SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ મૂળશુદ્ધિ ભાગ-૧ પ્રાણીઓનો ક્ષય કરનાર છે. જેમાંથી જાગવાનું નથી એવી નિદ્રા સમાન, આ આળસ વગરનો સંનિપાત છે. ઉપદ્રવ કરનાર છતાં વિનાયક, અબુધ જન સેવિત (મૂર્ખ જનોથી) સેવિત છતાં આ ગ્રહ વર્ગ છે. બુધાદિ ગ્રહોની સેવા-પૂજા પંડિત પુરુષો કરે છે, એટલે શોકપણ એવો ગ્રહ છે કે તેના પાશમાં પડેલો કયોરેય પાર પામતો નથી. આ યોગ વિના ઉપજેલ જયોતિરૂપ છે. સ્નેહથી (સ્નિગ્ધ ભોજનથી) વાયુનો પ્રકોપ થાય, માનસ પ્રવૃત્તિથી જ્યારે અગ્નિ ઉઠે, ઠંડા-ભીનાશથી રજો ગુણનો ક્ષોભ થાય, રસથી અતિશોષ રાગથી આયુ ઘટે છે. જ્યારે શોકથી સંતપ્ત માનવ માનસ સંતાપ, ચિંખેદ, વિવિધ આપત્તિઓ, મરણ અને ધર્મ-અર્થ -કામ ત્રણે વર્ગની હાનિ ને મેળવે છે. ણિદિણ : એટલે ભાવ પ્રધાન વિવલા હોવાથી કોઈપણ જાતનું કામ નહિ કરવું. કહ્યું છે કે ... જે કાર્ય કરવામાં સમર્થ નથી તેવો રૂપવાન પુરુષ પણ પોતાનાં સ્નેહી બંધુજનોથી નિંદા પામે છે. - દીનત્વ: નિસત્ત્વપણું, - લાચારી – જ્યાં કોઈ કામ જાતે કરવાની હિંમત ન હોય, જે માનસિક અને શારીરિક દુઃખનું કારણ છે. કહ્યું છે કે - “ો પિતાશ્રી ! હે ભાઈ! હો મામા ! હો કાકા ! હે પુત્ર ! હે ભાણેજ ! અમારા કાર્યને કરી આપોને” એમ દિન માણસ (લલિ) ખુશામત કરે છે. ર૨ // ૨૩ “પૂજા કરનારને આવી દુઃખ વિડંબના હોતી નથી,” એ કહ્યું. હવે તે કેવો બને તે જણાવે છે. भवे पुणोऽसेससुहाण ठाणं, महाविमाणाहिवई सुरेंदो । तओ चुओ माणुसभोगभागी, रायाहिराया व धणाहिवो वा ॥२४॥ कलाकलावे कुसलो कुलीणो, सयाणुकूलो सरलो सुसीलो । सदेवमच्चा-ऽसुरसुंदरीणं, आणंदयारी मण-लोयणाणं ॥२५॥ ગાથાર્થજિનપૂજા કરનાર આલોકમાં બધા સુખોનું ભાન બને છે. અને પરલોકમાં મહાવિમાનાધિપતિ સુરેન્દ્ર થાય છે. ત્યાંથી એવી મનુષ્ય સુખનો ભોગી ચક્રવર્તી રાજા કે ધનાધિપતિ બને; સાથોસાથ કલાકલાપમાં કુશળ, ઉત્તમ કુલવાળો, સ્વજનોને સજ્જનોને અનુકૂલ, સરલસ્વભાવી, સુશોભનસ્વભાવવાળો, દેવ મનુષ્ય – ભવનપતિ વિ. ની સ્ત્રીઓને તેમજ મન અને ચક્ષુ ને આનંદકારી થાય છે. સુરાસુરની દેવીઓને આનંદ આપનાર તરીકે ભરતચક્રીનું દષ્ટાંત છે. જેમ ભરતચક્રી ગંગાદેવીને આનંદ દાયક બન્યા. અનુરાગને પરવશ થયેલી ગંગાદેવી સાથે રતિસુખ ભોગવતા તેણીનાં ભવનમાં ઘણો કાળ વ્યતીત કર્યો. તેમજ સ્ત્રીરત્નાદિ અન્યરાણીઓને પણ આનંદ આપતો ઉદારભોગથી પ્રાપ્ત લક્ષ્મીને ભોગવે છે. કેમકે તે ભારતના જીવે પૂર્વભવમાં રોગથી પીડિત સાધુનો રત્નકંબલ, ગોશીષ ચંદનથી ઉપચાર કર્યો હતો. રત્નકંબલના વેચાણમાંથી દેરાસર બનાવ્યું હતું. તેમ જિનબિમ્બ ભરાવી સ્થાપના કરી (ગાદીનશીન) કરી અને તેમની ભક્તિ કરવા દ્વારા જીવ અનુપમ ફળને મેળવે છે. એટલે સુખની પરંપરાને પેદા કરનાર એવું અતુલ ફળ પ્રાપ્ત થાય છે, તેમ તમે સમજો ! જાણો ૨૪ / ૨૫ . . એમ જિનબિમ્બને ઉચિત કાર્ય-પૂજાદિ કરવાનું જે ફળ મળે તે બતાવી હવે ઉપદેશ આપવા
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy