________________
૧૩૭
ઉપદેશપદ : ભાગ-૧
કોઈક એક નગરમાં કોઈક રાજાએ અતિશય બુદ્ધિમાન મંત્રીની પ્રાપ્તિ માટે રાજભવન દ્વાર ઉપર એક પત્ર લગાડ્યો. જેમકે- નગરના છેવાડે આવેલા તળાવની અંદર એક થાંભલો છે. કાંઠા ઉપર રહીને જ કોઈક બુદ્ધિશાળી તળાવમાં પડ્યા વિના તે થાંભલાને દોરડાથી બાંધશે તેને હું એક લાખ દીનાર આપીશ. આ પ્રમાણે સર્વત્ર વાત ફેલાઈ ત્યારે કોઈક બુદ્ધિમાને તળાવને કાંઠે ખીલો ખોડ્યો અને તેમાં તળાવના પરિઘ જેવડો દોરડાનો એક છેડો બાંધ્યો. દોરડાના બીજા છેડાને લઈ કાંઠે કાંઠે ગોળાકાર ભમતા થાંભલામાં આંટી પડી અને થાંભલો બંધાયો. રાજા વડે જે શરત મુકાઈ હતી તે મુજબ એક લાખ દીનાર તેને મળ્યા અને મંત્રીપદ પણ મળ્યું. (૯૦)
खुड्डग पारिव्वाई, जो जं कुणइत्ति काइगापउमं । अण्णे उ कागविट्ठा, पुच्छाए विण्हुमग्गणया ॥११॥ 'खुड्डग' इति द्वारपरामर्शः । 'पारिव्वाई जो जं कुणइत्ति' काचित् सदर्पप्रकृतिः परिव्राजिका प्रसिद्धरूपा, यो यत्किंचित् कुरुते ज्ञानविज्ञानादि तत् सर्वमहं करोमीत्येवं प्रतिज्ञाप्रधानपटहकं नगरे दापितवती । क्षुल्लकेन केनचिद् भिक्षार्थे नगरमध्ये प्रविष्टेन श्रुतोऽयं वृत्तान्तः । चिन्तितं च तेन न सुन्दरावधीरणाऽस्याः' । स्पृष्टश्च पटहकः ।गतश्च राजकुलम् । दृष्टा च तत्र सा राजसभोपविष्टा । तया च तं लघुवयसं क्षुल्लकमवलोक्य भणितम्,-कुतस्त्वां गिलामि ? नूनं त्वं मम भक्षणनिमित्तमेव दैवेन प्रेषितोऽसि । तेन चानुरूपोत्तरदानकुशलेन झगित्येव स्वमेहनं दर्शितम् । एवं च प्रथमत एव जिता सा । तथा, 'काइया पउमं' ति कायिकया प्रतीतरूपया शनैः शनैस्तदद्वाररूपं भुवि पद्मं विलिखितम्, भणिता च–'धृष्टे! संप्रति सर्वसभ्यपुरुषप्रत्यक्षं स्वप्रतिज्ञां निर्वाहय यदि सत्यवादिनी त्वमसि । न च सा तल्लिखितुं शक्नोति, अत्यन्तलजनीयत्वात् सामग्र्यभावाच्चेति। मतान्तरमाह;-अन्ये पुनराचार्या ब्रुवते-'कागविट्ठापुच्छाए' इति काकः कश्चित् क्वचित् प्रदेशे विष्ठां विकिरन् केनचिद् भागवतेन दृष्टः । तत्कालदृष्टिगोचरापन्नश्च क्षुल्लकस्तेन पृष्टः यथा-भो लघुश्वेताम्बर ! किमिदं काको विष्ठां 'विक्षिपन्नितस्ततो निभालयती' ति वद, सर्वज्ञपुत्रको यतस्त्वम् । अस्यां च पृच्छायां भणितं क्षुल्लकेन, यथा-'विण्हुमग्गणया' इति एष हि काकः "जले विष्णुः स्थले विष्णुर्विष्णुः पर्वतमस्तके।ज्वालामालाकुले विष्णुः सर्व विष्णुमयं जगत्"॥१॥इति श्रुतस्मृतिशास्त्रः संपन्नकौतुहलश्च किमत्र विष्णुर्विद्यते न वेति संशयापनोदाय तं मार्गयितुमारब्धः ॥११॥
ગાથાર્થ– સુલ્લક, પરિવ્રાજિકા જે જેને કરશે તેને હું કરીશ, મૂત્રથી કમળનું આલેખન, બીજા આચાર્યો કહે છે કાગની વિષ્ટા, પૃચ્છા, વિષ્ણુની તપાસ. (૯૧)
'खुड्डु' में प्रभा द्वार परामर्श छ.