________________
૬૪
ઉપદેશપદ : ભાગ-૧ - દોષોના સેવનથી– જેવી રીતે રાહુમંડલ ચંદ્રને દૂષિત બનાવે તેવી રીતે, ચંદ્રકિરણોના સારભૂત સમૂહની સ્પર્ધા કરવાના સ્વભાવવાળા(=ચંદ્ર જેવા અતિશય નિર્મલ) જીવમાં મલિનતાને ઉત્પન્ન કરવાના કારણે જીવને દૂષિત બનાવે તે દોષો. પ્રબળ વેદોદય, અજ્ઞાનતા, ભય અને મોહ વગેરે દોષો છે. મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું એમ (નવરીતે) દોષોને આચરવાથી લાંબી કાયસ્થિતિ થાય છે.
ધીર પુરુષોએ– બુદ્ધિમાન પુરુષોએ. સદા- સર્વ અવસ્થાઓમાં.
ધર્મમાં–નિયમા એકેન્દ્રિય વગેરે જાતિમાં પ્રવેશને રોકનારા અને સંસારમાં ઉત્પન્ન થતા ઘણા દુઃખરૂપ અગ્નિને બુઝાવવા માટે પાણી સમાન ધર્મમાં. ધર્મનું સ્વરૂપ પૂર્વે (ત્રીજી ગાથામાં) કહ્યું છે.
સમ્યક પોતાની શક્તિનો વિચાર કરીને (મોક્ષ)માર્ગને અનુસરનારી પ્રવૃત્તિ કરવા વડે. પ્રયત્ન કરવો જોઈએ- સર્વ પ્રમાદસ્થાનોનો ત્યાગ કરીને ઉદ્યમ કરવો જોઇએ.
ભાવાર્થ- ધર્મબાઘચિત્તવાળા જીવોની અનેકવાર પ્રબળવેદોદય, અજ્ઞાનતા વગેરે દોષોના સેવનથી દીર્ઘકાયસ્થિતિ થાય છે. માટે બુદ્ધિમાન પુરુષોએ પ્રમાદનો ત્યાગ કરીને સર્વ અવસ્થાઓમાં પોતાની શક્તિનો વિચાર કરીને મોક્ષમાર્ગને અનુસારી પ્રવૃત્તિ કરવા વડે શ્રુતચારિત્ર ધર્મમાં ઉદ્યમ કરવો જોઈએ. (૧૮)
सम्यग् धर्मे यतितव्यमित्युक्तमथ सम्यग्भावमेव भावयन्नाहसम्मत्तं पुण इत्थं, सुत्ताणुसारेण जा पवित्ती उ । सुत्तगहणम्मि तम्हा, पवत्तियव्वं इहं पढमं ॥१९॥
'सम्यक्त्वम्'अवितथरूपता 'पुनरत्र' धर्मप्रयत्ने का इत्याह-'सूत्रानुसारेण या प्रवृत्तिः', तुशब्दोऽवधारणार्थो भिन्नक्रमश्चेति, ततः सूत्रानुसारेणैव सर्वज्ञागमानुसरणेनैव या चैत्यवन्दनादिरूपा प्रवृत्तिश्चेष्टा सम्यक्त्वम् । एवं सति यद् विधेयं तदाह-सूत्रस्य परमपुरुषार्थानुकूलभावकलापसूचकस्याऽसारसंसारचारकावासनिर्वासनकालघण्टाकल्पस्याऽऽवश्यकप्रविष्टादिभेदभाजः श्रुतस्य 'ग्रहणे' नष्टदृष्टेस्तल्लाभतुष्टिदृष्टान्तेनाङ्गीकरणे 'तस्मात्' कारणत् 'प्रवर्तितव्यम्', 'इह' यत्ने विधेयतया उपदिष्टे, 'प्रथमम्'आदौ। यतः "पढमं नाणं तओ दया, एवं चिइ सव्वसंजए । अन्नाणी किं વેદી, વિવી નાદી છેયપાવિ ?” સો નાઈ છા, તોડ્યા નાફ पावगं । उभयपि जाणई सोच्चा, जं छेयं तं समायरे ॥२॥" ॥१९॥