________________
ષોડશક પ્રકરણ - ૧
(१५) श्रोतुरुन्मार्गनयनं-भवगहने संसारकानने दारुणविपाकं वा, कुशीलतया महानर्थहेतुत्वप्रतिपादनात् ॥१४॥
हितमपि वायोरौषधमहितं तत् श्लेष्मणो यथाऽत्यन्तम् । सद्धर्मदेशनौषधमेवं बालाद्यपेक्षमिति ॥१५॥
विवरणम् : कथं पुनर्देशना स्वरूपेण समयोक्तत्वेन सुन्दराऽपि सती परस्थाने पापमित्याहहितमित्यादि।
हितमपि - योग्यमपि वायोः - शरीरगतस्य वातस्य औषधं - स्नेहपानादि अहितं तदेवौषधं श्लेष्मणो यथाऽत्यन्तं भवति तत्प्रकोपहेतुत्वेन, सद्धर्मदेशनौषधं - स्वरूपेण सुन्दरमपि तदवज्ञानहेतुत्वेन एवमहितं बालाद्यपेक्षमिति - बालमध्यमबुद्धिबुधापेक्षम् । तस्मात्तदपायभीरुणा तद्धितप्रवृत्तेन च गुरुणा तेषां भावं विज्ञाय देशना विधेयेति शास्त्रोपदेशः ॥१५॥
: योगदीपिका: समयोक्तत्वेन स्वरूपतः शोभनाया अपि देशनायाः परस्थानेऽहितत्वे दृष्टान्तमाहहितमित्यादि।
तत्-प्रसिद्धमौषधं स्नेहपानादि वायो:-शारीरवातस्य सात्म्यापादकत्वेन हितमपि यथा श्लेष्मणोऽत्यन्तमहितं भवति तत्प्रकोपहेतुत्वाद्, एवं सद्धर्मदेशनौषधं मध्यमादियोग्यं बालाद्यपेक्षं तदज्ञानहेतुतया स्वरूपतः सुन्दरमप्यहितं भवति । तस्मात्तदपायभीरुणा तद्भावं विज्ञाय देशना विधेयेत्युपदेशः ॥१५॥
માર્ગને બદલે ઉન્માર્ગે ખેંચાઈ જાય છે અને જીવો અપરિણત કે અતિપરિણત બને છે. એ ઉપદેશના આધારે ધર્મની વિપરીત પ્રવૃત્તિ કરી, જીવો સંસારમાં ભટકે છે, એથી બંધાયેલા અશુભકર્મનું કટુફળ ભોગવે છે. ૧૪
સ્વરૂપે ધર્મદેશના શાસ્ત્રીય - સારી હોવા છતાં, પરસ્થાનમાં અપાય તો નુકશાનકારક થાય છે.
જેમ વાયુના દરદીને હિતકારી ઔષધ, શ્લેષ્મ-કફના દરદીને આપવામાં આવે તો, લાભ કરવાને બદલે ઊલટો શ્લેષ્મ-કફનો પ્રકોપ થાય છે; એમ મધ્યમ આચારવાળા અથવા તો શુદ્ધચારિત્રના ગવેષક મધ્યમજીવને, બાળયોગ્ય ઉપદેશ આપવો અથવા પ્રાથમિક આચારનું પણ જેનામાં ઠેકાણું નથી એવા બાળજીવોને, ઊંચાં તત્ત્વોનો ઉપદેશ આપવો હિતકારી ન ગણાય ; માટે તે તે કક્ષાના જીવોને સમજીને કક્ષા પ્રમાણે દેશના આપવી એ શાસ્ત્રનો ઉપદેશ છે. ૧૫