SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ઉપદેશપદ : ભાગ-૧ ग्रामयोर्गन्तव्यमागन्तव्यं चाद्यैव ।ततो वितीर्णा चेयमाज्ञा राज्ञा ।तयापि पेसणा वरपियस्स' त्तियः प्रियः पतिस्तस्यापरस्यां दिशियो वर्त्तते ग्रामस्तत्र प्रेषणं कृतं, सामर्थ्यादितरस्येतरत्र। ततः प्रोक्तममात्येन-'आइम्मो' इति-देव, योऽपरस्यां दिशि प्रहितः स तस्याः समधिकं प्रियः यतः तस्यगच्छत आगच्छतश्चादित्यः पश्चाद्भवति, इतरस्य तूभयथापिललाटफलकोपतापकारीति । राजा-'इहरासंभव'त्ति इतरथाप्यनाभोगतोऽप्येवं प्रेषणसंभवो घटते। अतः कथं निश्चिनुमो यदुतायमेव प्रेयानिति ? ततोऽमात्येन भूयः पुनः परीक्षार्थं ग्रामे गतयोरेव तयोः 'समगगिलाणे' इति समकमेककालमेव ग्लानत्वं सरोगत्वं निवेदितम्तौ तदीयौ द्वावपि पती ग्रामगतौ ग्लानीभूतौ इत्येककालमेव तस्या ज्ञापितमिति भावः, तस्मिंश्च ज्ञापिते तया प्रोक्तं योऽपरस्यां दिशिगतो मद्भर्ताऽसौ असंघयणी'ति-असंहननी अदृढशरीरसंस्थानबल इति तत्प्रतिजागरणार्थं गच्छामि तावत् । गता च तत्र । ज्ञातं च सुनिश्चितममात्यादिभिर्यदुतायमेव प्रियो विशेषत इति ॥१४॥ ગાથાર્થ– હવે પતિ’ એ પ્રમાણે દ્વાર કહેવાય છે. બે પતિ વિષે તુલ્ય પ્રેમ, પરીક્ષા, પ્રેષણ, પ્રિયપતિને, પશ્ચિમમાં અનાભોગથી સંભવ, ફરીથી એક સાથે બિમાર, અસંઘયણીની પ્રથમ સેવા. (૯૪) કોઈ એક નગરમાં કોઈપણ કારણથી કોઈક સ્ત્રીને બે પતિ થયા અને તે બંને ભાઈ છે. લોકમાં મોટી ચર્ચા ચાલી. અહો! એક સ્ત્રીને બે પતિ એ મોટું આશ્ચર્ય છે તો પણ એક સ્ત્રી બંને પતિ વિષે સમાન પ્રેમવાળી છે. અને લોકમાં આ વાત ફેલાતી રાજાની પાસે પહોંચી કે તે બંને પતિને વિષે સમાન ભાવવાળી (પ્રેમવાળી) છે. અમાત્યે કહ્યું કે આ ન બને. એક સ્ત્રી બંને પતિ વિષે સમાન રાગવાળી હોય એ વાત ન ઘટી શકે. પછી રાજાએ કહ્યું કેવી રીતે જાણી શકાય? મંત્રીએ કહ્યું: હે દેવ! તેની પરીક્ષા કરવા આપ આજ્ઞા ફરમાવો. જેમકે–આજે તારા બંને પતિઓએ નગરથી પૂર્વ અને પશ્ચિમમાં રહેલા ગામમાં જઈને આજે જ નગરમાં પાછા આવી જવું. રાજાએ આ પ્રમાણે આજ્ઞા કરી. તેણે પણ પ્રિય પતિને પશ્ચિમ દિશાના ગામમાં મોકલ્યો અને ઓછા પ્રિય પતિને પૂર્વ દિશાના ગામમાં મોકલ્યો તે સામર્થ્યથી જાણવું. પછી અમાત્યે કહ્યું: હે દેવ! જે પશ્ચિમ દિશામાં મોકલાયો હતો તે તેને અધિક પ્રિય છે, કારણ કે તેને જતા અને આવતા બંને વખતે સૂર્ય પૂંઠનો થાય છે અને ઇતરને એટલે કે અલ્પપ્રિય પતિને બંને વખતે સૂર્ય લલાટ રૂપી ફલકને ઉપતાપ કરનારો થાય છે. રાજાએ કહ્યું: અનાભોગથી પણ આ પ્રમાણે મોકલવું સંભવે છે માટે આ જ તેને પ્રિય છે એનો નિશ્ચય કેવી રીતે કરાય? પછી ફરીથી તેઓની પરીક્ષા કરવા માટે અમાત્યે ગામમાં ગયેલા તે બંનેનું એક સમયે જ બિમારપણું જણાવ્યું. જેમકે - તારા બે પતિ ગામમાં ગયેલા એક જ સમયે બંને સાથે બિમાર પડ્યા છે એમ
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy