________________
૧૧૭
ઉપદેશપદ : ભાગ-૧
कारणपुच्छा रजं, णाएणं दाणरोसदंडेहिं । कंबिच्छिवणा य तहा, रायादीणं सुतोसित्ति ॥७४॥
एवं जनकसंख्यासंवादे संपन्नविस्मयेन राज्ञा कारणगोचरा पृच्छा कृता, यथा केन कारणेन त्वयाऽयमर्थोऽत्यन्तनिपुणधियामपि बुद्धेरेगोचरो ज्ञात इति ? । रोहकःराज्यं प्रतीतरूपमेव न्यायेन नीत्या सामादिप्रयोगरूपया यत् परिपालयसि, तथा दानरोषदण्डैर्दानेन कृपणादिजनस्वविभववितरणरूपेण कुबेरधनत्यागानुकारिणा, रोषेण क्वचिदविनयवर्तिनि जने चण्डालचाण्डिक्यकल्पेनासहिष्णुतालक्षणेन, दण्डेन पूर्वराजनिरूपितनीतिपथप्रमाथिनो जनस्य सर्वस्वापहाररूपेण वस्त्रशोधकविधीयमानवस्त्रक्षालनतुल्येन 'कम्बिच्छिवणा य'त्ति कम्बिकाच्छोपनाच्च कम्बिकया लीलायष्टया पुनः पुनर्मम विघट्टनाच्च, तथाशब्द उक्तसमुच्चये, राजादीनां सुतोऽसि त्वं हे राजनिति, नयेनैवंविधप्राज्यराज्यपरिपालनाज्ज्ञायसे यथा राजपुत्रस्त्वम्, न हि अराजजाता एवंविधानवधराज्यभारधुराधरणधौरेया भवितुमर्हन्ति । एवं दानेन धनदजातः, रोषेण चण्डालपुत्रः, दण्डेन वस्त्रशोधकप्रसूतः, कम्बिकाघातेन च वृश्चिकापत्यम्, कारणस्वरूपानुकारित्वात् सर्वकार्याणाम् ॥७४॥
ગાથાર્થ–પાંચ પિતાના જ્ઞાનનું કારણ પૂછ્યું, ન્યાયથી રાજ્ય પાલન, દાન, રોષ અને દંડ તેમજ સોટીનો સ્પર્શ એ પાંચ વસ્તુથી રાજપુત્ર છો એમ રોહકે નક્કી કર્યું. (૭૪).
આ પ્રમાણે પિતાની સંખ્યાના સંવાદમાં વિસ્મય પામેલા રાજાએ કારણ સંબંધી પૃચ્છા કરી. જેમકે- અત્યંત નિપુણ બુદ્ધિવાળાના બુદ્ધિનો વિષય ન બની શકે એવા વિષયને તેં કયા કારણથી જાણ્યું. રોહકે હ્યું: શામ-દામ-દંડ અને ભેદથી તું રાજ્યનું સારી રીતે પાલન કરે છે તેથી તું રાજપુત્ર છે એમ મેં જાણ્યું. કૃપણાદિ જનને પોતાના વિભવનું વિતરણ કરવાથી કુબરના ધનદાનને અનુસરનારો છે તેથી તું દાની છે, ક્યાંક કોઇક લોક અવિનયમાં પ્રવૃત્ત થયો હોય ત્યારે ચંડાલની જેમ ઉગ્ર ક્રોધી થઈ રાજ્યનું પાલન કરે છે, જેમ ધોબી ભીના વસ્ત્રમાંથી પાણી નીચોવી લે છે તેમ તું પૂર્વ રાજાઓએ સ્થાપેલી નીતિમાર્ગનો ભંગ કરનાર લોકોનું સર્વસ્વ હરણ કરવા પૂર્વક નીચોવી લઈ રાજ્યનું પાલન કરે છે અને સોટીથી મને વારંવાર ઊઠાડવાથી હે રાજન! તું રાજા વગેરેનો પુત્ર છે. તે આ પ્રમાણે- મોટા રાજ્યનું ન્યાયથી પાલન કરતો હોવાથી તું રાજપુત્ર છે એમ જણાય છે. જે રાજપુત્ર ન હોય તે આવા પ્રકારે નિર્દોષ રાજ્યની ધુરાના ભારને વહન ન કરી શકે. આ પ્રમાણે દાનથી ધનદપુત્ર છે, રોષથી ચંડાલપુત્ર છે, દંડથી ધોબીનો પુત્ર છે, સોટીના તાડનથી તું વીંછીનો પુત્ર છે, સર્વકાર્યો કારણને અનુસરનારા હોય છે, અર્થાત્ જેવું કારણ હોય તેવું કાર્ય થાય. (૭૪)