SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સાથે પ્રકરણનો ઉપસંહાર કરે છે. कारेज्ज तम्हा पडिमा जिणाणं, ण्हाणं पइठ्ठा बलि पूय जत्ता । अण्णच्चयाणं च चिरंतणाणं, जहारिहं रक्खण वद्धणं ति ॥ २६ ॥ ગાથાર્થ : જિનેશ્વરની પ્રતિમા ભરાવવી, તેમની પૂજા, બલિયાત્રા, અભિષેક પ્રતિષ્ઠા કરાવવી અને અન્યે ભરાવેલી પ્રાચીન પ્રતિમાઓનું યોગ્ય રીતે રક્ષણ અને વર્ધન (નિર્મલ) કરવું. પ્રતિમા ભરાવ્યા પછી સ્નાત્ર વિ. કરવું. કહ્યું છે કે... ગાન્ધર્વ નૃત્ય સાથે નન્દીના જ્યઘોષથી દિશાઓ પૂરી સદ્ગુણનું પાત્ર એવું સ્નાત્ર જિનેશ્વરનું કરો. પઇટ્ઝ - પ્રતિષ્ઠા પૂર્વે કહેલ વિધિથી ભરાવેલ પ્રતિમાઓની આકાર શુદ્ધિ કરી સ્નાત્રપૂર્વક મન્ત્રાદિનો ન્યાસકરવો. બર્લિ - વિવિધ નૈવેદ્યરૂપ બલિ પ્રભુ આગળ મૂકવું. યાત્રા : જિનકલ્યાણકભૂમિ વગેરેમાં કલ્યાણક સમયે (તીથિએ) શાશ્વતી અઢાઇ પ્રસંગે જવું. ૮૯ કહ્યું છે કે - જિનેશ્વરને ઉદ્દેશીને જે યાત્રા મહોત્સવ કરાય, તે જિનયાત્રા કહેવાય. તે યાત્રા દરમ્યાન દાનાદિ કરવાનું વિધાન છે. યથાશક્તિ દાન, ઉપધાનતપ, શરીર શણગાર, ઉચિતગીત, વાજિંત્ર, સ્તુતિ, સ્તવન, નાટક ઇત્યાદિ કરવા. યાત્રાના પ્રસ્તાવે આ સર્વ તે રીતે કરવું જોઇએ, જેમ જિનશાસનનાં અગ્રણી ગુરુદેવવડે રાજા જોવા યોગ્ય અને શિખામણ આપવા યોગ્ય બને. એટલે કે રાજા પણ ગુરુદેવના દર્શને આવે અને ઉપદેશ સાંભળે – જેમ પંચાશક ગ્રન્થમાં કહ્યું છે કે હે મનુષ્ય શિરોમણિ ! મનુષ્ય રૂપે બધા મનુષ્યો સમાન હોવા છતાં કોઈ જીવ પુણ્ય કર્મના ઉદયથી મનુષ્યોનો સ્વામી રાજા બને છે. આ જાણીને ધર્મમાં પ્રયત્ન કરવો જોઇએ. (૧૨૦) લોકોનાં ચિત્તને હરણ કરનારી મનુષ્ય અને દેવલોક સંબંધી સઘળી સંપત્તિનું કારણ ધર્મ છે. (આનાથી ધર્મનું સાંસારિક ફળ બતાવ્યુ) અને ધર્મજ સંસારરૂપ સાગરને તરવા માટે જહાજ સમાન છે. (આનાથી ધર્મનું મોક્ષ ફળ બતાવ્યું.) (૧૨૧:) સર્વે કોઈનું ઉચિત કાર્ય કરવાથી શુભ (પુણ્યના અનુબંધવાળો) ધર્મ થાય છે. જિનયાત્રા વડે વીતરાગ સંબંધી ઉચિતકાર્ય કરવાથી શ્રેષ્ઠ શુભ ધર્મ થાય છે. કારણ કે વીતરાગ સમસ્ત જીવોથી અધિક ગુણોવાળા હોવાથી યાત્રાનો વિષય : પારમાર્થિક છે. અર્થાત્ વીતરાગની યાત્રા કરવી તે શ્રેષ્ઠ છે, કા.કે. પ્રભુ સર્વ જીવોથી અધિક ગુણવાળા હોવાથી સર્વોત્તમ છે. (૧૨૨) જિનનાં જન્મ આદિ પ્રસંગે બધા જીવો સુખી જ હતા આનંદમાં જ હતા. તેથી હે મહારાજ ! હમણાં પણ જિનયાત્રામાં અમારીનું પ્રવર્તન કરાવીને બધા જીવોને અભયદાન આપવા દ્વારા સુખી કરો. (૧૨૩) આચાર્ય ન હોય અથવા આચાર્ય હોય પણ રાજાને મળવા આદિ માટે સમર્થ ન હોય તો શ્રાવકોએ પણ રાજકુલમાં પ્રસિદ્ધ રીત-રિવાજ મુજબ રાજાને મળવું અને (સમજાવીને) તેની પાસે જીવહિંસા બંધ કરાવવી. જો (સમજાવવાથી) રાજા આ કાર્ય કરવા ન ઇચ્છે તો તેને ધન આપીને પણ આ કાર્ય કરાવવું. (૧૨૪)
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy