SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શાંતસુધારસા શ્લોકાર્ચ - ઘન પણ ઘનાઘનપટલી=ઘન પણ મેઘની ઘટા, ખરપવનથી ઉગ્ર પવનથી, વિરામને પામે છે. તે પ્રમાણે તપ વડે દુરિતની શ્રેણી=પાપોની શ્રેણી, ક્ષણભંગુર પરિણામને પ્રાપ્ત કરે છે. રા. ભાવાર્થ : વળી, મહાત્મા તપનો મહિમા વિભાવન કરતાં વિચારે છે કે જેમ નિબિડ એવા મેઘનો સમૂહ જે તત્કાલ વર્ષા કરવા માટે સમર્થ હોય તેવો મેઘ પણ ઉગ્ર ગતિમાન પવન વાવા માંડે તો વિખરાઈ જાય છે તેમ અનાદિકાળથી જીવે ઘણાં પાપો બાંધીને પાપોના પ્રવાહને ચલાવે તેવી પાપોની શ્રેણી ઊભી કરેલ છે. છતાં જો અંતરંગ વિવેક જાગ્રત થાય તો વિવેકપૂર્વકનો તપ તે પાપની શ્રેણીને ક્ષણભંગુર પરિણામવાળી કરે છે. માટે સંચિત થયેલાં પાપોથી ભાવિમાં થવાની કદર્થનાનો વિચાર કરીને તેના નિવર્તનનાં એક ઉપાયરૂપ માર્ગાનુસારી તપમાં તું પ્રયત્ન કર, જેથી ભાવિના અનર્થની પરંપરાનું વિસર્જન થાય. આ રીતે ભાવન કરીને મહાત્મા માર્ગાનુસારી તપને અનુકૂળ પોતાનું બલ સંચય થાય તેવો યત્ન કરે છે. શા શ્લોક :'वाञ्छितमाकर्षति दूरादपि, रिपुमपि व्रजति वयस्यम् । तप इदमाश्रय निर्मलभावादागमपरमरहस्यम् ।।विभावय० ३।। શ્લોકાર્ચ - જે તપ દૂરથી પણ વાંછિતનું આકર્ષણ કરે છે, જે તપથી શત્રુ પણ મિત્રપણાને પામે છે, આગમના પરામરહસ્યરૂપ આ તપનો નું નિર્મલ ભાવથી આશ્રય કર. II ભાવાર્થ-, સમ્યગુ રીતે સેવાયેલો તપ પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરાની પ્રાપ્તિ કરાવે છે તેથી તે તપ દૂરથી પણ વાંછિતનું આકર્ષણ કરે છે અર્થાતુ જે વાંછિત ફળની પ્રાપ્તિની સંભાવના પણ દેખાતી ન હોય તેવા પણ વાંછિત ફલને તે તપ શીધ્ર ખેંચી લાવે છે, કેમ કે ઉત્તમ અધ્યવસાયથી બંધાયેલા પુણ્યને માટે કોઈ વસ્તુ અસાધ્ય નથી. જેમ તે તપથી મહાત્માને નિર્જરા થાય છે તેમ મોક્ષની પ્રાપ્તિ સુધી ઉત્તમ સામગ્રીનું આકર્ષણ કરે તેવું પુણ્ય પણ બંધાય છે તેથી તે ઉત્તમ પુણ્યના બળથી સુખપૂર્વક સર્વ વાંછિતની પ્રાપ્તિ થાય છે. વળી, તે તપના સેવનથી બંધાયેલા ઉત્તમકોટીના પુણ્યથી પૂર્વમાં જે પોતાનો શત્રુ હોય છે તે પણ મિત્રભાવને પામે છે. આથી જ ભૂતકાળમાં બંધાયેલી પાપપ્રવૃત્તિ પણ તે તપના સેવનથી પુણ્યરૂપે રૂપાંતર થઈને આવે છે તેથી શત્રુરૂપ જ તે પાપ મિત્રનું કાર્ય કરે છે. વળી તપ એ ભગવાનના આગમનું પરમરહસ્ય છે; કેમ કે કર્મનિર્જરાની પ્રાપ્તિ દ્વારા કર્મની વિડંબનાથી આત્માને મુક્ત કરવો એ જ ભગવાને જે કાંઈ ઉપદેશ આપ્યો છે તેનું રહસ્ય છે. તેથી કર્મથી મુક્ત કરનાર એવો તપ ભગવાનના આગમનું પરમરહસ્ય
SR No.022104
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy