________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૪૧
શરદઋ&તુના ચંદ્રના કિરણ જેવા ઉજ્વળ યશના સમૂહથી ભરાયેલો એવા હે પ્રભુ ! તું જય પામ. નિર્મળજ્ઞાન (કેવળજ્ઞાન)રૂપ પ્રદીપથી પ્રકાશિત કરાયું છે પરમપદ (મોક્ષ) જેના વડે એવા હે પ્રભુ ! તું જય પામ. સારી રીતે જિતાયો છે અતિ દુર્જય કામદેવના બાણનો પ્રસર જેના વડે એવા હે ત્રિભુવન શિરોમણિ ! હે જગતપ્રવર ! તું જય પામ. ૬.
વિકટ કપાટ સમાન છે વક્ષ સ્થળ જેનું, કમળ સમાન છે હાથ જેના, સરળ અર્ગલા જેવી છે ભુજાઓ જેની, શંખ જેવી ડોક (કંઠ પ્રદેશ) છે જેની, પોતાના સૌંદર્યથી આનંદિત કરાયા છે સર્વ વિચક્ષણ પુરુષો જેના વડે, એવા લક્ષણથી સહિત તારા શરીરની હે સ્વામિન્ ! અમે અર્ચા(પૂજા) કરીએ. ૭.
શ્રેષ્ઠ કરૂણારૂપી જળના સાગર, ચરણમાં નમેલા છે મુનિઓ જેના, વિજુંભિત કરાયો છે નવા વાદળના અવાજ જેવો ગંભીર દિવ્ય ધ્વનિ જેના વડે એવા હે પ્રભુ! હે જિનેશ્વર ! મારા ઉપર એવી કૃપા વરસાવ જેથી ઉપશાંત કષાયોવાળા, પરિપાલન કરાયેલાં વ્રતવાળા, તારી સેવામાં રત થયેલા એવા મારા દિવસો પસાર થાય. ૮.
દારૂણ ક્રોધરૂપી દાવાનળને ઠારવા માટે પાણી સમાન, લાખો લક્ષણોથી ઉપલક્ષિત શરીરવાળા, પર્વત જેવા ધીર, વીર એવા હે સિદ્ધાર્થ રાજાના પુત્ર ! એ પ્રમાણે મારી તમને સ્તુતિ છે. ૯.
આ પ્રમાણે સ્તુતિ કરીને ભૂમિતલ ઉપર મુકાયું છે મસ્તક જેના વડે એવો શાલ રાજા નમીને અને વંદીને જિનેશ્વરની ઇશાનખૂણામાં બેઠો. પ્રભુએ અમૃતમેઘની ધારા સમાન યોજન ગામીની વાણીથી દેશના આપવાની શરૂઆત કરી. જેમકે- ભયંકર સળગતી અગ્નિની જવાળાઓથી વીંટળાયેલા ઘરમાં પુરુષ વસી શકતો નથી તેમ બુદ્ધિમાન દુઃખના સમૂહથી ભરેલા આ સંસારમાં રહી શકતો નથી. તથા કાકાલીય સંયોગના ન્યાયથી હમણાં સદ્ધર્મ રૂપી મહાનિધાનની સંપત્તિથી યુક્ત દુર્લભ મનુષ્યભવ મળ્યો છે. જેમ કોઈ લુબ્ધ કાકિણીને માટે કોટિને હારે છે તેમ વિષયની લાલસાવાળો, વિવેક વિનાનો કોઇક મનુષ્ય આ જન્મને હારે છે. તથા સર્વ કરવા લાયક કાર્ય સાધવામાં સમર્થ એવા આ પ્રાપ્ત થયેલ અવસરનું ઉલ્લંઘન કરી મળેલા ધર્મનું ફોક કરવું તમારા જેવા માટે ઉચિત નથી. સર્વે પણ સંયોગો વિદ્યુતદંડના ભભકા(આડંબર) સમાન અસ્થિર ૧. કાકતાલીયન્યાય- કાગડાનું બેસવું અને તાડના ફળનું પડવું એમ બે ક્રિયાઓ અચાનક સાથે બને તેથી
એક ક્રિયાને બીજી ક્રિયાનું કારણ કહી શકાય નહીં. તે વખતે કારણના નાશમાં કાર્યની ઉત્પત્તિ થાય એવો નિયમ નથી. પરંતુ કાર્ય કારણ ભાવ હોય તો કારણના નાશમાં અવશ્ય કાર્યની ઉત્પત્તિ થાય છે. તેમ પ્રસ્તુતમાં સદ્ધર્મરૂપ મહાનિધાનની પ્રાપ્તિપૂર્વકની મનુષ્યભવની પ્રાપ્તિ કાર્ય કારણ ભાવે ન હોય તો એકના નાશમાં બીજાની પ્રાપ્તિ થાય એવો નિયમ નથી. માટે બંને કાર્યકારણ ભાવવાળી બને તેવો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ.