SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ મૂળશુદ્ધિ ભાગ-૧ ભરપૂર એવું સ્વર્ગ તેમજ મોક્ષ પણ આ ધર્મથી પ્રાપ્ત થાય છે. '૮૦ના. ત્યારપછી આરામશોભાએ લલાટે અન્જલિ કરીને પોતાના વિપાકનું કારણ પૂછ્યું. ત્યારે આચાર્ય ભગવંતે પાણીવાળા નવા વાદળાની ગર્જના જેવા ગંભીર, ધીર અને સારવાળી ધ્વનિથી તેને પૂર્વભવ કહેવાનો પ્રારંભ કર્યો. “આરામશોભાનો પૂર્વભવ' આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપાનગરી છે, તેમાં કુલંધર શેઠ વસે છે. તેને કુલાનંદા નામે ભાર્યા છે. તેઓને રૂપ-ગુણવાળી સાત પુત્રીઓ છે. તેઓના નામ - કમલશ્રી, કમલવતી, કમલા, લક્ષ્મીશ્રી, યશોવતી, પ્રિયકારિણી છે. તેઓને ઉત્તમકુળમાં પરણાવી, હવે આઠમી પણ પુત્રી થઈ, તેનો જન્મ થતા મા-બાપ દુઃખી થયા, ઉદ્વિગ્ન બનેલા-ઉબકી ગયેલા મા-બાપ તેનું નામ પણ પાડતા નથી. મા-બાપને તેનાં પાલનની બેદરકારી હોવા છતાં તે પુત્રી મોટી થઈ યૌવન પામી; ત્યારે લોકો તેને વિશિષ્ટ રૂપાદિવાળી હોવા છતાં નિર્ભાગ્ય કહેવા લાગ્યા. તે મા-બાપને સતત દુઃખ દેનારી લાગે છે. II૮૮. એકવાર લોકોએ શેઠને કહ્યું કે “તમારી છોકરીને પરણાવતા કેમ નથી ? : . કારણ કે એમ તો (નહિં પરણાવવાથી) તમારો ભારે અપયશ થશે. માણસોના એવા વેણથી શેઠ ઘણાં જ મનમાં ખેદ પામ્યા. આ કામ મનગમતું ન હોવાથી ઘણાં જ ચિંતાતુર બન્યા, ચિંતાતુર શેઠના ભાગ્યયોગે એક વટેમાર્ગુ તેમની પાસે આવ્યો, મેલથી મેલા વસ્ત્ર અને શરીરવાળો, લાંબો માર્ગ કાપ્યો હોવાથી થાકી ગયેલો તે વટેમાર્ગ આરામ કરવા શેઠની દુકાને બેઠો. તેને પૂછ્યું : “હે ભદ્ર ! તું ક્યાંથી આવે છે ?” તેણે જવાબ આપ્યો કે સમુદ્રની પેલે પાર રહેલાં ચોડ દેશથી આવ્યો છું. શેઠ - તું કોણ છે? કઈ જાતિનો છે ? નામ શું છે? અહિં શા માટે આવ્યો છે? તે બોલ્યો કૌશલ્યાવાસી નંદશેઠની સોમા નામની પત્નીનો હું નંદન નામે પુત્ર છું. ધન ખલાસ થતાં ધન માટે ચોડ દેશમાં ગયો. ત્યાં પણ દારિદ્રથી હણાયેલો સ્વાભિમાનના લીધે પોતાના નગરે પાછો ન ગયો. બીજાનું કામ કરી ગુજરાન ચલાવતો હું ત્યાંજ રહું છું. અહિંથી ગયેલા વસંતદેવ વાણિયાએ પોતાના કાંઈક કામથી ટપાલ આપી મને અહિં શ્રીદત્ત શેઠ પાસે મોકલ્યો છે. તેથી શ્રીદત્ત શેઠનું ઘર બતાવો, કે જેથી તેના ઘેર તેની પાસે જઈ આ ટપાલ આપું. ત્યારે કુલંદર શેઠ વિચારવા લાગ્યો આ મારી પુત્રી માટે વર તરીકે યોગ્ય છે. કારણ કે આ સાધર્મિક પુત્ર છે, તેમજ નિધન અને પરદેશી છે. આ નિર્નામિકાને લઈને જશે તો પાછો નહિ આવે, કારણ કે ઘરમાં ધન નહિ હોવાથી (હોવા છતાં) સ્વાભિમાની દેખાય છે. એમ વિચારી શેઠ બોલ્યા હે પુત્ર ! તું મારા ઘેર આવ કારણ કે તારા પિતા મારા અસાધારણ મિત્ર હતા. તે બોલ્યો તે તાત! જે કામ માટે હું આવ્યો છું તે નિવેદન કરી તમારી પાસે ચોક્કસ આવીશ. ત્યારે શેઠે પોતાના પુરુષને ટપાલ અપાવી એને લઈને આવજે એમ શિખવાડી તેની સાથે મોકલે છે. નંદનને તે શ્રેષ્ઠિપુરુષ શ્રીદતના ઘરે લઈ જાય છે. ટપાલ આપીને બધી વાત કરી. ફરીથી પણ નંદને શ્રીદત્તને કહ્યું કે અહિં મારા પિતાના મિત્ર કુલંધર શેઠ વસે છે, મને દેખીને બોલાવા માટે આ પોતાના પુરુષને મોકલ્યો છે, તેથી હું ત્યાં જાઉં છું, ફરીથી આવીશ, તે પુરુષ સાથે નંદન કુલંધર શેઠના ઘેર ગયો. શેઠે પણ સ્નાન કરાવી વસ્ત્ર યુગલ તેને પહેરાવ્યા. જમાડીને કહ્યું કે “હે વત્સ ! મારી બેટીને પરણ.” વંદન
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy