________________
૨૪૦
ઉપદેશપદ : ભાગ-૧
નામે બહેનનો પતિ હતો. તે બેનો ગુણોના સમૂહથી યુક્ત ગાંગલી નામે પુત્ર હતો. ત્રણેય પણ રાજય કરતા કાંપીલ્યપુરમાં રહે છે. ઉદ્યાનપાલકના વચનથી ભગવાનનું આગમન જાયે છતે ઊંચા છત્રથી ઢંકાયું છે આકાશ જેના વડે, નગરલોકને સંક્ષોભ કરતા મોટા સૈન્યથી ઉલ્લસિત,
જ્યાં સમકાળે વગાડાયેલ મોટા વાજિંત્રોના અવાજથી ભરાયું છે દિશા ચક્ર, ગજસ્કંધ ઉપર આરૂઢ થયેલો, અતિ સમુલ્લચંત ઉત્સાહથી અંકુરિત થઈ છે કાયા જેની એવો શાલ રાજા ભગવાનને વાંદવા માટે પોતાના નગરમાંથી નીકળ્યો. ભગવંતની નજીકની ભૂમિ ભાગમાં આવ્યો ત્યારે ત્રણ છત્રો જોયા અને નીચે ઉતરી પાદચારી થઈ પાંચ અભિગમનું પાલન કરે છે. પાંચ અભિગમ આ પ્રમાણે છે.
(૧) સચિત્ત પુષ્પાદિ દ્રવ્યોનો ત્યાગ કરે છે તથા અચિત્તનો સંગ્રહ કરે છે. તથા (૨) ખગ, બે ચામર, મુકુટ અને ઉપાનહ તથા છત્રનો પણ ત્યાગ કરે છે, (૩) એક સાટક ઉત્તરાસંગ કરે છે. (૪) લલાટે અંજલિ જોડે છે. પછી (૫) મનની એકાગ્રતા કરીને સમોવસરણમાં પ્રવેશ્યો અને ત્રણ પ્રદક્ષિણા કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. (૧૬)
દીર્ઘ-દેદીપ્યમાન-કાંતિમાન-ચક્ષુદળથી યુક્ત, પ્રચુર-શ્રેષ્ઠ સુંદર-સુગંધથી યુક્ત એવા છે જિનેશ્વર ! તારું મુખરૂપી કમળ ત્રિભુવનની લક્ષ્મીનું તિલક છે. ભવિ જીવોના કલ્યાણ કરનારા છે બે નેત્રો જેના એવા હે જગતપ્રભુ ! તમે મને (ભવોભવ) મળો. ૧.
હે જગગુરુ ! સૂઈને ઉઠેલો, કર્મમળથી સહિત એવો લોક શરદઋતુના પૂનમના ચંદ્રમંડળ સમાન, સૌમ્યગુણથી પ્રકટ કરાયો છે ત્રણ ભુવનના લોકોનો હર્ષ જેના વડે એવા અને ચંદ્રના દળની સમાન ભાલતલયુક્ત તારા મુખકમળને કેવી રીતે જોઈ શકે ? ૨.
હે ત્રણ ભુવનરૂપ મસ્તકના આભૂષણ ! હે સ્વામિ ! જેણે પાપમળ પખાળેલ છે એવો લોક સરળ આંગળીના દળના કોમળ નખોની કેસરાથી ઉત્તમ, બે જંઘારૂપી કમળના મુણાલ(દાંડા)થી પ્રમોદિત કરાયા છે મુનિરૂપી ભમરાઓ જેના વડે એવા તારા નિર્મળ ચરણ રૂપી કમળનું શરણું સ્વીકારે છે. ૩.
ચક્ર-અંકુશ-મસ્ય-સ્વસ્તિક-છત્ર-ધ્વજથી અંકિત, નમતા દેવોના મસ્તકમાં રહેલા મુગુટ અને પુષ્પમાળાઓથી અંકિત એવા તારા બે ચરણોનું સ્મરણ પરભવથી ભયભીત થયું છે મન જેનું એવા દુઃખના સમૂહરૂપ કાદવમાં પડતા આ લોકનું રક્ષણ કરે. ૪.
જન્મ-જરા-મરણરૂપ પાણીવાળા નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવગતિના દારૂણ દુઃખોવાળા સંસારસાગરમાં ભમીને શરણહીન, દીન, દયાપાત્ર બનેલા એવા લોકને હે સ્વામિ ! તારા ચરણરૂપી પ્રવહણ (નૌકા) પાર ઉતારે. ૫.