SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ૭૫ કેડથી ધારી દેવનાં પગમાં પાડ્યો. ત્યારે જિનદેવ વિચારવા લાગ્યો, સંસાર વાસને ધિક્કાર હો. જ્યાં આવી વિડંબના થાય છે. તેથી ઘેર જઈને દીક્ષા લઈશ. પછી વસંતપુર જઈ દીકરીને ઘેર લાવી મોટાપુત્રને ઘરનો ભાર સોંપી દીક્ષા લીધી. નિષ્કલંક સંયમ પાળી, સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયો. ત્યાંથી આવી “ક્ષિતિપ્રતિષ્ઠિત, નગરમાં રાજપુત્ર થઈ મોક્ષે જશે. જિનદેવકથા પૂરી” ઉપનય સર્વ ઠેકાણે જાતે સમજી લેવો. હવે દેવાભિયોગ આગાર બતાવે છે... (કુલપુત્રની કથા) એક ગામમાં એક કુલપુત્ર રહે છે. તે સાધુના સંસર્ગથી શ્રાવક થયો. તેથી પૂર્વપરિચિત દેવતા વિ.ની પૂજા બંધ કરી અને મહાપૂજા કરીને ત્રણે કાળ જિનેશ્વરને વાંદે છે. તેઓના બળિ સ્નાત્ર યાત્રા મહોત્સવ દરરોજ કરે છે. ભરપૂર ભક્તિભાવથી | રાશિથી વિકસિત રોમરાજીવાળો, ખીલેલા મુખકમલવાળો, આનંદ પ્રવાહથી પૂર્ણ પ્રયોજનવાળો, હું ધન્ય છું. હું કૃતપુણ્ય છું. એવી ભાવનાથી સુદેવ, સુગુરુની ભક્તિ કરવા લાગ્યો. તે દેખી એક પૂર્વપરિચિત દેવી કોપાયમાન થઈ અને પૂજોપચાર માંગ્યા. તેણે કહ્યું કે હે કટપૂતના ! હું તારાથી ડરતો નથી. તે સાંભળી દેવી ઘણી રોષે ભરાઈ, અને ગાયો સાથે તેના પુત્રનું અપહરણ કર્યું. તેણે ઘણી શોધખોળ કરી પણ ક્યાંય જોવામાં ન આવ્યો. તેથી તે આકુળ થયો. એ અરસામાં દેવીએ એક ડોશીને ભૂતાવિષ્ટ કરી, કુલપુત્રના) શરીરને ઉછાળ્યું વાળો કંપાવ્યા, હથેળી ઉખેડી નાંખી અને ભૂમિ પીઠ થપથપાવીને કહેવા લાગી. જો હજી પૂજા નહિ કરે તો આનાથી વધારે દુઃખ પામીશ. છતાં તે નિશ્ચલ રહ્યો તેનો નિશ્ચય જાણી દેવીએ પત્તિય ખંડ = પત્નીનો ભોગ | વિશ્વાસનો ભાગ આપવાની વાત કરી. ત્યારે દેવાભિયોગ જાણી તેનો સ્વીકાર કર્યો. અને કહ્યું કે તું જિનપ્રતિમાની નીચે રહીશ તો પૂજા કરતા તેને પણ નાંખીશ. ત્યારે દેવી ગાયો સહિત પુત્રને પાછો લાવી આપે છે. એ પ્રમાણે નિષ્કલંક સમકિત પાળી જીવનનો અંત થતા દેવલોક ગયો. (ઈતિકુલપુત્ર કથાનક સમાપ્ત) - કાંતારવૃત્તિ - લોકોની અવરજવર વગરનાં જંગલ વિગેરેમાં નિર્વાહ કરવા સારુ અકથ્ય આચરતા સમકિતમાં અતિચાર ન લાગે. આના વિષે સુરાષ્ટ્રના શ્રાવક જિનદાસનું દ્રષ્ટાન્ત જાણવું. જે પૂર્વે દૂષણ દ્વારમાં કહેવાઈ ગયું છે. ગુરુ નિગ્રહ ગુરુ-મા બાપ વિ. કહ્યું છે કે માતા - પિતા, લાચાર્ય, એઓના જ્ઞાતિજનો તથા વૃદ્ધો તેમજ ધર્મદાતા સજજનોનાં ગુરુ. કહેવાય. ગુરુ-મા, બાપ વિ. વડિલના નિશ્ચય (આગ્રહ) થી “આ પ્રમાણે કરવું જ પડશે.” આવી મક્કમતાના કારણે અકથ્ય આચરવા છતાં પણ સમ્યગ્દર્શન દૂષિત થતું નથી. તેનાં વિષે દેવાનંદનું
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy