________________
મૂળશુદ્ધિ ભાગ-૧ દેવધર કથા
૧ ૬ ૭. પામનારા માણસોનું જીવન શું કામનું ? આ જગતમાં પુરુષાર્થ એક એવો છે જેનાથી ઉંચી મહત્તા પ્રાપ્ત થાય છે. જેનાં લીધે ઘણાં દોષવાલા માણસો પણ માન પાન મેળવે છે. સર્વ અપમાનના ગળે પગ મૂકી ત્રણે લોકમાં વંદનીય શાંત પાપવાલા જે સાધુ થયા તેમને ધન્ય છે. (સાધુ માનઅપમાનમાં સમભાવવાળા હોવાથી અને સર્વને પૂજ્ય હોવાથી “અપમાનને મારી નાંખ્યું છે” એમ કહેવાય છે.) હું તો અધન્ય છું કારણ કે દીક્ષા લઈ શકતો નથી જેથી રોજ અપમાનના ભારે દુઃખો સહુ છું. (૧૯)
આ પ્રમાણે વિચારતો હતો એટલામાં શેઠ બહાર નીકળ્યા. તેવી જ દશાવાળો તેને દેખી શેઠે કહ્યું કે પુત્ર ! ઉભો થા મારી સાથે જમ. શેઠ સાથે સુંદર ભોજન કર્યું. આ લોકમાં સાધુ દાન પ્રભાવથી મહારાજય લક્ષ્મી જેને ઉપાર્જન કરી છે, વળી જે જિન સાધુ સાધ્વી વંદન સેવામાં રત છે, છતાં પણ અન્ય જન્મના નિકાચિત અશુભ કર્મને અનુભવતા તેનો સમય પસાર થાય છે.
* આ બાજુ એજ નગરમાં રત્નસાર નામે શેઠ છે. મહાલક્ષમી નામે તેની ઘરવાળી છે. વિષયસુખ અનુભવતાં મહાલક્ષ્મીને ગર્ભ રહ્યો છ મહીના થયાને શેઠ ગુજરી ગયા.
સમય પાકતા મહાલક્ષ્મીએ અપ્સરા કરતા સુંદર રૂપવાળી સર્વ લક્ષણ યુક્ત એવી પુત્રીને જન્મ આપ્યો. ત્યારે અપુત્રિયાનું ધન રાજાનું માટે પુત્રીના નિર્વાહ માટે થોડુ ધન મૂકી બધી ઘરવખરી વિ. સામગ્રી રાજાએ લઈ લીધી. રાજશ્રી નામ પાડ્યું. રાજાએ મૂકી રાખેલા દ્રવ્યથી પુત્રીને ભણાવી.
એ અરસામાં પતિ મરણ, ધન વિનાશથી દુઃખી બનેલી મહાલક્ષ્મી મરી ગઈ. લક્ષમી નામની માસીએ રાજશ્રીને પોતાની પાસે રાખી અને પૈસાદારના ઘેર કામ કરી તેનું પાલન કરવા લાગી. પણ તે રાજશ્રી શ્રાવિકા હોવાથી ભાવપૂર્વક દરરોજ ચૈત્ય, સાધુ-સાધ્વીઓને વાંદે છે. દાનધર્મ વિ. ન કરી શકવાથી આત્માને નિંદે છે. હા ! હા! અરેરે આલોક અને પરલોક સંબંધી કાંઈ પણ સાધી ન શકાય એવા બકરીના ગલે રહેલાં સ્તન (થાન) સરખા સાવ નકામાં મારા જન્મને હા ! હા! ધિક્કાર છે. આલોકમાં પુણ્ય વિહુણી મને એક કોળીયો પણ માતાની ભારે તનતોડ મજૂરીથી પ્રાપ્ત થાય છે. જન્માંતરનાં ભારે પાપવાળી દાનશક્તિવિહુણી મારો પરલોક તો નિષ્ફળ જ થશે.
પાત્રમાં આપ્યા વિના રોજ ખાનારી મને ધિક્કાર હો. ધનસંપત્તિ ન હોવાથી દેવા માટે હું અશક્ત છું. એક વખત મહેભ્યના ઘેર સેવા કરનારની લાહણીમાં તેની માસીને ચાર લાડુ મળ્યા. રાજશ્રીને કીધુ બેટી બસ આ સિંહકેસરીયા લાડુ તારા માટે લાવી છું. તું જમ ! તે લઈને દ્વારે બેઠી “જો કોઈ અતિથી આવે તો સારું થાય” એમ વિચારવા લાગી. આજે મારી માએ સારું ભોજન આપ્યું છે, તેથી પાત્રમાં આપી આત્માને કૃતાર્થ કરું. એ અરસામાં ગોચરી માટે ભમતી, ગુણોથી યુક્ત દુર્ધર બ્રહ્મવ્રતને ધારણ કરનારી તપસ્યાથી સુકાયેલા દેહવાળી, ઘાસ તથા મણિમોતીમાં સમદ્રષ્ટિવાળી, યુગપ્રમાણ ભૂમિ જોઈને ચાલનારી, ઉત્તમ સાધ્વીજીઓ