________________
મૂળશુદ્ધિ ભાગ-૧ આરામશોભા કથા
૩૭ કરવામાં તમને પણ ભારે પશ્ચાતાપ થશે. રાજા- પણ કારણ કહે તે પણ મૂળથી માંડી માતાના કકૃત્યને કહે છે, તેટલામાં અરૂણોદય થઈ એ વખતે ખસી ગયેલા અંબોડાને બાંધવા વાળ સવારે છે, ત્યારે તડ દઈને તેના કેશમાંથી મૃત સાપ પડ્યો. તે દેખી હા તાત ! એમ એક સાથે બોલતી ચક્કર ખાઈને નીચે પડી, રાજાએ પવન નાંખીને આશ્વાસન આપી ખેદનું કારણ પૂછ્યું, તેણીએ કહ્યું કે “હે નાથ ! જે નાગકુમાર દેવ મારું સાંનિધ્ય કરતો હતો. તે તમે સૂર્યોદય સુધી પકડી રાખતા જતો રહ્યો. હવે આરામશોભા ત્યાંજ રહી, સવારે બીજીને રાજાએ બંધાવી, અને હાથમાં ચાબુક લઈ મારવા જાય છે, તેટલામાં આરામશોભા રાજાને પગે પડી વિનંતિ કરવા લાગી......
હે રાજન્ ! જો મારા ઉપર પ્રસન્ન હો તો મારી બેનને છોડી મૂકો, મારા ઉપર કરુણા લાવી પૂર્વની જેમ તેને જુઓ, રાજા-આવી જાતનાં દુષ્કૃત્ય કરનારી આ પારિણીને આમ છોડી દેવી યુક્ત નથી, છતાં તારા વચન ઓલંઘતો નથી, છોડાવીને બેનની બુદ્ધિએ આરામશોભાએ પોતાની પાસે રાખી. આ જ સર્જન અને દુર્જનમાં ભેદ છે. રાજપુરુષોને બોલાવી રાજાએ આદેશ કર્યો કે બ્રાહ્મણના બાર ગામ લઈ લો અને તેની પત્નીના નાક, કાન કાપી દેશવટો આપો. આ સાંભળ્યું ત્યારે ફરી પગમાં પડી આરામશોભાએ વિનંતિ કરી કુતરો જો આપણને ખાય તો શું તેને જ વળી આપણે ખવાય ? એટલે આપણને કરડે તો સામે કરડવાનું ન હોય. એમ જાણી હે દેવ ! મારા પિતાને વિસર્જન કરો છોડી મૂકો, જે કરવાથી મારા મનમાં ઘણી પીડા થશે. તેથી મારા માબાપને દંડ કરવાનું મુલતવી રાખો. તારા મનને પીડા થાય તે મોટું કાર્ય છોડી દીધું, બસ હવે તને સંતોષ! - હવે તે બેઓનો વિષયસુખ અનુભવતા કાળ વીતે છે. એક વખત રાજા રાણીને ધર્મ વિચાર કરતા સંલાપ થયો, દેવી બોલી - હે નાથ ! હું પહેલા દુ:ખી હતી અને પાછળ સર્વ સુખને ભોગવનારી થઈ, તે કયાં કર્મને કારણે થયું ? તે કોઈ દિવ્યજ્ઞાની આવે તો પૂછીએ, જો એમ હોય? તો હું બધા ઉદ્યાનપાલકોને કહી દઉં છું કે “જો કોઈ જ્ઞાની મહાત્મા પધારે તો મને જાણ કરે.”
ક્ષણમાત્ર આવી રીતે વાતો કરતા હતા ત્યારે વિકસિત મુખવાળા ઉદ્યાનપાલકે ધરતીએ મસ્તક લગાડી નિવેદન કર્યું કે ચંદનવન ઉદ્યાનમાં દિવ્યજ્ઞાનધારી, દેવ-મનુષ્ય અને વિદ્યાધરોથી વંદાયેલા, પાંચસો સાધુઓ સાથે વીરચંદ્રસૂરિવર્ય પધાર્યા છે. તે સાંભળી રાજાના રોમ રોમ ખડા થઈ ગયા અને રાણીને કહેવા લાગ્યો હે પ્રિયે ! આજે જ તારા મનોરથ પૂરા થઈ ગયા. તેથી તે પ્રિયે ઊભી થા અને જલ્દી તૈયાર થા, કે જેથી આપણે વાંદવા જઈએ. અને સંશય પૂછીએ. ||રા
પ્રમાણે કહેતા રાણી તરત જ તૈયાર થઈ ગઈ. ત્યારે રાજા તેની સાથે તે જ ક્ષણે ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યાં....
સઘળાય જીવજંતુઓને સુખકારી એવા જિનધર્મનો ઉપદેશ આપતા, અનેક પ્રકારની પર્ષદાસભા મધ્યે બિરાજમાન સૂરીશ્વરને જોયા. આચાર્યશ્રીના ચરણ કમળમાં નમસ્કાર કરી યોગ્ય સ્થાને બેઠા. સરિએ સવિશેષ ધર્મદશના આપી. અપરંપાર આ સંસારમાં રખડતા જીવોને કર્મવિવ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે, તેમાં વળી સારી રીતે કરેલા ધર્મથી વિવિધ સુખો મળે છે. જાતિ, કુલ, આરોગ્ય, ઋદ્ધિ, સૌભાગ્ય, ઉત્તમભોગો, રૂપ, બળ, યશ પણ સુંદર રીતે આચરેલ ધર્મની દેન છે.
ઇષ્ટજનનો યોગ, સર્વ પરિવાર અને નોકર ચાકર આજ્ઞામાં રહેનાર હોય, બીજુ પણ સુખ ઉત્તમયોગથી આરાધેલ ધર્મનું ઇનામ છે.
બધા કલેશ કંકાશ વગરનો સ્વર્ગની અપ્સરાઓથી યુક્ત પ્રધાન ભોગ સામગ્રીના સાધનથી