________________
ષોડશક પ્રકરણ - ૬
: योगदीपिका : दलविशेषमाह - दापि चेत्यादि।
दापि चेह - जिनभवनविधाने शुद्धं तद् ज्ञेयमिति गम्यं । यत्नानीतं देवतादीनां देव्यादीनामुपवनं समीपवत्ति वनं तदादेः प्रथमादिपदात्पुंदेवग्रहः द्वितीयादिपदात्तिर्यङ् - मनुष्य-सम्बन्धि-कानन-ग्रहः, तथा प्रगुणम्-अवक्रं, सारवत्-स्थिरं खदिरसारवत्, अभिनवं-प्रत्यग्रं न जीर्णम्-उच्च-अतिशयेन ग्रन्थ्यादिभिर्दोषै रहितं ॥८॥
सर्वत्र शकुन-पूर्वं, ग्रहणादावत्र वर्तितव्यमिति । पूर्ण-कलशादिरूपश्चित्तोत्साहानुगः शकुनः ॥९॥
: विवरणम् : "विधिना' इत्युक्तं तमेवाह - सर्वत्रेत्यादि ।
सर्वत्र-इष्टकादौ शकुनपूर्व-शकुनमूलंग्रहणादावत्र वर्तितव्यमिति-ग्रहणानयनादौ प्रवर्तितव्यं, नान्यथा, कः पुनः शकुन इत्याह-पूर्णकलशादिरूपो-जल-परिपूर्ण-घटदूर्वाभारोद्धृत-मृत्तिकादिरूपः । अयं च बाह्य इत्यान्तरपरिग्रहार्थं विशेषणमाहचित्तोत्साहानुगः शकुन:-मनःसमुत्साहमनुगच्छति यः स इति ॥९॥
: योगदीपिका : 'दलं विधिनाऽऽनीतम्' इत्युक्तं, तत्र विधिगतमेवाह-सर्वत्रेत्यादि।
अत्र जिनभवनलक्षण-महाकार्यारम्भे सर्वत्र-इष्टकादौ ग्रहणादौ-ग्रहणानयनादौ शकुनपूर्व-शकुनमूलं यथा स्यात्तथा प्रवर्तितव्यं नाऽन्यथा । कः पुनः शकुन इत्याह पूर्णकलशो-जलपरिपूर्णघटस्तदादिरूप आदिना दधिदूर्वाक्षत-भारोद्धृत-मृत्तिकादि-ग्रहणम्, अयं च बाह्य इत्यान्तरपरिग्रहार्थं विशेषणमाह-चित्तोत्साहानुगो-मनःप्रत्ययानुसारी शकुन:, इदमुपलक्षणं-गुरुवचनानुगतत्त्वस्याप्यन्यत्राऽऽत्मप्रत्यय-गुरुप्रत्यय-शकुन-प्रत्ययैस्त्रिधा शुद्धस्य कार्यस्य सिद्ध्युन्मुखत्वप्रतिपादनादिति द्रष्टव्यं ॥९॥ અતિભાર ઉપડાવીને પીડા થાય તે રીતે લાવેલી ન હોવી જોઈએ. જિનમંદિર માટે લાકડું પણ પ્રયત્ન પૂર્વક દેવ - દેવીઓનાં ઉપવનમાંથી અથવા એની નજીકમાં રહેલાં મનુષ્ય, તિર્યંચ સંબંધી જંગલમાંથી લાવેલું, વાકું નહીં પણ સીધું, ખેરના લાકડા જેવું સ્થિર, જીર્ણ નહીં પણ નવું અને બિલકુલ ગાંઠ વગેરે દોષોથી રહિત હોવું જોઈએ. ૮
જિનમંદિર બનાવવા માટે ઇંટ, પાષાણ, લાકડું વગેરે સામગ્રી વિધિપૂર્વક લાવવી જોઈએ એમ કહ્યું તેથી હવે તે વિધિ બતાવવામાં આવે છે.
ઈંટ વગેરે લેવા જવામાં અને યોગ્ય કિંમતથી ખરીદી કર્યા પછી લાવવામાં બધે જ શુકન જોવાં જોઈએ. પાણીથી ભરેલો પૂર્ણઘટ (કળશ), દહીં, દૂર્વા (એક પ્રકારનું