________________
૨૩૨
ઉપદેશપદ : ભાગ-૧ ભિક્ષુકપણામાં જે ગામમાં ભિક્ષા ન મળી હતી તે ગામમાં પોતાની ઉગ્ર આજ્ઞા પ્રવર્તાવવા ઇચ્છતો ચાણક્ય આવા પ્રકારનો આદેશ ફરમાવે છે કે આંબાના ઝાડથી વાંસને વાડી કરવી અને ગામડિયાઓએ વિચાર્યું કે આ કેવી રીતે ઘટે ? આ રાજાદેશ વિપરીત કેમ ન હોય ? તેથી વાંસને છેદીને આંબાના વૃક્ષોની ફરતે વાડ કરી. વિપરીત આજ્ઞાને કરવાનો દોષ કાઢી, દરવાજાને બંધ કરી, બાલવૃદ્ધો સહિત તે ગામને બાળી નાખ્યો.
ચતુરબુદ્ધિ પાપી ચાણક્ય ભંડારની વૃદ્ધિ નિમિત્ત યોગિક પાસાઓથી જુગાર રમ્યો તે પૂર્વે કહેવાય ગયું છે. તે ઉપાય જુનો થયે છતે ચાણક્ય ભંડારની વૃદ્ધિ માટે બીજા ઉપાયને વિચારે છે. પછી નગરના ધનવાન પુરુષોને ભોજન અને મઘ(દારૂ) આપે છે. તેઓ ઉન્મત્ત થયે છતે ઊઠીને સતત નાચવા લાગ્યા. નાચ માટે ક્રમથી સારી રીતે પ્રાર્થના કરાયેલો ચાણક્ય ઊભો થઈને આ ક્રમથી ગીત ગાવા લાગ્યો. મારી પાસે બે ભગવા વસ્ત્ર, એક સુર્વણમય કુંડિકા અને ત્રિદંડ છે અને રાજા મારે વશ વર્તી છે, અહીં પણ મારા નામથી હોલ(વાંજિત્ર)ને વગાડો. (૯૩)
અને બીજો આ સહન નહીં કરતો, વાણિજ્યથી ઘણું ધન મેળવ્યું છે એવો વણિક તે જ પ્રમાણે નાચ્યો અને આ પ્રમાણે ગાવા લાગ્યો. “એક હજાર યોજન ચાલનાર ઉન્મત્ત મદનિયાના જેટલા પગલા થાય તે એકેક પગલે એક લાખ મુકતા તેમાં જેટલી સંપત્તિ થાય તેટલી સંપતિ મારી પાસે છે માટે મારા નામે હોલ વગાડો.” (૯૫)
પછી ફરી પણ બીજો અતિતીવ્રઇર્ષાથી ભરાયેલો, નાચતા, ગાતો આવા પ્રકારના મનના સદ્ભાવને વ્યક્ત કરે છે. એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી સેંકડો આઢક પ્રમાણ નિષ્પન્ન થયેલ દરેક તલ ઉપર એકેક લાખ થાય તેટલું ધન મારી પાસે છે. તેથી અહીં મારા નામનું હોલક વગાડો. (૯૭)
પછી વિજય નામનો બીજો પુરુષ છે તે આ લોકોની ઉદ્દઘોષણાને સહન નહીં કરતો, નૃત્યગીત કરતો ગાયોના ધનવાળો આ પ્રમાણે બોલે છે. નવા વરસાદમાં પૂર્ણ ભરાયેલી પર્વતમાંથી નીકળતી, શીધ્ર વેગવાળી નદીની આગળ એક દિવસના વલોણાના માખણથી હું પાળ બાંધી શકું એટલું ગોધન મારી પાસે છે, માટે અહીં પણ મારા નામનું હોલક વગાડો. (૯૯)
જાત્ય અશ્વોના સંગ્રહથી ઊંચા હાકોટા કરતો બીજો પુરુષ નૃત્ય અને ગીત ગાઈને આવા પ્રકારનું સંભાષણ કરે છે. એક દિવસમાં જન્મેલા જાતિ અશ્વોના વછેરાઓના વાળથી હું આકાશને ઢાંકી દઉં એટલું મારી પાસે અશ્વધન છે, માટે અહીં મારા નામનું હોલક વગાડો (૧૦૧) ૧. આઢક એક પ્રકારનું માપ છે. ૪ પ્રસ્થ(પાલી) = કુડવ, ૪ કુડવ= ૧ આઢક , ૪ આઢક = ૧ દ્રોણ.