SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ પરમાત્માઓને નમસ્કાર કરે છે પોતે અથવા બીજાએ કરાવેલી તે પ્રતિમાઓનું શું કરવું જોઈએ. તે માટે ઉત્તરાર્ધ રજૂ કરે છે. कुज्जा महग्घेहिँ महारिहेहि, अट्ठप्पगारा पडिमाण पूया ॥२०॥ ગાથાર્થ – મહબ્બેહિ - મહામૂલ્ય, મહરિહેહિ – ગૌરવશાળી વિશેષ પ્રકારે ઉચિત એવાં દ્રવ્યોથી અષ્ટપ્રકારે પ્રતિમાની પૂજા કરવી જોઈએ રવા पुप्फेहि गंधेहिँ, धूवेहिँ दीवेहिँ य अक्खएहि । णाणाफलेहिं च घणेहिं णिच्चं, पाणीयपुण्णेहिँ य भायणेहिं ॥२१॥ ગાથાર્થ – સુગંધિત પુષ્પ, સુગન્ધિત ગન્ય, ચન્દન વિ. ધૂપ દીપ, અક્ષત, વિવિધફળ, ઘીજલપૂર્ણ પાત્ર, કળશ વિ. થી પૂજા કરવી જોઈએ. વિશેષાર્થ – કહ્યું છે કે સ્વચ્છ, વિકસિત તેમજ જેમાંથી ઘણી સુગંધ નીકળી રહી છે એવાં. ગૂંથણીના સૌન્દર્યથી રમ્ય, તેની ગંધમાં લુબ્ધ બનેલાં ભમતાં ભ્રમર સમૂહનાં ગુંજનથી શબ્દમય બનેલા, પરાગવાળા અને જલકણથી શોભિત એવા પુષ્પોથી રોમાશ્ચિત શરીરવાળા, પુણ્યશાળીઓ આદરપૂર્વક હંમેશા જિનબિમ્બને પૂજે છે. જાયફળ, ઈલાયચી, ચંદન વિ. ના ચૂર્ણથી બનેલો હોવાથી સ્પષ્ટ ગંધવાળા, કપૂરના પાણીથી અવિવાસિત એવાં વાસક્ષપથી પુણ્યશાળીઓ જિનેશ્વરને પૂજે છે. પૂજાનાં ઉત્તમ સાધનોથી ઉત્તમભાવ જાગે છે. અને સજ્જન પુરુષોને આ ઉત્તમ દ્રવ્યોનો આનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ સુન્દરતર ઉપયોગ નથી. જો સુગન્ધિત પુષ્પોનો અભાવ હોય કે ખરીદવાની શક્તિ ન હોય તો યથાસંભવ દ્રવ્યથી કરાતી પૂજા પણ ગુણકારી થાય છે. કહ્યું છે કે... સફેદ કમલના પત્રોથી અને નદીનાં પાણીથી જિનેન્દ્રની પૂજા કરવાથી ધન્યા કલ્યાણ પરંપરાને પામીને મોક્ષમાં ગઈ., આ કથા મુગ્ધજનોનો પૂજામાં ભાવ પ્રકર્ષ = વધારો પ્રતિપાદન કરવાના હેતુથી લખાય છે. (ધન્યાકથાનક) આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મહોદય નદીની નજીકમાં શ્રીવર્ધન નામે નગર છે. ત્યાં ગર્વિષ્ઠ શત્રુરૂપી મત્ત હાથીનાં ગંડસ્થલને ભેદવામાં સમર્થ પ્રકૃષ્ટ હૃષ્ટપુષ્ટ સિંહ સમાન શ્રીવર્મ નામે રાજા છે. તેન સઘળાં અંતપુરમાં પ્રધાન, રતિનાં રૂપ લાવણ્યનો તિરસ્કાર કરનારી, શ્રીકાંતા નામે મહાદેવી પટ્ટરાણી છે. જન્માંતરમાં ઉપાર્જિત પુણ્ય પ્રકર્ષથી પ્રાપ્ત વિશિષ્ટ વિષયસુખ અનુભવતાં તેઓનો સમય સરકી રહ્યો છે. એકવાર રાણીએ ફળફુલથી શોભિત અને પોતાની કાંતિથી સર્વ વનલતાઓને જેણે ઝાંખી પાડી દીધી છે એવી કલ્પલતાને સ્વપ્નમાં દેખી અને જાગી. વિધિપૂર્વક રાજાને સ્વપ્ન કહી સંભળાવ્યું. રાજાએ કહ્યું કે હે દેવી ! તારે સર્વ સ્ત્રીઓમાં પ્રધાન અને ત્રણ લોકનો ઉપકાર કરનારી પુત્રી થશે. દેવી પણ – “એ પ્રમાણે હો !” એ રીતે સ્વપ્નફળને અભિનંદીને સ્વસ્થાને ગઇ. તે દિવસથી
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy