________________
૧૮૦
ઉપદેશપદ : ભાગ-૧
પરીક્ષા કરીને ઘોડાને માગજે. તેણીએ ઉપાય બતાવ્યો કે વિશ્રાંતિ લેતા ઘોડાઓમાં જે ઘોડો અવાજ વગેરેથી સંત્રાસ ન પામે તે ઘોડો માગજે. તેણે પણ તેનું વચન માન્યું અને હર્ષિત થયેલા તેણે પગાર આપવાના સમયે પૂર્વે પરીક્ષા કરેલા બે ઘોડાને માગ્યા. પછી અશ્વાધિપતિ પ્રેમપૂર્વક કહે છે કે આ અશ્વોમાં આ ઘોડા શ્રેષ્ઠ છે તેથી જો તું આને માગે છે તો સર્વેને કેમ માગતો નથી? તે કહે છે કે મારે બધા ઘોડાનું કામ નથી. તે વખતે અશ્વાધિપતિએ વિચાર્યું કે આ બાળક લક્ષણનો ભંડાર છે. નહીંતર આટલા ઘોડાઓમાં આના ઉપરજ દૃષ્ટિ કેમ વસી ? તેથી પોતાની પુત્રી આપીને ઘરજમાઈ કરવો એમ વિચારી પોતાની સ્ત્રીને વાત કરી પણ તે ઇચ્છતી નથી. અશ્વાધિપતિ કહે છે તે મુગ્ધ ! આ લક્ષણયુક્ત છે, મારા ઘરની સમૃદ્ધિ વધારનારો થશે. અહીં ઉદાહરણ સાંભળ. જેમકે
કોઈક એક બાળક છે. મામાએ તેની સાથે પોતાની પુત્રી પરણાવી. પરંતુ ઘરમાં કંઇપણ કામ કરતો નથી. તે જંગલમાં ગયો અને ખાલી હાથે પાછો ફર્યો. તેની સ્ત્રી ઘણો ગુસ્સો કરે છે કે તું કેમ કંઈ કાર્ય કરતો નથી? તેણે છ મહિને લક્ષણવાળું લાકડું મેળવ્યું જેમાંથી તેણે વિધિથી એક લાખ મૂલ્યવાળો કુડવ ઘડિયો બનાવ્યો. એક ધાન્યના વેપારીને વહેંચ્યો. યથાઇચ્છિત મૂલ્ય મેળવ્યું. તે કુડવના પ્રભાવથી ધાન્યના વેપારીને ઘરે અનેક પુત્રો થયા. આ પ્રમાણે લક્ષણ યુક્ત વસ્તુ ઘરમાં આવે છતે કુટુંબ વધે છે. પછી તેણે લક્ષણવંતની સાથે પોતાની પુત્રી પરણાવી. (૧૫)
અથવા દ્વારિકા નગરીમાં કૃષ્ણનો રાજ્યાભિષેક કરાયો ત્યારે ક્યારેક અશ્વના વેપારીઓ પાસેથી કૃષ્ણ અને તેના પુત્રો ઘોડા ખરીદવા લાગ્યા. તેમાં કુમારોએ આ ઘોડાઓ બળવાન છે એમ માનીને તગડા ઘોડા ખરીદ્યા. કૃષ્ણ એક સલક્ષણવાળો છતાં અતિદુર્બળ ઘોડો ખરીદ્યો. પછી કૃષ્ણ પર હસતા કુમારો કહે છે કે આવો ઘોડો કેમ ખરીદ્યો?
કૃષ્ણ ઉત્તર આપ્યો કે આ ઘોડો કાર્ય સાધવા સમર્થ છે, પેલા (તમારા ઘોડા) નહીં. આનાથી બીજા ઘણાં ઉત્તમ ઘોડા પ્રાપ્ત થશે. અશ્વપતિ અને કૃષ્ણની વૈનાયિકી બુદ્ધિનું આ વિલસિત છે.
જેથી તે ઘરજમાઈ થયો અને ઘોડો પોતાની પાસે રહ્યો.
ગાથાફરાર્થ–અશ્વ એ પ્રમાણે દ્વારપરામર્શ છે. “વિ' એટલે ઘોડાની રક્ષા કરનાર બાળક, “યૂયા' એટલે અશ્વપતિની પુત્રી. પુત્રી વડે પ્રેરણા કરાયેલા તેણે ચામડાના ઘાડવામાં પથ્થરા ભરીને ઝાડ ઉપરથી નીચે ફેંક્યા છતાં ધીર ઘોડા ક્ષોભ ન પામ્યા. અને વેતન આપવાના
૧. કુડવ- ચાર આંગળ લાંબુ, ચાર આંગળ પહોળું, ચાર આંગળ ઊંડું અનાજ કે પ્રવાહી માપવાનું લાકડાનું
સાધન જે પ્રસ્થના ચોથા ભાગ પ્રમાણ છે.