SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ઉપદેશપદ : ભાગ-૧ ગાથાર્થ- નાની પુત્રવધુએ ચાવીઓનો ઝૂડો આપ્યો, તમારા વચનના પાલનથી આ સિદ્ધ થયું છે અન્યથા દાણાઓની શક્તિના વિનાશથી સારી રીતે સાચવી ન શકાય. (૧૭૭) ગાથાર્થ– પછી ધનપાલે તેના સ્વજનોને કહ્યું કે તમે મારા કલ્યાણ સાધકો છો. મારે અહીં શું કરવા યોગ્ય છે ? તેઓ કહે છે જે કરવા યોગ્ય છે તેને તમે જાણો છો. (૧૭૮) ગાથાર્થ– અને ત્યાર પછી શ્રેષ્ઠીએ ઉજ્જૈન-જટ્ટન-ભંડાર અને ગૃહ સમર્પણ ક્રમથી ચારે પુત્રવધૂઓને કાર્ય સોંપ્યું અને સાધુવાદ થયો. (૧૭૯) રોહિણી પુત્રવધૂનું દૃષ્ટાંત રાજગૃહ નામનું નગર છે તેમાં પોતાના વિભવથી કુબેરના વિભવનો તિરસ્કાર કરનાર અર્થાત્ ઘણો ધનવાન એવો ધન નામે પ્રસિદ્ધ વણિક છે. લજ્જાળું, કુલીનતા, શીલ વગેરે ઘણા ગુણો રૂપી આભૂષણોથી અને દોષોના ક્ષયથી અત્યંત શ્રેષ્ઠ વિભુષાને પામેલી એવી ભદ્રા નામે સ્ત્રી છે. તેની સાથે મનોરમ વિષયો ભોગવતા તેને ક્રમથી ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત ચાર પુત્રો થયા. જેઓ પિતા-માતાદિ પ્રમુખ વડીલ જનોના વિનયમાં તત્પર હતા. લોક વડે પૂર્વે ચારેય પુત્રવધૂઓના નામો પડાયેલ હોવા છતાં પણ આચરણના વશથી તેઓના નવા નામો ગુણ પ્રમાણે સ્થાપન કરાયા. તેમાં પ્રથમ ઉઝિક, બીજી ભોગવતી, ત્રીજી રક્ષિકા અને ચોથી રોહિણી નામથી પ્રસિદ્ધ થઈ. પોતાના કુલ અને શીલ મુજબ વર્તન કરવામાં પ્રધાન એવી તે ચારેયના દિવસો પસાર થાય છે. વૃદ્ધાવસ્થાને પામેલા ધનશેઠ કુટુંબની ચિંતાવાળા થયા. વિચારે છે કે હું મરણ પામી અન્ય સ્થાનમાં ગયે છતે ચારેય પુત્રવધૂમાંથી કઈ પુત્રવધૂ ઘરનો કારભાર સંભાળવા સમર્થ થશે ? તેથી પોતાના બંધુવર્ગની સમક્ષ આઓની પરીક્ષા કરવી યોગ્ય છે. કારણ કે ગૃહસ્થોના નહીં વ્યવસ્થા કરાયેલા કુટુંબો શોભતા નથી. ઉદંડવસ્ત્રથી શોભિત ભોજન મંડપ બનાવ્યો. પુત્રવધૂઓના અને પોતાના મિત્ર સ્વજન વર્ગને તેડાવીને ભોજન માટે નિમંત્રણ કર્યું. ભાત-ભાતના ભોજનના દાનપૂર્વક અતિ મોટા આદરથી તેઓને ભોજન કરાવ્યું છતે, સુખાસન ઉપર બેસાડીને સરભરા કર્યો છતે, કલમ કમોદના પાંચ પાંચ દાણા પુત્રવધૂઓને પોતાના હસ્તે અર્પણ કરે છે અને કહે છે કે હું પાછા માગું ત્યારે તમારે મને જલદીથી તે પાછા આપવા. ચારેય પુત્રવધૂઓએ અંજલિ જોડીને મસ્તક નમાવીને દાણાનો સ્વીકાર કર્યો. બાંધવ-સ્વજનો પોતાના સ્થાને ગયા ત્યારે મોટી પુત્રવધૂ ફેંકી દે છે. શું મારે ઘરે આ દાણાનો તોટો છે ? જ્યારે આની માગણી કરવામાં આવશે ત્યારે કોઇપણ સ્થાનમાંથી લાવીને જલદીથી પિતાને અર્પણ કરી દઈશ. બીજી ફોતરા કાઢીને ખાઈ ગઈ. ત્રીજીએ પિતાએ આપ્યા છે એમ મનમાં ઘણાં ગૌરવને ધારણ કરતી ઉજ્જવળ વસ્ત્રમાં બાંધીને પોતાની આભૂષણની પેટીમાં સ્થાપન કર્યા અને દરરોજ તેની ત્રિકાળ સારી રીતે
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy