભેટવાળો જે લોક, તે લોકથી ઉપર રહેનારી નીતિથી, અર્થાત્ સર્વજ્ઞ વચનના અનુસારે.
વિધિપૂર્વક જ- કાલ, વિનય, બહુમાન આદિ વિધિથી જ. કારણકે અવિધિથી મેળવેલું શ્રુત ઊલટું અનર્થરૂપ ફલવાળું હોવાથી નહિ મેળવેલા તુલ્ય છે. અનર્થો આ છે- “અસ્વાધ્યાયના કાળમાં સ્વાધ્યાય કરનાર સાધુ ચિત્તવિભ્રમને પામે, અથવા રોગ-આતંકને પામે, અથવા તીર્થકર ભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય = મિથ્યાષ્ટિ થાય અથવા ચારિત્રથી પતન પામે.” (આ. નિ. ગા. ૧૪૧૪)
યત્ન– 'સુશ્રુષા-શ્રવણ-ગ્રહણાધિરૂપ આદર કરે છે.
આ પ્રમાણે જેનો ભવભ્રમણ રૂપ રોગ અલ્પ થઇ ગયો છે તેવા આ મહાત્માને આ આગમ સારી રીતે યોજેલા ઔષધની જેમ સર્વઅંગોમાં પરિણમે છે અને એ તે તે ભવવિકારોથી મૂકાય છે. (૧૮)
आह-किमित्यसावत्यन्तमागमे यत्नं करोति, न पुनरहिंसायामेवेत्याशङ्कयाहजं आणाए चरणं, आहाकम्मादिणायतो सिद्धं । ता एयम्मि पयत्तो, विनेओ मोक्खहेउत्ति ॥१८५॥
૧. શુશ્રુષા-સાંભળવાની ઇચ્છા. શ્રવણ–સાંભળવું. ગ્રહણ–શાસ્ત્રના અર્થને સમજવો. આદિ શબ્દથી ધારણ વગેરે સમજવું. તે આ પ્રમાણે- શુશ્રુષા શ્રવ વૈવ પ્રહ થાર તથા
ऊहोपोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥