SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૯૫ कोऽपि । 'गुर्वाज्ञा' अध्यापकोपदेशरूपा वर्त्तते । ततोऽत्र गुर्वाज्ञायां यतितव्यमलङ्घनीयत्वात् तस्या इति परिभावितं द्वाभ्यामपि ॥१६९॥ _ 'एकेन' पर्वतकेन 'प्रसरणं' प्रसर्पणं जनस्य प्रसारः स यत्रास्ति स प्रसारिकः तत्प्रतिषेधाद् अप्रसारिकः, स चासौ देशश्च भूभागस्तत्र अन्यलोकासञ्चारे रथ्यामुखादावित्यर्थः, व्यापादितः प्रयत्नेन गाढादरेण महत्या निष्कृपवृत्त्येत्यर्थः । 'अन्येन' तु नारदेन पुनः 'प्रतिषेधो' निवारणं वधस्य गुरुवचनार्थो वर्त्तते, सर्वादर्शनेन वधस्यासम्भावनीयत्वात्, इत्यस्माद् हेतो.व न सर्वथा हतः प्रस्तुतश्छाग इति ॥१७०॥ આની જ ભાવના કરતા કહે છે ગાથાર્થ- વેદ રહસ્ય, પરીક્ષા, યુક્તિ, જ્યાં કોઈ ન દેખે ત્યાં બકરો હણવો આ ગુરુ આજ્ઞા પાળવી. (૧૬૯). ગાથાર્થ– એકે નિર્જન પ્રદેશમાં ભાવથી માર્યો, બીજાએ ગુરુના વચનના પરમાર્થને જાણી ન હણ્યો. (૧૭૦). ક્ષીર કદંબક ગુરુનું દષ્ટાંત ટીકાર્થ– ચેદી નામના દેશમાં જગતમાં જેના ગુણો વિસ્તાર પામ્યા છે, પુરુષાર્થોનો આરાધક વર્ગ જેમાં વસે છે, જાણે મૂર્તિમાન જયશ્રી ન હોય ! એવી શુક્તિમતિ નામે નગરી છે. વર્ષાકાળમાં કદંબ પુષ્પ જેમ વિકસિત થાય તેમ ઘણા શ્રુતરૂપી પરિમલથી વિસ્તૃત થઈ છે કીર્તિ જેની એવા ક્ષીરકદંબ નામના બ્રાહ્મણ અધ્યાપક તે નગરીમાં રહેતા હતા અને પર્વતક નામે તેને પુત્ર હતો. બ્રાહ્મણ પુત્ર પર્વતક, બીજો નારદ અને ત્રીજો રાજાનો પુત્ર વસુ એમ ત્રણ જણા તેના શિષ્યપણાને પામ્યા હતા. અર્થાત્ તેની પાસે ભણતા હતા. તેઓ આર્ય વેદોને ભણે છે, કોઇપણ વિષયમાં રાગી થતા નથી. તેની પાસે કોઇક દિવસે સાધુ સંઘાટક ભિક્ષા માટે આવ્યો અને તેના ઘરે તે ત્રણેયને વેદ ભણતા જોઇને એક જ્ઞાની મુનિએ બીજા મુનિને ઉદેશીને કહ્યું કે આ શિષ્યોમાંથી જે રાજપુત્ર છે તે રાજા થશે અને બીજા બેમાંથી એક નરકે જશે અને બીજો દેવલોકમાં જશે. ઘરની અંદર રહેતા ઉપાધ્યાયે તે સર્વ સાંભળ્યું પછી તે દુર્ગાનથી ચિંતાતુર થયો. વસુ રાજા થશે એમ જાણ્યું. અહીં ચિંતાથી શું? બીજા બેમાંથી કોણ દુર્ગતિ ગામી થશે? અથવા કોણ સદ્ગતિ ગામી થશે ? પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અપાત્રમાં વિદ્યાના દાનથી મને તપ અને તીર્થસ્નાન આદિનું અસાધ્ય પાપ ન લાગો. અધ્યાપકે ઘાસ કચરો વગેરે પદાર્થોને લાખના રસથી ચોંટાડીને તૈયાર કરેલ બકરાને વદ આઠમની રાત્રિએ પર્વતક નામના પુત્રને આપીને કહ્યું આ બકરો મંત્રોથી તંભિત કરાયો છે તેથી
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy