SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૪૫ પંડિતલોકવડે સારી રીતે જણાવેલ સુખોની જન્મભૂમિ સ્વરૂપ રમ્ય શુદ્ધાશુદ્ધ (દેશવિરતિ) ધર્મ હંમેશા આરાધવો જોઇએ. સ્વર્ગ અને મોક્ષની કક્ષાના પક્ષને હૃયમાં ધારણ કરીને સાક્ષાત્ પ્રમાદને છોડીને વારંવાર કાર્ય સાધવું જોઇએ. આ પ્રમાણે ધર્મકથાના અવસરે અનેક પ્રકારના મુનિના ગુણોને વર્ણવે છે. જેમકે સાધુઓ અંતપ્રાંત ભિક્ષા ભોજી હોય છે. વૈશ્રમણ વિચારે છે કે આ આવા પ્રકારના સાધુના ગુણો વર્ણવે છે પણ સ્વયં જ શરીરની આવી સુંદરતા ધરાવે છે જે બીજા દેવો કે દાનવોને નથી. તેના અભિપ્રાયને જાણીને ગૌતમ સ્વામી પુણ્ડરીક નામના અધ્યયનની પ્રરૂપણા કરે છે. જેમકે– પુંડરીક અધ્યયન કમલપત્ર જેવા ઉજ્વળ ગુણવાળા મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પોતાની સમૃદ્ધિથી સ્વર્ગપુરીને જીતી લીધી છે એવી પુંડરીકગિરિ નગરીમાં ઉજ્જવળ કીર્તિવાળો પુંડરીક રાજા હતો અને તેનો નાનો ભાઈ કંડરીક હતો. ઘણા ભવવૈરાગ્યને ધરતા મોટાભાઈ વડે પોતાનું રાજ્ય અપાયે છતે રાજ્યને નહીં સ્વીકારતા કંડરીકે દીક્ષા લીધી. ખગધારા સમાન તીણવ્રતને પાળતા, અંત-પ્રાંત ભોજનના વશથી તેને રોગ ઉત્પન્ન થયો. ક્યારેક રોગથી શરીર કૃશ થયું ત્યારે ગુરુની સાથે વિહાર કરતા તે નગરીમાં આવ્યા. રાજા સામો ગયો અને ઘણાં બહુમાનથી પરિવારની સહિત વંદન કર્યું. તેવી અવસ્થાવાળા મુનિને જોઇને ગુરુને કહ્યું કે આ ચિકિત્સા વિના લાંબાકાળે પણ સાજા (સ્વસ્થ) નહીં થાય અને તેવી ચિકિત્સા ઉદ્યાનમાં પણ રહેલા સાધુઓની નહીં કરી શકાય, તેથી ઉચિત સાધુની સાથે કંડરીકમુનિને રાજભવનમાં મોકલો જેથી યથાપ્રવૃત પ્રસિદ્ધ વૈદ્યો અને ઔષધોથી ચિકિત્સા કરાય. ગુરુએ સ્વીકાર્યું. ચાર પ્રકારે રોગ ચિકિત્સા શરૂ કરાઈ અને સાધુ રોગ વિનાના કરાયા. (૭) ચિકિત્સાનું ચતુષ્પાદત (ચાર અંગ) આ પ્રમાણે જાણવું ૧. વૈદ્ય ૨. ઔષધ દ્રવ્યો ૩. સેવા કરનાર અને ૪. રોગી. આ ચિકિત્સાના ચાર અંગ છે. ચિકિત્સાનું આ પ્રત્યેક અંગ ચાર પ્રકારનું છે. ૧. વૈદ્ય- વૈદ્ય દક્ષ હોવો જોઇએ, વ્યાધિના ચિકિત્સાના શાસ્ત્રનો જ્ઞાતા હોવો જોઇએ, કાર્ય કરવાની સૂઝવાળો હોવો જોઈએ, પવિત્ર અર્થાત્ અમાયાવી હોવો જોઈએ. ૨. ઔષધ- ઔષધ બહુ કલ્પ હોવું જોઈએ, અર્થાત્ ઘણી અસરવાળું, ઘણાં ગુણવાળું, સંપન્ન અર્થાત્ પ્રાપ્ત હોવું જોઇએ અને યોગ્ય એટલે ઉપયોગી હોવું જોઈએ. ૩. સેવક–સેવક અનુરક્ત, પવિત્ર (અમાયાવી) દક્ષ અને બુદ્ધિમાન હોવો જોઇએ. ૧. યથાપ્રવૃત્ત– વિધિપૂર્વક કરાયેલ. ૨. પ્રસિદ્ધ– પૂર્વે જે ઔષધોની રોગ પ્રતિકારક શક્તિ પુરવાર થઈ છે તેવા.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy