SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ દ્રષ્ટાંત કહે છે. દેવાનંદની કથા આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વત્સદેશનાં શણગારભૂત કૌશામ્બી નામે નગરી છે, તેમાં મહાધનવાન ધનદત્ત શ્રેષ્ઠિ છે. તેને રૂપાદિ ગુણસમૂહથી સુશોભિત જીવાદિ તત્ત્વને જાણનારી, જિનસાધુના ચરમકમળમાં મધમાખની જેમ રત રહેનારી, દેવકી નામની કન્યા છે. તે ઘર ઉપર દડાથી રમતી હતી ત્યારે પાટલિપુત્રથી આવેલાં ભિક્ષુ ભક્ત શ્રીદત્ત શેઠનાંપુત્ર દેવાનંદે દેખી કામદેવના બાણના પ્રહારથી વ્યાકુલ થતાં મનવાળા એણે ચિંતવ્યું.... અહો ! કેવું જોરદાર રૂપ ! અહો કેવી કલાની કુશલતા ! તેથી આને પરણું. તેથી તેને વરવા પ્રધાન માણસો મોકલ્યા. પણ અન્યધર્મ જાણી પિતાએ ના પાડી. ત્યારે દેવકીના લોભથી તે કપટી શ્રાવક બન્યો. પણ સતત સિદ્ધાંત સાંભળવા વિ. થી સમ્ય રીતે ધર્મ પરિણત થઈ ગયો. મેરુ જેવો ધર્મમાં નિશ્ચલ થયો. ત્યારે પિતાએ દેવકી આપી. • મોટા ઠઠથી લગ્ન થયા, તેને લઈ પોતાના નગરે ગયો, સ્વનગરે જઈ માતપિતા અન્યધર્મી હોવાથી જુદા ઘરે રહેવા લાગ્યા. જિનપૂજા, વંદન, સ્નાન, યાત્રા, બલિકર્મ ઈત્યાદિમાં નિરત, સ્વાધ્યાય. ધ્યાનમાં તત્પર અને સાધુ સાધ્વીની પાત્રમાં ભક્તિથી દાન આપતાં (વહોરાવતાં) પોતાનો કાળ પસાર કરે છે, પણ કુતીર્થિકોને દાન વંદનાદિ કરતાં નથી. ત્યારે ભિક્ષકોએ તેનાં માતાપિતાને પૂછ્યું કે “તમારો પુત્ર પાકો ભક્ત હોવા છતાં અમારી પાસે કેમ આવતો નથી.” ત્યારે માત-પિતાએ સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. ભિક્ષુએ કહ્યું તમે કોઈ પણ રીતે એકવાર મારી પાસે લઈ આવો. માતપિતાએ દેવાનંદને કહ્યું કે અમારા આગ્રહથી પણ આજે તારે આવવું પડશે. ત્યારે ગુરુ નિગ્રહનો આગાર જાણી ત્યાં ગયો. તેમને એક મંત્રિત ફળ આપ્યું. અને પૂર્વનાં અભ્યાસે ખાઈ ગયો. તેથી ભાવ પરિવર્તન પામ્યા, એ ઘેર આવીને પોતાનાં માણસોને ભિક્ષુઓ માટે ભોજન બનાવવાનો આદેશ કર્યો. ત્યારે હૃષ્ટપુષ્ટ થયેલાં તે માણસોએ તે પ્રમાણે કરવાની શરૂઆત કરી. ત્યારે દેવકીએ પતિનું ચલચિત્ત જાણી ગુરુ પાસે જઈ સર્વ હકીકત કહી. ગુરુએ પ્રતિયોગ આપ્યો અને દેવકીએ દેવાનંદને આપ્યો. તેથી સ્વભાવસ્થ થયો. ત્યારે ભોજન દેખીને કહ્યું આ શું? માણસોએ કહ્યું તમે ભિક્ષુઓ માટે ભોજન તૈયાર કરાવ્યું છે ને. તેણે કહ્યું હું જિનસાધુને મૂકીને અન્યને ધર્મ માટે દાન આપતો નથી. ત્યારે દેવકીએ સર્વ પરમાર્થ કહ્યો. ત્યારે અરેરે ! ગુરુ નિગ્રહથી હું થોડોક પતિત થઈ ગયો. એમ કહેતાં આ બધુ પ્રાસુક, શુદ્ધ એષણીય છે.” એમ વિચારી મુનિઓને વહોરાવ્યું. આ રીતે વડિલના આગ્રહથી કાંઈક અકથ્ય સેવતા સમકિત દર્શનમાં અતિચાર લાગતો નથી. પરંતુ આવા ગુરુઓ કેટલા હશે? એમ માની પહેલાથી જ ન કરવું. I/૧રા મૂળદ્વારની ગાથામાં છિડકાદ્વાર વર્ણવી દીધું છે, હવે સ્થાનક દ્વાર કહે છે..
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy