________________
૧૪
મૂળશુદ્ધિ ભાગ-૧ પ્રત્યુત્તર વડે આદ્રકઋષિએ હરાવ્યો. તે વાદનો વૃત્તાંત “સૂયગડાંગ” સૂત્રથી જાણવો.' ગ્રંથ વિસ્તારના ભયથી અહીં લખ્યો નથી. ત્યાંથી આગળ જાય છે. ત્યાં રાજગૃહીની પાસે હસ્તિ તાપસીનો આશ્રમ આવ્યો. તેઓ મોટા હાથીને મારી તેનાં આહાર વડે ઘણાં દિવસો પસાર કરે છે.
“ઘણાં બીજ વિગેરે જીવો મારવાથી શું ? તેનાં કરતા એક હાથી મારવો સારો.” એમ તેઓ કહે છે. પોતાનાં તે આશ્રમમાં તેઓ વનમાંથી એક મોટો હાથી બાંધીને લાવ્યા. અને તે ઘણાં ભારવાળી સાંકળથી બંધાયેલ અને મોટી લોઢાની અર્ગલાઓ વડે પકડાયેલો ત્યાં રહેલો હતો. પણ જયારે તે સ્થાને મહર્ષિ આવ્યા ત્યારે તે હાથી ઉત્પન્ન થયેલાં વિશિષ્ટ વિવેકનાં કારણે પાંચસો રાજપુત્રથી પરિવરેલા ઘણાં માણસોથી વંદન કરાતા એવા મહર્ષિ ભગવાનને દેખી “હું પણ વંદન કરું” એમ જ્યારે મનમાં સંકલ્પ કરે છે; ત્યારે ત્યાં તો ભગવાનના પ્રભાવથી તેની સાંકળ અને અર્ગલા (આગળો) તૂટી ગઈ. અને મુક્ત થયેલો એ હાથી “વંદન કરવા માટે પ્રવૃત્ત થયો આ હાથીએ મહર્ષિ માર્યા સમજો” એમ બોલતા લોકો નાઠા.” તે હાથી પણ કુંભસ્થલ નમાવી સાધુ ભગવંતના ચરણે પડ્યો. અને સાધુને અનિમેષ નયને નીરખતો વનમાં ગયો. સાધુના અતિશયને સહન નહિ કરનારાં તે તાપસી આકર્ષથી (ઈર્ષાથી) તેની સાથે વિવાદ કરવા તૈયાર થયા. તેઓને પણ સ્યાદ્વાદથી સ્વચ્છ થયેલી બુદ્ધિવાળા આÁકઋષિએ નિરુત્તર કર્યા અને ધર્મદેશનાથી પ્રતિબોધ પમાડ્યા. પછી ભગવાન તીર્થકરના સમવસરણમાં મોકલ્યા. તેઓએ પણ ત્યાં જઈ દીક્ષા લીધી.
આ બાજુ શ્રેણીક રાજા લોક પરંપરાથી હાથીનું મુક્ત થવુ વિગેરે આશ્ચર્યભૂત સાધુનો પ્રભાવ સાંભળી વિસ્મયથી વિકસિત લોચનવાળો અભયકુમાર વિગેરે પરિજન સાથે જલ્દી ત્યાં આવ્યો. સાધુને જોયા અને ભક્તિભાવથી ભરેલાં શરીરથી ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કર્યું. તે આ પ્રમાણે... | હે ! તજેલાં ગૃહવાસવાળા; સકલ સંયમ ગુણોના ભંડાર; ગુણથી ગર્વિત પરતીર્થકોરૂપી ગજેન્દ્રનો નાશ કરવામાં સિંહ સમાન તમોને નમસ્કાર હો ! સાધુએ ધર્મલાભ આપ્યો તે આ પ્રમાણે...
કલ્યાણ પદ્ધતિને કરનાર, દુઃખને હરનાર, શિવસુખ સાથે સંયોગ કરાવનાર એવો ધર્મલાભ હે નરેન્દ્ર તમને હો ! ર૭ા
સુખશાતા પૂછી શુદ્ધભૂમિ ઉપર બેઠો. અને રાજાએ પૂછયું હે ભગવાન ! આ તો મહાઆશ્ચર્ય
૧ ગોશાળા-તારા ધર્માચાર્ય પહેલાં મારી જોડે હતા ત્યારે એકાકી મૌની હતા. અત્યારે દેશનાથી લોકોને ઠગીને સાધુ દેવ વિગેરેથી પરિવરેલા કેમ રહે છે ? આÁકમુનિ : પૂર્વે છદ્મસ્થ હતા અત્યારે સર્વજ્ઞ છે માટે | હસ્તિ તાપસો : કલુષિત ભાવ ન હોય તો માણસનું માંસ ખાવામાં પણ વાંધો નથી. આÁકમુનિ : સંયમીને સમ્યજ્ઞાન પૂર્વક ક્રિયા કરવી જોઈએ. બ્રાહ્મણ : સ્નાતક બ્રાહ્મણોને દરરોજ જમાડવા જોઈએ. આદ્રકમુનિ : તેઓ ગૃદ્ધિથી અને દુષ્ટભોજન કરતા હોવાથી તેમને આપવામાં ધર્મ નથી. એકદષ્ઠિ : પ્રકૃતિથી બધું થાય છે, આત્મા સદા નિર્વિકારી રહે છે ? આર્ક્ટિકમુનિ : એકાન્ત નિર્વિકારી રહેતાં ચાર ગતિમાં ભ્રમણ સંભવી ન શકે. એમ આત્મા સિવાય બીજું કશું જ નથી. એવું માનવામાં સંસાર સંભવી શકતો નથી. (૩૮૯ થી ૪૦૩-સૂયગડાંગ સૂત્ર) (દ્વિતીય સ્કંધ)