SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. નિર્જરાભાવના-ગીત | શ્લોક-૩-૪ ૧૦૯ છે અને તેવા તપને તે નિર્મલભાવથી સેવ=જે પ્રકારે ભગવાનનું આગમ તે તપ કરવાનું કહે છે તે પ્રકારના નિર્મલભાવથી તે તપનું તું સેવન કર જેથી સર્વ ઇષ્ટની પરંપરાની પ્રાપ્તિ થાય. આ પ્રકારે ભાવન કરીને મહાત્મા શુદ્ધતપ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત પોતાના આત્મામાં પ્રગટ કરવા અર્થે યત્ન કરે છે. Jai શ્લોક : अनशनमूनोदरतां वृत्तिहासं रसपरिहारम् । भज सांलीन्यं कायक्लेशं, तप इति बाह्यमुदारम् ।।विभावय० ४।। શ્લોકાર્ચ - અનશન, ઊનોદરતા=ઊણોદરી, વૃતિનો હાસ, રસનો પરિહાર, સંલીનતા સંતીનપણું, કાયક્લેશ, એ પ્રકારનો ઉદાર એવો બાહ્યતપsઉત્તમ આશયવાળો એવો બાહ્યતપ. તું ભજનસેવન કર, IIII ભાવાર્થ : પૂર્વમાં તપ કેવા માહાસ્યવાળો છે તેનું ભાવન કરીને મહાત્મા શુદ્ધતપ પ્રત્યે પક્ષપાતવાળા થાય છે. ત્યાર પછી ભગવાનના શાસનમાં કહેલા બાહ્યતાને સ્મૃતિમાં લાવીને તે તપ કરવા માટે આત્માને ઉત્સાહિત કરે છે અને વિચારે છે કે અનશન આદિ છ પ્રકારરૂપ બાહ્યતપ ભગવાને કહ્યો છે, જેમાંથી બાહ્ય આહારનો ત્યાગ કરીને ઉપવાસ આદિ દ્વારા અનશન તપ કરે છે ત્યારે આત્માનો અણાહારી સ્વભાવ છે તે પ્રકારે ભાવન કરે છે અને ક્ષુધા લાગે કે તરત જીવને સ્વભાવથી જ આહાર ગ્રહણ કરવાની વૃત્તિ થાય છે તે વૃત્તિના ઉચ્છેદને અનુકૂળ સર્વીર્યનો સંચય કરે છે જેથી સુધારૂપ નિમિત્તને પામીને આહાર કરવાના અભિલાષરૂપ સંજ્ઞા ઉલ્લસિત થાય નહિ. અને સુધા-અક્ષુધા પ્રત્યે સમભાવનો પરિણામ ઉલ્લસિત થાય તે પ્રકારે મહાત્મા અનશન તપ દ્વારા આત્માને ભાવિત કરે છે. વળી, જીવ સ્વભાવે જ અનશન તપ કરવાની વૃત્તિથી તપ કરે છે છતાં આહાર વાપરવા બેસે ત્યારે સુધા અનુસાર આહાર કરીને તૃપ્તિનો અનુભવ કરે છે ત્યારે પુગલની પુષ્ટિથી આનંદ થાય તે પ્રકારના મોહનો પરિણામ થાય છે તે પ્રકારના મોહના પરિણામનાં પરિવાર અર્થે મહાત્મા દેહના પાલન અર્થે પણ આહાર આવશ્યક જણાય ત્યારે શરીર માટે ઉપકારક થાય એટલો પરિમિત આહાર ગ્રહણ કરીને ઊણોદર તપ કરે છે. આથી જ સાધુને સંયમના યોગો સીદાતા ન હોય તો સુધાની અપેક્ષાએ ચોથાભાગનો આહાર કરીને પણ એટલા પરિમિત આહારથી ભોજન કરીને ઊણોદરીતપમાં યત્ન કરવાની વિધિ છે અને અંતે શક્તિ અનુસાર કાંઈક અલ્પ આહાર ગ્રહણ કરીને મહાત્મા ઊણોદરીતપ પ્રત્યે પક્ષપાત કરે છે જેથી અલ્પ આહારને કારણે દેહ કાંઈક શિથિલ જણાય તોપણ અંતરંગવીર્યના બળથી સર્વ ક્રિયાઓમાં ઉદ્યમ કરીને આહાર પ્રત્યેના અને આહારજન્ય શાતા પ્રત્યેના નિર્મમભાવને પ્રગટ કરવાનો યત્ન કરે છે. વળી, આહાર વાપરવાનો પ્રસંગ હોય ત્યારે જે જે ઉપલબ્ધ હોય તેમાંથી પોતાને અનુકૂળ છે તે બુદ્ધિથી
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy