SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આર્દ્રકુમારકથા ૧ ૩ અહો ! બાલકને મારા ઉપર કેટલો મજબૂત સ્નેહ છે. તેથી જેટલા આણે આંટા આપ્યા તેટલા વર્ષ રહીશ. જેથી ગણ્યા તો બાર થયા. તેથી બાર વર્ષ રહ્યા. ત્યારપછી બાર વરસના અંતે રાત્રિનાં ચરમ પહોરમાં જાગી પૂર્વ વૃત્તાંત યાદ કરી વિલાપ કરવાનો પ્રારંભ કર્યો. તે આ પ્રમાણે... અનાર્ય એવાં મને ધિક્કાર હો કે હું સર્વવિરતિ ગ્રહણ કરી પ્રમાદને વશ થઈ આ પ્રમાણે વિષયમાં ખૂંચ્યો. દેવતાએ વારણ કરવા છતાં પણ પ્રતિજ્ઞારૂપી પર્વતના શિખરે ચઢી હા હા ! કેવો લપસીને સંસારરૂપી કુવામાં પડ્યો ! પૂર્વભવમાં મનથી પણ વ્રત ભંગ કરતાં અનાર્ય થયો. અરેરે ! હું જાણતો નથી કે અત્યારે હું કંઈ ગતિમાં જઈશ ! ધિક્કાર હો ! લજ્જા વિનાનાં જાણતાં એવા પણ મેં આવું જ કર્યું. તેથી હું માનું છું કે અવશ્ય મારે સંસારમાં ભમવાનું છે. ધર્મદાસ ગણિએ ઉપદેશમાળામાં કહ્યું છે કે - જેઓ જિનવચનને જાણતા નથી. તે જીવલોકમાં ચિંતા કરવા યોગ્ય છે. અને જેઓ જાણીને કરતાં નથી. તે અતિ ચિંતા કરવા લાયક છે. અથવા ભૂતકાળનાં વિષયમાં ઘણો સંતાપ કરવા વડે શું ? અત્યારે પણ સુંદર ભાવપૂર્વક તપસંયમથી આત્માને ઉદ્યોતિત કરું. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે.. જેઓને તપસંયમ ક્ષાન્તિ અને બ્રહ્મચર્ય પ્રિય હોય; તેઓએ પાછળથી પણ દીક્ષા લીધી હોય તો પણ શીધ્ર દેવ વિમાનમાં જાય છે. રેરા ત્યારપછી સવારે પ્રિયતમાને કહીને શ્રમણ લિંગ સ્વીકારી ગિરિગુહામાંથી જેમ સિંહ નીકળે તેમ ઘરમાંથી નીકળી ગયો. રાજગૃહી તરફ ચાલ્યો. રસ્તામાં જે તેના રક્ષણ માટે પાંચસો સામંત પિતાએ રાખ્યા હતા; તેઓને વચ્ચે જંગલમાં ચોરી વડે વૃત્તિ ચલાવતાં દેખ્યા; અને ઓળખ્યા. તેઓએ પણ તેને ઓળખ્યો. અને તેનાં ચરણોમાં પડ્યા. સાધુએ પૂછ્યું ભો ! આ નિંદનીય જીવિકા તમે કેમ શરૂ કરી ? તેઓએ કહ્યું કે હે સ્વામી ! જ્યારે તમો ઠગીને ભાગી ગયા; ત્યારે અમો તમારી તપાસ કરતાં કરતાં અહીં સુધી આવ્યા, પણ તમારી જાણ પડી નહિં. ત્યારે “નહિં કરેલા પૂર્ણ-અધૂરા કાર્યવાળા અમે રાજાને મોટું કેવી રીતે દેખાડીયે” એમ લજ્જા અને ભયથી રાજા પાસે ન ગયા. નિર્વાહ ન થતાં આવી આજીવિકાથી જીવીએ છીએ. ત્યારે સાધુ ભગવાને કહ્યું.... ભો મહાનુભાવો ! ધર્મમાં જ યત્ન કરવો જોઈએ. કેમકે સંસાર સાગરમાં ડુબેલાએ મનુષ્યભવા પ્રાપ્ત કરી સકલ ઈચ્છાને પૂર્ણ કરનાર એવી ધર્મવિધિમાં યત્ન કરવો, પણ પ્રમાદ ન કરવો. કહ્યું છે કે... જગતમાં પ્રાણિઓને સંપત્તિ પ્રાપ્ત ન થઈ. વિપત્તિ દૂર ન થઈ. આધિ વ્યાધિનો વિરહ ન થયો. સર્વગુણથી શોભિત શરીર ન મળ્યું. સ્વર્ગની પ્રાપ્તિ ન થઈ. અને સર્વભય વગરનું એવું મોક્ષસુખ ન મેળવ્યું. તે સર્વમાં કલ્યાણ પરંપરાનો નાશ કરનાર દુષ્ટ પ્રમાદ જ હેતુરૂપ છે. ર૪ll માટે આ પ્રમાદને છોડી ધર્મમાં ઉદ્યમ કરો. ત્યારે તેઓએ હાથ જોડી વિનંતિ કરી કે હે ભગવાન ! જો અમો યોગ્ય હોઈએ તો અમને પણ દીક્ષા આપી દો. - સાધુ ભગવંત બોલ્યા - લો, દીક્ષા ગ્રહણ કરો. તેઓ પણ “તહત્તિ” કહી સાથે ચાલ્યા. ભગવાન આÁકષિ પણ રાજગૃહી પાસે આવ્યા. ત્યારે ગોશાળો “પ્રત્યેકબુદ્ધ આદ્રકઋષિ ભગવાને વંદન કરવા આવી રહ્યા છે.” એવું સાંભળી તેમની સાથે વાદ કરવા તૈયાર થયો. તે ગોશાળાને ઉત્તર
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy