________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૭૭ तथा कन्यारत्ने च परीक्षितुमारब्धे । एवं तुरङ्गमवत् । 'वदनाद्' मुखाद् आरभ्य 'सोणिच्छिवण'त्ति श्रोणिस्पर्शी विहित इति । ततो धीरत्वादक्षोभाया एकस्या वेश्यासुता इति मतिर्ज्ञानम् । द्वितीयायास्तु तथा स्पर्शप्रारंभे तन्निर्भर्त्सनात् कुलजा इयमिति ज्ञानं समजनि सुमतेः । ततः प्रसादवृद्धिरिति एषा वक्ष्यमाणा जाता ॥१५६॥ ___ यथा राज्ञा पूर्वोक्तवृत्तिदाता कोशाध्यक्षो भणितः-कुरु सेतिका कणिक्कायाः, पलं तथा चैव घृतस्य, चत्वारि चैव गुडस्य पलानि । तेन च तस्य वणिक्सुतत्वपरिज्ञानाद् उक्तं न तावदेव! कोपः कार्यः, भण्यते किञ्चिद् इत्थं तुच्छस्य क्रमवृद्धस्य कणिक्कामाणकादेर्दानात् त्वं वणिक्पुत्र इति ज्ञायते । प्रचुरदातारो राजसूनवः प्रसन्नाः सन्तो भवन्तीति। कोऽत्र प्रत्यय इत्युक्ते राज्ञा, भणितं तेन जननी पृच्छा कर्तुमुचितेति ॥१५७॥
तया तु निर्बन्धगृहीतया उक्तं वैश्रमणेऽभिलाषोऽभूत् ।ऋतुस्नातायाः सत्यास्तुशब्दस्य भिन्नक्रमस्य योजनात् । सिट्ठिपासणय' त्ति श्रेष्ठिनः पुनदर्शनं संजातं, मनागभिलाषश्च तद्गोचर इति । संभोगे चिय'त्ति संभोग एव श्रेष्ठिनः संजात इत्यन्ये ब्रुवते, परं न तावद् इतस्तु इत एव श्रेष्ठिसंभोगात् त्वं संसिद्धः, किन्तु राजबीजादपि ॥१५८॥
ततः सम्पन्नापमानस्य तस्य तेन प्रज्ञापनं कृतं यथा, देव ! 'अप्पगासण' त्ति अप्रकाशनीयोऽयमर्थः तथानात्रदोषः ।कुतइत्याह-कर्मभावात्तथाविधदैवपारवश्यात्। ततः कुशल इति कृत्वा तेन स्थापितो मन्त्री मन्त्रिणां सर्वेषामुपरि तु मूर्ध्नि पुनः ॥१५९॥
ગાથા અક્ષરાર્થ-સમુદ્રદેવ રાજાને તેવા પ્રકારના માગધાદિ દેશનું સ્વામીત્વ પ્રથમ વખત પ્રાપ્ત થયું. મંત્રીને શોધતા રાજાને કોઈકે કહ્યું કે સુમતિ નામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. કેવો શ્રેષ્ઠ છે? શેષ બુદ્ધિવાળાઓની અપેક્ષાએ અતિશય બુદ્ધિમાન છે અને અંધ છે. (૧૫૧)
પછી તેણે સુમતિને બોલાવ્યો અને ઉત્તમ હાથણી ઉપર સ્વયં જ રાજા વડે આરૂઢ કરાવાયો અને બીજે પડખે તેને બેસાડ્યો. તેની પ્રજ્ઞાતિશયની પરીક્ષા માટે માર્ગમાં એક પાકેલા ફળવાળી બોરડીના બોર ખાવા જેવા છે' એમ બોલીને રાજા જેટલામાં બોર ખાવા ચાલ્યો તેટલામાં सुमति तने 4251व्यो. (१५२)
બોર કેમ ન ખાવા? સુમતિએ પરીક્ષા કરી કે આ બોરડી સારી નથી. આ પ્રમાણે કહ્યું છતે રાજાએ પ્રશ્ન કર્યો કે તેં કેવી રીતે જાણ્યું? સુમતિ કહે છે માર્ગમાં રહેલી બોરડીના ફળો કોઇએ લીધા નહીં હોવાથી અહીં જ્ઞાન કેવી રીતે થયું? અતિશયથી અહીં પદાર્થ જાણવા યોગ્ય છે. જેમકેજો બોરડીના ફળો ઉત્તમ હોત તો કોઈ મુસાફરોએ એ બોર રહેવા ન દીધા હોત. આવા અનુમાનના અતિશયથી જણાય છે કે બોર સારા નથી. આ ઉપરથી રાજાને સંતોષ થયો. (૧૫૩)