________________
૮૧
ઉપદેશપદ : ભાગ-૧ 'देवे' इति देवेन विहितौ बहिर्वृत्त्या कोपः अंतर्वृत्त्या च संतोषः कृत इत्यर्थः ॥३३॥ ततो ज्ञातवृत्तान्तेन लोकेन प्रशंसा कृता, यथा, सर्वज्ञशासनमीदृशं सुदृष्टं निपुणप्रज्ञापकनिरूपितमित्यनेनोल्लेखेन । ततो 'बोहिबीयाराहण' त्ति बोधिः पारगतगदितधर्मप्राप्तिः केषांचिज्जीवानां समभूत्, अन्येषां च बीजस्य सम्यग्दर्शनादिगुणकलापकल्पपादपमूलकल्पस्य देवगुरुधर्मगोचरकुशलमनो-वाक्कायप्रवृत्तिलक्षणस्याराधनं सेवनं समपद्यत। ‘एवं प्रस्तुतसूत्रप्रदानवत् 'सर्वत्र' प्रव्रज्यादानादौ सूत्रानुसारादेव मतिमतां च वर्त्तनं (? પ્રવર્તિનં)
વિતિ રૂા.
તે જ (દાંતને) બતાવે છે– | (ચંપા નગરી, ધન શ્રેષ્ઠી, સુંદરી, તામ્રલિપ્તિ નગરી, વસુ શ્રેષ્ઠી, નંદપુત્ર, શ્રાવક સંબંધ, સુંદરીનંદ પ્રીતિ, સમયે દરિયાપાર ગમન, વહાણનું તુટવું, ફલક પ્રાપ્તિ, કાંઠે પહોંચવું, પાણી માટે જવું, સિંહે નંદને ફાડી ખાધો, વાનર થયો, શ્રીપુર રાજા સુંદરીને લઈ ગયો. રાગ વિકારી પ્રાર્થના, સુંદરીએ અભિલાષા ન બતાવી, તે તે વિનોદ કથાથી રાખી, નંદનો જીવ વાનર વિવિધ વિનોદ માટે આવ્યો, વાનરનું મૃત્યુ, જાતિસ્મરણ, અનશન, દેવ, પછી વાનરનું રૂપ લીધું, વૃત્તાંતનું કથન, રાજાને બોધ, શ્રાવસ્તી નગરીમાં સિદ્ધાચાર્ય વૈક્રિય કોપ, અંદરથી સંતોષ, વૃત્તાંત જાણવાથી લોકની પ્રશંસા, બોધિ બીજ, આરાધના આમ સર્વત્ર જાણવું)
સૂત્ર દાનમાં સિદ્ધસેન આચાર્યનું દૃષ્ટાંત આજ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઇન્દ્રપુરીની જેમ સજ્જન પુરુષોના હૈયાને હરનારી, સતત પ્રવર્તતા છે પરમ મહોત્સવો જેમાં, શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરના વચનરૂપી ચંદ્રથી બોધ કરાયા છે ભવ્યજીવોરૂપી કુમુદના વનો જેમાં, લક્ષ્મીથી શોભિત જાણે સાક્ષાત્ ચક્રવર્તીની જયપતાકા ન હોય એવી એક ચંપા નામે નગરી હતી. પરાભવ કરાયો છે કુબેરનો ધનસમૂહ જેના વડે એવો, ત્યાંનો રહેવાસી, વિશિષ્ટ ગુણોથી યુક્ત એવો ધનશ્રેષ્ઠી તેમાં વસે છે. અને તેને તાપ્રલિખિ નિવાસી વસુનામના વણિકની સાથે સ્વાભાવિક મૈત્રી થઈ. જિનધર્મના પાલનમાં તત્પર, સુશ્રમણોના ચરણોના ભક્ત એવા તેઓના દિવસો પસાર થાય છે ત્યારે કોઈક પ્રસંગે અવિચ્છિન્ન પ્રીતિને ઈચ્છતા ધનશ્રેષ્ઠીએ વસુના પુત્ર નંદને પોતાની સુંદરી નામે પુત્રી આપી અને શુભમુહૂર્ત વિવાહ કર્યો. મોટી રિદ્ધિ આપીને ભુવનને આશ્ચર્યચકિત કર્યું. (૭)
હવે સુંદરીની સાથે પૂર્વ ઉપાર્જિત પુણ્યરૂપી વૃક્ષને ઉચિત એવા વિષય સુખના ફળને અનુભવતા નંદના દિવસો પસાર થાય છે. અત્યંત નિર્મળ બુદ્ધિ હોવા છતાં પણ જિનધર્મને સારી રીતે જાણેલો હોવા છતાં એક અવસરે તેને આવા સ્વરૂપવાળી ચિંતા થઈ. વ્યવસાયના