SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ મૂળશુદ્ધિ ભાગ-૧ મુખ સાંકડુ હોવાથી તેમનાં રથોને દુર કરે છે, તેટલામાં શ્રેણીક રાજા ઘણી ભૂમિ ઓલંગી ગયો. ત્યારે પાછા વળી વીરાંગે શીશ નમાવી જે બન્યું તે સર્વ હકીકત જણાવી. ત્યારે ચેડા રાજા દીકરીનું અપહરણ કરનાર રાજા ઉપર રોષે ભરાણો અને શ્રેણિકના સુભટો માર્યા ગયા તેથી સંતોષ થયો. તે સાંભળી સંસાર સ્વરૂપ જાણી જ્યેષ્ઠા વિરક્ત થઈ ગઈ. ભોગોને ધિક્કાર હો, જેના માટે પોતાની સગી બહેન પણ નિરર્થક ઠગે છે. મળમૂત્રમાં ઉદ્ભવેલ, અનેક જાતનાં પરિભવ કરનારાં કામોને ધિક્કાર હો. ક્ષણ માત્ર સુખ આપનારા, નરકના માર્ગસમા કામોને ધિક્કાર હો, અંતે દુઃખના દરિયામાં ડુબાડનારા, અકસ્માત નાશ પામનારા કામોને ધિક્કાર હો. ગુણરૂપ ઝાડોની શાખાઓને બાળવામાં દાવાનલ સમાન, શરીરના બળનો નાશ કરનારા કામોને ધિક્કાર હો, આ વિષયોમાં જેરિત (રાગ) કરે છે તે આત્માને દુઃખમાં મોખરે કરે છે. તેથી, એઓને છોડી દઉં, એમ વિચારી તાત પાસે જઈ સર્વ વાત કરી. ત્યારે પિતા પાસે રજા માંગી. પિતાશ્રીએ રજા આપી. ત્યારે જ્યેષ્ઠા ચંદનબાળા સાધ્વીજી પાસે જઈ, બ્રહ્મચર્ય તપ નિયમ ધરનારી ગુણરૂપી રત્નોથી ભૂષિત રથમાં ચડી આવી પાપનું મર્દન કરનારી ચંદના આર્યા પાસે સાધ્વીજી બની. (૧૨) આ બાજુ માર્ગમાં ઝડપી જતા શ્રેણીકે ‘હે જ્યેષ્ઠા' ! એ પ્રમાણે બોલાવી, ત્યારે તે બોલી હે સ્વામી ! હું જ્યેષ્ઠા નથી, પણ તેની નાની બહેન ચેલ્લણા છું. હે પ્રિયતમા ! ગુણ સમૂહથી શ્રેષ્ઠ તું તો સર્વ જ્યેષ્ઠા છે, શ્રેણીક રાજા પણ ચેલ્લણાના લાભથી હરખ પામ્યો અને મિત્રોના મરણથી શોક પામ્યો. ચેલ્લણા પણ બહેન પંચનથી-ઠગાઈ જવાથી વિષાદવાળી થઈ અને શ્રેણીકને વરવાથી અતિપ્રસન્ન થઈ, અનુક્રમે રાજગૃહી પહોંચ્યા. ચેલ્લણાને રાજભવનમાં મૂકી સુભટો સાથે આંસુ સભર આંખોવાળો નાગરથીને ઘેર ગયો અને પુત્ર મરણની વાત કરી, તે સાંભળી પરિવાર સહિત નાગરથી દુ:ખીમને આક્રંદન કરવા લાગ્યો. હા પુત્ર ! હા પુત્ર ! તમે ક્યાં ગયા, અરે અકાળે પ્રાણ છોડી યમઘરે જતા રહ્યા. હે વિધાતા ! જેનો પાર પામવો મુશ્કેલ છે એવા ભયંકર દુઃખ દરિયામાં મને કેમ નાંખ્યો, હાહા નિરુ-અત્યંત દયા વગરના ! અતિ અનાર્ય ! શરમ વગરનાં હે વિધાતા ! આ શું કર્યું ? જે કારણથી શત્રુ સૈન્યનું મર્દન કરવામાં સમર્થ એવાં મારા પુત્રોનું જીવન તે એક જ સમયે હરી લીધું. “ઘડપણમાં પુત્રો મને પાળશે એ જાણી હું મનમાં હરખાયો, પણ તે બધું નકામું નીવડ્યું. એ પ્રમાણે ધરતીએ આળોટતો વિલાપ કરવા લાગ્યો. અને દોરી વિગેરેના બંધન વગરનો થયેલ ઈન્દ્રધ્વજની જેમ ધબ્ દઈ, સુલસા પણ પૃથ્વી પીઠ ઉપર પડી ગઈ. પરિજને સ્વસ્થ કરી ત્યારે દીન બનેલી વિલાપ કરવા લાગી. બુદ્ધિ વગરની મેં (સદ્-સ્વયં) જાતે આવી મતિ કરી. હે વિધાતા ! લક્ષણ અને પુણ્ય વગરની મેં જો ઉદ્વેગ પામી એક સાથે ગુટિકા ખાધી ન હોત તો એક સાથે બધા પુત્રમરણનું દુ:ખ મારા માથે આવી ન પડત. હા પુત્ર ! હા પુત્ર ! તમારું મરણ થતા દીન એવી હું મારું મોઢું કોને દેખાડીશ. અરે પુત્રો ! તમે એક જ સમયે અનાથ એવી મને કોની આગળ મૂકીને દોડી ગયા. (દોડી જાઓ છો) દુઃખથી સંતપ્ત અને રડતા એવા તેઓને અભયે કહ્યું તમે અતિશય વિકાર પામનાર સંસાર સ્વરૂપને જાણો છો. તેથી શોક કરવો યોગ્ય નથી.
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy