________________
૧૧૮
ઉપદેશપદ : ભાગ-૧ साहुपरिग्गह संधण, कोवो अण्णेणऽसज्झ पेसणया । धम्मोवायणसाहण, वुग्गह णिवकियगकोवो उ ॥५॥
ततस्तदीयबुद्धिकौशलावर्जितेन नृपतिना साहुपरिग्गह'त्ति साधुः शोभनोऽयमिति मत्वा परिग्रहः स्वीकारः कृतस्तस्य । तस्मिंश्च समये केनचिदनन्तरभूमिवासिना भूपालेन सह कुतोऽपि निमित्ताद्वैरं लग्नमासीनृपस्य । तत्र च 'संधण' त्ति संधानं कर्तुमभिलषितं राज्ञा । न चासौ तत् प्रतिपद्यत इति तं प्रति 'कोवो' त्ति कोपः समजनि जितशत्रोः । ततः 'अण्णेणसझपेसणया' इति, अन्येन रोहकव्यतिरिक्तेनासावसाध्यः साधयितुमशक्य इति कृत्वा रोहकस्य तत्र प्रेषणं कृतं भूभुजा । प्राप्तश्च तत्र रोहकः । पृष्टश्च स प्रत्यर्थी नृपः । समये च 'धम्मोवायणसाहण' त्ति यदासौ तैस्तैरुपायैरुच्यमानोऽपि अविश्वासान्न संधानमनुमन्यते तदा धर्म एवोपायनं ढौकनीयं तेन साधनं स्ववशीभावकरणं रोहकेण तस्य कृतम् । अयमत्र भावः-इदमुक्तं रोहकेण तं प्रति, यदि स मदीयो नृपो भवद्भिः सह संधाय पश्चात् किंचिद् व्यभिचरति तदा तेन यस्तीर्थगमनदेवभवनसंपादनद्विजादिप्रदानवापीतडागादिखननादिना विधानेनोपार्जितो धर्मः स सर्वो मया भवते दत्तः, तद्रहितश्चासाविहलोकपरलोकयोन किञ्चित् कल्याणमवाप्स्यतीति करोतु भवांस्तेन सह संधानम् । न ह्येवंविधां प्रतिज्ञां कश्चिद् भनक्ति । एवं विश्वासिते तस्मिन् 'वुग्गह' त्ति व्युद्ग्रहोऽवस्कन्दो धाटिरित्यर्थः छलेन तत्र गत्वा राज्ञा संपादितः । स्वहस्तगृहीतश्चासौ कृतो द्विषन् ।आनीतश्चोज्जयिन्याम् । तत्र च चिन्तितं तेन, कथमनेन राज्ञा आत्मीयधर्मस्य मत्प्रदानेन व्यय कृतः । इति तस्य मिथ्याविकल्पापनोदाय 'निवकियगकोवो'त्ति नृपेण जितशत्रुणा रोहकं प्रति कृतकः कृत्रिमः पुनः कोपः कृतः ॥७५॥
ગાથાર્થ–રોહક સુંદર છે એમ માની સ્વીકાર કર્યો, રાજાનો બીજા રાજા પ્રત્યે કોપ, અન્યવડે સંધિ કરાવવી અશક્ય હોવાથી રોહકને મોકલવું, ધર્મરૂપી ભટણાથી વશ કરવું, અને જિતશત્રુ રાજાનો રોહક ઉપર કૃત્રિમ કોપ. (૭૫).
પછી રોહકની બુદ્ધિના કૌશલથી આકર્ષાયેલા રાજાએ “આ સુંદર (હિતકારી) છે” એમ માની સ્વીકાર કર્યો અને તે વખતે જિતશત્રુ રાજાને કોઈક સીમાડાના રાજાની સાથે કોઇપણ નિમિત્તથી વૈર થયું અને વૈર શમાવવા રાજાએ સંધિ કરવા ઇચ્છા કરી. શત્રુરાજા સંધિ સ્વીકારતો નથી. જિતશત્રુને તેના ઉપર ગુસ્સો થયો. રોહક સિવાય અન્ય બીજો કોઈ આ સંધિ કરાવવા સમર્થ ન હોવાથી રાજાએ સંધિ કરવા રોહકને મોકલ્યો. રોહક ત્યાં ગયો અને શત્રુરાજાને પુછ્યું અને ઉચિત સમયે તે તે ઉપાયોથી સમજાવવામાં આવતો હોવા છતાં સંધિને માન્ય કરતો નથી ત્યારે ધર્મરૂપી ભટણું ધરીને તેને વશ કર્યો. કહેવાનો ભાવ એ છે કે–રોહકે આ પ્રમાણે કહ્યું: