________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૨૯ पटस्वामिना लोभेन विपर्ययो व्यत्यासश्चक्रे नूतनपटमादाय प्रस्थित इत्यर्थः । द्वितीयश्च तं निजं पटं याचितुमारब्धः।अवलप्तश्चानेन। संपन्नश्च तयोराजभवनद्वारे कारणिकपुरुषसमीपे व्यवहारः । (ग्रं. २०००) कारणिकैश्च किमत्र तत्त्वमित्यजानद्भिः 'सीसओलिहणा' इति शीर्षयोस्तन्मस्तकयोः कङ्कतकेन अवलेखना पररोमलाभार्थं कृता।लब्धानि च रोमाणि। ततस्तदनुमानेन यो यस्य स तस्य वितीर्ण इति कारणिकानामौत्पत्तिकी बुद्धिरिति ।अत्रैव मतान्तरमाह -अन्ये आचार्या ब्रुवते, 'जायाकत्तण'त्ति तौ पुरुषौ कारणिकैः पृष्टौ यथा केनैतौ भवतोः पटौ कर्त्तितौ ? प्राहतुः-निज-निजजायाभ्याम् । ततो द्वयोरपि जाये कर्त्तनं कारिते । ततस्तदन्यसंदर्शनाद् व्यत्ययेन सूत्रकर्तनोपलम्भाज्ज्ञानं निश्चयः कारणिकानां संपन्नो, वितीर्णश्च यो यस्य स तस्येति ॥८३॥
ગાથાર્થ– વસ્ત્ર, જીર્ણ અને નવું. લઈ ચાલી જવું. વ્યવહાર, માથું ઓળવું, બીજા આચાર્યો કહે છે સ્ત્રીઓનું કાંતવું, વસ્ત્રથી વિપરીત કંતાઈ, જ્ઞાન, ચૂકાદો. (૮૩)
દ એ પ્રમાણે દ્વારપરામર્શ છે. બે પુરુષો હતા, તેમાના એકની પાસે જુનું વસ્ત્ર હતું જ્યારે બીજાની પાસે “ચ” શબ્દથી નવું વસ્ત્ર હતું. તે વસ્ત્રો ઓઢવાના હતા. તે બે પુરુષો કોઈક નદીકાંઠે સમકાળે જ અંગ પ્રક્ષાલન કરવા લાગ્યા. બંનેએ વસ્ત્રો ઉતાર્યા. તે બેમાંથી જેનું વસ્ત્ર જુનું હતું તે લોભથી બીજાનું નવું વસ્ત્ર લઈને ચાલતો થયો. એટલે બીજો પોતાનું નવું વસ્ત્ર માંગવા લાગ્યો. પહેલાએ અપલાપ કર્યો. બંનેનો ઝગડો રાજભવનદ્વારમાં ન્યાયાધીશ પાસે ગયો. અહીં સાચું શું છે એમ નહીં જાણતા ન્યાયાધીશોએ બીજા વાળના લાભ માટે કાંસકાથી બંનેના વાળ ઓળ્યા. અને વાળ સરખાવ્યા પછી વાળના અનુમાનથી જે વસ્ત્ર જેનું હતું તે વસ્ત્ર તેને આપ્યું. આમ ન્યાયાધીશોને ઔત્પત્તિની બુદ્ધિ હતી.
અહીં જ મતાંતરને કહે છેઃ બીજા આચાર્યો કહે છે કે ન્યાયાધીશોએ બંનેને પૂછ્યું કે આ તમારા વસ્ત્રો કોણે કાંતેલા છે ? તે બેએ કહ્યું: પોતાપોતાની સ્ત્રીઓએ કાંતેલા છે. પછી બંને સ્ત્રીઓ પાસે વસ્ત્રો કંતાવવામાં આવ્યા ત્યારે વસ્ત્રોના અસદશ કાંતણથી નિર્ણય કરી જેનું જે વસ્ત્ર હતું તે તેને આપ્યું. ૧. અહીં કારણિકોનું અનુમાન એ હોઈ શકે કે જેનું જુનું વસ્ત્ર હતું તેના માથામાં વસ્ત્રના તાંતણા ભરાઈ
ગયેલા હોય અને માથું ઓળતા કાંસકામાં આવી ગયા હોય. જ્યારે નવા વસ્ત્રવાળાના માથામાં તેવા
પ્રકારના તાંતણાનો સંભવ ન હોવાથી તેનું માથું ઓળતા તાંતણા ન મળ્યા હોય. ૨. જે વસ્ત્ર જેનું ન હતું તેની સ્ત્રીએ જે વસ્ત્ર કાંત્યું તે પોતાની પાસે રહેલ વસ્ત્રથી વિસદશ જણાયું. જેનું વસ્ત્ર હતું તેની સ્ત્રીએ તેના જેવું જ બીજું વસ્ત્ર કાંત્યું.