________________
મૂળશુદ્ધિ ભાગ-૧ સુલાકથા
૫૫ (૧૩) કારણ કે આ સંસારનો ફેલાવો ઈન્દ્રધનુષ્ય અને વિજળીની છટા જેવો અસાર છે. (ક્ષણભંગુર છે.) સંધ્યાટાણેના વાદળ સમૂહથી શોભતી રેખા - શ્રેણી સમાન, મદોન્મત્ત હાથીનાં કાનની લીલા જેવો, ઉનાળામાં દેખાતા ઝાંઝવાના જળ જેવો, પવનથી ઉડાડેલ ગોળ ભમરી ખાતાં રૂ સમાન, સાગરમાં ઉઠતા તરંગ જેવો. કામિની કટાક્ષ સમાન (સંસાર) ચંચલ છે. આવા અત્યંત નિસ્સાર સંસારમાં “તમારા મનને શોક કેવી રીતે વિહુવલ બનાવે છે ?”
કારણ કે તમે તો સર્વજ્ઞ ભાખેલું જાણી તે રીતે કાયાથી આચરનારા છો. વળી દેવો વડે કે પૌરુષથી કે મંત્ર તંત્રથી કોઈનું મરણ વારી શકાતું નથી. માટે આવું સંસાર સ્વરૂપ જાણી શોક છોડી ધર્મમાં ઉદ્યમ કરો. જેથી અન્ય જન્મમાં આવા દુઃખનો અવસર ના આવે. બુધજન-પંડિત પુરુષને પ્રિય અભયના વચન સાંભળી કાંઈક શોક ઓછો થયો. લૌકિક કૃત્ય કરી જિનેશ્વરની પૂજા કરી ધર્મમાં ઉદ્યમ કરવા લાગ્યો.
(૧૪) માણસો સાથે શ્રેણીક અભય ઉઠી પોતપોતાના ઘેર ગયા. પોતાનાં ધર્મકર્મમાં મગ્ન બનેલા સુલસા વિગેરે કાળ જતાં શોક વગરનાં થયા.
આ બાજુ ગ્રામ આકર નગરમાં વિચરતાં અસુરેન્દ્ર અને સુરેન્દ્ર જેમને માન આપી રહ્યા છે, કામદેવરૂપી ભડવીર શત્રુના માનનું નિર્દેશન કરતાં, કેવલજ્ઞાની, મિથ્યાત્વરૂપી અંધારાને ઉલેચવા માટે સૂર્ય સમાન, દેવોથી પરિવરેલા વર્ધમાનસ્વામી ઈન્દ્રની નગરીના ગુણસમૂહને ધારણ કરનારી ચંપાપુરીમાં પધાર્યા. દેવોએ રચેલા સમવસરણમાં બિરાજમાન થઈ બાર પર્ષદા મધ્યે પ્રભુએ સુંદર ધર્મ દેશના આપી. યથા....
આ ભવ સમુદ્રમાં જીવ કોઈક સુકૃત વિગેરે થી કર્મો ખપાવે છે, તેને મનુષ્ય જન્મ મળે છે. તેમાં વળી પરમ રમણીય જિનેશ્વરનાં ધર્મને કોઈક પુણ્યશાળી મેળવે છે. તેથી ધર્મકાર્યમાં ઉદ્યમ કરો અને અતિગર્વિષ્ઠ પ્રમાદ શત્રુનું દલન કરો, પાંચ પ્રકારનાં મહાવ્રતના ભારને ધારણ કરો, અતિદુષ્કર અનેક જાતનાં તપને આદરો. જેથી દુઃખવગરના મોક્ષમાર્ગને પામશો અથવા દેવાંગનાથી રમ્ય સ્વર્ગને જીવ મેળવે છે.
આ આંતરામાં હાથમાં આસન ત્રિદંડવાળો, છત્રછાદિત મસ્તકવાળો ગુણવાન શ્રાવક ધર્મવાળો અબડ પરિવ્રાજક પ્રભુને વાંદવા આવ્યો. પ્રદક્ષિણા આપી અને પ્રણામ કરવામાં પ્રવીણ, ગુણથી મહાઅર્થવાળા શકસ્તવ ભણી રોમાશ્ચિત અંગવાળો એ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.
દેવોથી વંદાયેલા ચરણવાળા, ચંદ્રના કિરણ જેવાં ચરણવાળા, મરણ વગરનાં, ફલેશ કંકાસ વગરના, કામદેવરૂપી હાથીને હણનારા, વીરપ્રભુ જય પામો.
જેમનો કર્મમળ શાંત થઈ ગયો છે. ગચ્છના સાધુઓને નિર્દોષ (શુદ્ધ) કરનારા ! ભવ્યલોકોનોનાં શરણભૂત ! તપસ્વી અને ચારિત્રધારીને શરણભૂત એવા આપનો જય હો !
સંસારથી તપેલાં પ્રાણીઓને ઠંડક આપવામાં ચંદન સમાન ! પ્રભુવિજય પામો ! સંસારના