________________
ઉપદેશપદ : ભાગ-૧
આ પ્રમાણે બાર દૃષ્ટાંતો કર્મના બુદ્ધિમાં કહેવાયા છે. સૂત્રકાર સ્વયં પણ આને વિસ્તારથી કહેશે તેથી અહીં કહેવાતા નથી. (૪૭)
अथ पारिणामिकीस्वरूपमाहअणुमाणहेउदिटुंतसाहिया वयविवक्कपरिणामा । हियनिस्सेसफलवई, बुद्धी परिणामिया णाम ॥४८॥
अनुमानहेतुदृष्टान्तैः साध्यमर्थं साधयतीत्यनुमानहेतुदृष्टान्तसाधिका, इह लिङ्गिज्ञानमनुमानं स्वार्थमित्यर्थः । तत्प्रतिपादकं वचो हेतुः परार्थमित्यर्थः । अथवा ज्ञापकमनुमानं, कारको हेतुः, साध्यव्याप्तिप्रदर्शनविषयो दृष्टान्तः । अनुमानग्रहणादेवास्य गतत्वाद् व्यर्थमुपादानमिति चेत्, न, अनुमानस्य तत्त्वतोऽन्यथानुपपन्नत्वलक्षणकरूपत्वान्न गतार्थत्वं दृष्टान्तस्य । कालकृतो देहावस्थाविशेषो वय इत्युच्यते, ततस्तेन विपक्वः पुष्टिमानीतः परिणामोऽवस्थाविशेषो यस्याः सा वयोविपक्वपरिणामा । तथा "हियनिस्सेसफलवई' इति हितमभ्युदयस्तत्कारणं वा पुण्यं, निःश्रेयसो मोक्षस्तन्निबन्धनं वा सम्यग्दर्शनादि, ततस्ताभ्यां फलवती बुद्धिः पारिणामिकी नाम ॥४८॥
જે બુદ્ધિ અનુમાન હેતુ અને દાંતોથી સાધ્ય પદાર્થને સાધે છે તે અનુમાન-હેતુ-દૃષ્ટાંત સાધિકા બુદ્ધિ કહેવાય છે. અહીં લિંગનું જ્ઞાન તે અનુમાન છે, અર્થાત્ સ્વાર્થ અનુમાન. અનુમાનને જણાવનાર વચન (હેતુ) તે પરાર્થ છે. અથવા જ્ઞાપક છે તે અનુમાન છે અને કારક છે તે હેતુ છે. સાધ્ય-સાધનની વ્યાપ્તિનો વિષય (પદાર્થ) તે દગંત છે.
પ્રશ્ન- અનુમાનને ગ્રહણ કરવાથી (કહેવાથી) દૃષ્યતનું ગ્રહણ થઈ ગયું (કહેવાઈ ગયું) માટે દૃષ્ટાંતને અલગ કહેવું વ્યર્થ છે. - ઉત્તર– ના, તમારી વાત બરાબર નથી. દૃગંત નિરર્થક નથી કારણ કે પરમાર્થથી અનુમાન અન્યથાનુપયનત્વ લક્ષણ-એકરૂપ છે, અર્થાત્ હેતુ અને સાધ્યના અવિનાભાવ સંબંધને અનુમાન કહેવાય છે. અવિનાભાવ એટલે એક હોય તો બીજો અવશ્ય હોય અને બીજાના અભાવમાં પ્રથમનો અવશ્ય અભાવ હોય. જેમ કે ધૂમ હોય તો અવશ્ય અગ્નિ હોય અને અગ્નિનો અભાવ હોય તો ધૂમનો પણ અવશ્ય અભાવ હોય. ધૂમ-અગ્નિનો અવિનાભાવ સંબંધ છે.
કાલથી કરાયેલી શરીરની અવસ્થાવિશેષને વય કહેવાય છે. અને વયથી પરિપક્વ કરાયો છે પરિણામ (અવસ્થા વિશેષ) જેનો એવી પરિપક્વ પરિણામ. તથા હિત એટલે અભ્યદય અથવા તેનું કારણ પુણ્ય, નિઃશ્રેયસ એટલે મોક્ષ અથવા તેના કારણો સમ્યગ્દર્શનાદિ તેથી અભુદય અને