SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ ( જિનદાસ કથા ) આ જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડમાં જેમાં ગામ, ગાયનો વાડો વ્યવસ્થિત ગોઠવાયેલા છે, સાગરકાંઠે રહેલ, જેમાંથી ઘણાંજ દુષ્ટ, ધૃષ્ટ, શત્રુ રાજય તરફનો કષ્ટભય, અને આકુલતા નાશ પામી ગઈ છે. અર્થ - ધનને પ્રાપ્ત કરેલ વિશિષ્ટ લોકોનો જ્યાં વાસ છે. એવો રાષ્ટ્રોમાં સોહામણો સૌરાષ્ટ્ર નામે દેશ છે. ત્યાં મહાનરેન્દ્રની જેમ ઘણાં ના શરણભૂત, શૂરપુરુષો ના શત્રુકુલ જેમ ઘણી વિધવાવાળું હોય, (પક્ષ) ઘણાં વૈભવવાળું, જેમ ચિત્ર ઘણાં વર્ણવાળું હોય તેમ ઘણી (જાતિ) વાળું, દરિદ્રકુલની જેમ ઘણી પ્રજાવાળુ, સમુદ્ર જેમ ઘણાં પાણીવાળું હોય તેમ ઘણાં વણિફવાળું, ગંધર્વ જેમ ઘણાં સ્વરવાળો હોય તેમ ઘણાં સરોવરવાળું, કુનરેન્દ્ર જેમ ઘણાં ભાંડ - કજીયાવાળા હોય તેમ ઘણાં ભાંડ - વસપાત્રવાળું, પ્રલયકાળનો સમય જેમ ઘણાં સૂર્યવાળો હોય (પ) ઘણાં શૂરવીરવાળું, ગિરનારની તળેટીમાં ગિરિનગર નામે નગર છે. ત્યાં નવતત્ત્વને જાણનારો, સુપાત્ર અને દીનાદિને દાન આપવા માટે ધન ખર્ચનાર, ભાવના શાસ્ત્રથી ભાવિત, શ્રાવક ક્રિયાને સારી રીતે કરનાર. - કુશ્રુતિ = ખબારશ્રુતિવાળા, કુદર્શનીઓનાં કામશાસ્ત્ર, મનુસ્મૃતિ વિ. હિંસોપદેશક શાસથી દૂર રહેનાર, અણુવ્રત અને શિક્ષાવ્રતાદિના નિયમવાળો, શિષ્ટાચારને પાળનારો, સંસાર સ્વરૂપને જાણનાર, વસ્ત્ર જેમ દોરાવાળા હોય તેમ (પક્ષ) ગુણનો આવાસ, અથવા પ્રમાદ શત્રુને હંમેશને માટે દુર રાખનાર, (પ્રમાદ શત્રુથી હંમેશને માટે દૂર રહેનાર) જિનાજ્ઞામાં જ વસનારો, નિયાણું અને આશંસા વગરનો, મિથ્યાત્વનો જેણે નાશ કરી દીધો છે. સિદ્ધાં સાંભળવાથી જાગેલા ઉલ્લાસવાળો, દુઃખી પ્રાણીઓને આશ્વાસન આપનાર, બાવ્રતધારી, દાનવીર, દયાળુ જિનદાસ નામે શ્રાવક છે. તેણે એક વખત દુષ્કાળ ના કારણે નિર્વાહ ન થતાં સાર્થ જોડે ઉજૈની ભણી પ્રયાણ કર્યું, પ્રમાદ યોગે સાર્થથી વિખૂટો પડ્યો. ભાથું પણ સાથે સાથે જતું રહ્યું. અન્ય કોઈ સાર્થ ન મળતા બૌદ્ધ ભિક્ષુનાં સાર્થમાં ભળ્યો. ભિક્ષુઓએ કહ્યું કે જો અમારી ભાથાની પોટલી ઉપાડીશ તો તને ભોજન આપશું. ત્યારે કાંતારવૃત્તિ રૂપ અપવાદ વિચારી તેમ કરવા લાગ્યો. અને તેઓ સ્નિગ્ધ લાડુ વિગેરે ભોજન તેને આપે છે. કારણ તેઓ આવું સ્નિગ્ધ ભોજન જમે છે. તેઓ માને છે કે... “કોમલ શવ્યા હોય, સવારે ઉઠતી વખતે સરસ પેય હોય, બપોરે ભોજન, સાંજે દૂધ, મધ્યરાત્રિએ દ્રાક્ષાખંડ અને શર્કરા ખાય, તે અન્ને મોક્ષે જાય.” એમ શાક્યસિહે જોયું છે. તથા મનોજ્ઞ ભોજન જમી મનોહર ઘરમાં સુંદર આસન ઉપર મુનિ શુભધ્યાન ધરે છે. તેને સ્નિગ્ધ ભોજનથી વિપૂચિકા | કોલેરા થઈ, ભારે વેદના થવા લાગી. જંગલમાં વેદના દૂર કરી શકાય તેવા પ્રકારનો પ્રતિકારનો અભાવ હોવાથી ઘણોજ પીડાય છે. પદ્માસન લગાડી બોલવા લાગ્યો – શ્રી અરિહંતોને નમસ્કાર હો, શ્રી સિદ્ધોને નમસ્કાર હો, શ્રી ગણધરોને નમસ્કાર હો, શ્રી ઉપાધ્યાયને નમસ્કાર હો, શ્રી સર્વ સાધુઓને નમસ્કાર હો, અરિહંત, સિદ્ધ સાધુ અને કેવલીએ ભાખેલો ધર્મ, આ ચારે પણ મારે મંગલરૂપે થાઓ. આ ચાર જ ત્રણભુવનમાં ઉત્તમ છે. એઓનું જ હું
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy