________________
ઉપદેશપદ : ભાગ-૧
ભરતશિલા એ દ્વારને વિસ્તારથી વ્યાખ્યાન કર્યું. હવે પણિત (શરત) દ્વારને કહે છે–
ગાથાર્થ—ઘણી કાકડીથી ભરેલું ગાડું, ભક્ષણથી જીત, દરવાજામાં ન નીકળે તેવા લાડુની શરત, બધી કાકડીઓને ચાખવું, પછી વેંચવું, દ્યૂતકારો વડે બતાવાયા મુજબ લાડુનું દરવાજામાંથી ન નીકળવું, ફરીથી જીત. (૮૦)
૧૨૩
કાકડીનું ગાડું
પણિત (શરત) એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. કોઇક ગામડિયો સ્વભાવથી જ મુગ્ધબુદ્ધિવાળો ઘણાં ધૂર્તોથી પરિપૂર્ણ એવા કોઇક નગરમાં કાકડીનું ગાડું ભરીને વેંચવા માટે ગયો. મંડીમાં તેને વેંચવા માટે ગાડું છોડ્યું ત્યારે કોઇ ધૂર્તે તેને હ્યુંઃ જેમકે– જો કોઇક આ બધી કાકડીનું ભક્ષણ કરે તો શું તેના વડે તું જિતાય ? અર્થાત્ તો તું તેને શું આપે ? આ થવું અસંભવ છે એમ મનમાં વિચારીને તેણે અસંભાવનીય જ શરત લગાવી કે નગરના દરવાજામાંથી ન નીકળે એવો લાડુ હું તને આપીશ. પછી તે ધૂર્ત કાકડીના ગાડા ઉપર ચઢીને બધી કાકડીમાં દાંત બેસાડી એંઠી કરી. પછી પેલો ગામડિયો તેને વેચવા લાગ્યો. કોઇકે આને ખાધી છે એમ બોલતો લોક એક પણ કાકડી લેતો નથી, ત્યારે ધૂર્વે લોકવાયકાની મદદથી ગામડિયાને જીતી લીધો. ત્યાર પછી તેની પાસે લાડુની માંગણી કરી અને આટલો મોટો લાડુ આપવો અશક્ય છે એમ સમજી તેને રૂપિયા આપે છે, તે લેતો નથી, તેથી ગામડિયો બે, ત્રણ યાવત્ સો રૂપિયા આપે છે છતાં પેલો લેતો નથી. પછી ગામડિયાએ વિચાર્યું કે આ ધૂર્તથી મારો કોઇપણ રીતે છૂટકારો નહીં થાય એટલે નિપુણ બુદ્ધિથી આ વ્યવહાર ઉકેલવો પડશે. પ્રાયઃ જુગારીઓ જ ચતુરબુદ્ધિવાળા હોય છે તેથી હું તેઓની સેવા કરું અને તેણે તેમજ કર્યું. ધૂતકારોએ તેને પુછ્યું: હે ભદ્રક ! તું અમારી સતત સેવા કેમ કરે છે ? તેણે હ્યુંઃ મને આવા પ્રકારનું કષ્ટ આવ્યું છે. જાગારીઓએ તેને આ પ્રમાણે શીખવ્યું કે મીઠાઇની દુકાનમાંથી એક મુઠ્ઠી જેવડો લાડુ લઇને તે ધૂર્તને તથા શેષ નગર લોકને લઇને શેરીના દ્વારે જઇને ઇન્દ્રખીલાની જગ્યાએ તેને (લાડુને) મૂકીને તારે એ પ્રમાણે બોલવું: હે લાડુ! તું આ દરવાજામાંથી નીકળ અને તેણે એ પ્રમાણે જ કર્યું. પરંતુ લાડુ સ્વયં ચાલીને દરવાજામાંથી ન નીકળ્યો. આ રીતે તેણે ધૂર્તને ફરીથી જીત્યો. આ પ્રમાણે દ્યૂતકારોને ઔત્પાત્તિકી બુદ્ધિ હતી. (૮૦)
अथ रुक्खे इति द्वारम् -
रुक्खे फलपडिबंधो, वाणरएहिं तु लेट्ठफलखेवो ।
अणे अभक्खणिज्जा, इमे फला पंथवहणाओ ॥ ८१ ॥
‘રુવલે' કૃતિ દ્વારપરામર્શ પત્તાનાં વૃદ્ઘમાળાનાં‘પ્રતિવન્યઃ’પ્રતિવ્રતના મ્ય इत्याह — 'वानरकेभ्यस्तु' कपिभ्य एव । इदमुक्तं भवति - क्वचित् पथि फलप्राग्भारनम्रशाखासंभारः कश्चिदाम्रादिर्महाद्रुमः समस्ति । तत्समीपेन च निरन्तरं तत्तत्प्रयोजनाक्षिप्तः पथिकलोको गच्छन्नागच्छंश्च पक्वान्यवलोक्य तत्फलानि बुभुक्षाक्षामकुक्षितया