SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૧ ૨૩૩ ધાન્યથી પરિપૂર્ણ કોષ્ઠાગાર છે જેને એવો માનરૂપી પર્વત ઉપર આરૂઢ થયેલો, નૃત્ય અને ગીતમાં સારી રીતે પ્રવૃત્ત થયેલો એવો બીજો પુરુષ આવા પ્રકારનું બોલે છે. મારી પાસે શાલિપ્રસૂચિકા અને ગર્ધભિકા બે રતો છે. તેને જેમ જેમ કાપીએ તેમ તેમ ઉગે છે, અહીં પણ મારા નામનું હોલક વગાડો. (૧૦૩) બીજો સંતોષી હતો આથી જ ઘણા સુખને પામેલો, મંદ ગતિથી કરાયા છે નૃત્ય અને ગીતો જેના વડે એવો તે આવા પ્રકારના સુભાષિતને કહે છે. મારી મતિ શુક્લ છે. હંમેશા સ્વસ્થ (પ્રસન્ન) છું. પતી અનુકૂળ છે. પ્રવાસે જવું પડતું નથી, ત્રણ વગરનો છું અને એક હજારની મૂડી છે તેથી મારા નામનું હોલક વાગાડો. (૧૦૫). આ પ્રમાણે તેઓની પ્રૌઢ સંપત્તિ જાણીને, યથાયોગ્ય માગીને ભંડારની વૃદ્ધિ કરી. હોલે, ગોલે, વસૂલે એ શબ્દો નીચ વ્યક્તિઓના સંબોધન અર્થમાં પણ વપરાય છે પણ અહીં વાજિંત્ર અર્થમાં વપરાયા છે એમ જાણવું. આ રીતે ચાણક્યની સાથે ચિંતા કરતો ચંદ્રગુપ્ત રાજ્યનું પાલન કરે છે ત્યારે કોઈક વખત અતિ દારૂણ દુષ્કાળ પડ્યો. સંભૂતિવિજય નામના ગુરુ વૃદ્ધવાસથી ત્યાં સ્થિર રહ્યા અને પોતાના શિષ્યોને સમુદ્રકાંઠા પરના નગરોમાં મોકલ્યા. નવા પદવી અપાયેલા આચાર્યોને જયારે મંત્રો તંત્રો કહેવાતા હતા ત્યારે નજીકમાં રહેલા બે ક્ષુલ્લક સાધુઓએ સર્વ મંત્ર-તંત્ર જાણી લીધા. માર્ગમાં થોડેક સુધી જઈને ગુરુના વિરહમાં ઉત્કંઠાથી પાછા ફર્યા. બાકીનો સાધુ સમૂહ નિર્દિષ્ટ સ્થાને પહોંચ્યો. સ્વયં જ ગુરુ શ્રાવકોના ઘરોમાં ભિક્ષા માટે ફરે છે અને પ્રાસુક અને એષણીય ભિક્ષા પરિમિત પ્રમાણમાં લે છે. પ્રથમ તેઓને આપીને જે વધે છે તે પોતે ભોજન કરે છે. અપૂરતા ભોજનથી અને વૃદ્ધાવસ્થાના કારણે અતિકૃશ શરીરવાળા થયા. તેને જોઈને ક્ષુલ્લક સાધુઓ વિચારે છે કે આપણે અહીં આવ્યા તે સારું ન કર્યું. કારણ કે આપણે ગુરુમહારાજના ભોજનમાં ઘણો અંતરાય કર્યો. માટે ભોજનનો બીજો ઉપાય શોધીએ. તેઓએ અદશ્ય થવાનું અંજન ચોપડયું અને ગુરુને કહ્યા વિના ચંદ્રગુપ્તના ભોજન સમયે અંજન આંજીને પ્રવેશ્યા ત્યારે કોઇએ ન જોયા. જ્યાં સુધી તૃપ્તિને પામ્યા ત્યાં સુધી રાજાની સાથે ભોજન કરવા લાગ્યા. આ પ્રમાણે પ્રતિદિવસ જ તેઓ ભોજન કરે છતે, ભૂખ ન લાગતી હોવાથી શરીરથી કૃશ થયેલો, પુછાયેલો રાજા કહે છે કે, હે આર્ય ! મારા ભાણામાંથી કોઈ આહાર લઈ જાય છે તેને જાણી શકતો નથી, મને થોડુંક જ ખાવાનું મળે છે. ચાણક્યના મનમાં વિચારણા થઈ કે આ કાળ બહુ સારો નથી તેથી કોઈક અદશ્ય થઇ આના થાળમાં ભોજન જલદીથી કરે છે. પછી ભોજનશાળાના આંગણામાં ઇંટનો ભૂકો પાથર્યો. બીજા દિવસે તેણે પ્રવેશતા ક્ષુલ્લકોના પગલાં જોયા. બંનેની પગની પંક્તિઓ જોઈ પણ તેઓને ન જોયા. પછી દરવાજો બંધ કરીને ગુંગડાવનારો ધૂમાડો કર્યો. લોકની આંખો આંસુથી ભિની થઈ. તત્ક્ષણ અંજનયોગ નાશ થવાથી તે બંને ક્ષુલ્લકો
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy