SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ મૂળશુદ્ધિ ભાગ-૧ મારે જે સંતાન થશે તે હું તને અવશ્ય આપીશ. જે આમ છે તો મારા ઘેર આવીને રહે. કારણ કે મારે પણ ગર્ભ રહેલો છે. તેથી જો ભાગ્યયોગે એક સાથે આપણે બંને જન્મ આપીએ તો ઘણું સારું થઈ જાય. અને ગુપ્ત વાત કોઈને કહેવી નહિં. તેવુ માની ત્યાં જ આવી ગઈ. કર્મધર્મના યોગે એક સાથે સંતાનોને જન્મ આપ્યો. અને મરેલા તથા જીવતા સંતાનની અદલા બદલી કરી લીધી. કેટલાક દિવસે કોઈક રોગથી પ્રિયમતી મરી ગઈ. સુંદરીએ લોકમાં અનેક પ્રકારનાં મહોત્સવ કર્યા, ઉચિત સમયે પુત્રનું દેવધર નામ રાખ્યું, તે આઠ વર્ષનો થયો. બોત્તેર કલા ભયો. તેટલામાં મા બાપ સ્વર્ગે સીધાવ્યા. તેનો સ્વજન (વર્ગ) ધર્મ લગભગ નાશ પામેલો હતો. તથા ધનવૈભવ બધો ખલાસ થઈ ગયો. સાવ એકલો પડી ગયો. અને દારિદ્રથી ઘેરાયો. આજીવિકા નહિં ચાલતા ધન શેઠના ઘેર નોકરી કરે છે. અને ત્યાં જ જમે છે. કુલવાન અને શ્રાવક હોવાથી દરરોજ દેરાસર જાય છે. ચૈત્યને વાંદે છે. સાધુ-સાધ્વીને વાંદવા ઉપાશ્રયે જાય છે. વખત જતા કોઈક પર્વના દિવસે સંપદા શેઠાણીએ સારું ખાવાનું આપ્યું. તે વખતે સર્વ સંગને છોડેલા અનેક તપ ચારિત્રથી સુકાયેલા શરીરવાળા, અગ્યાર અંગ ભણેલા, જગતમાં દુર્જય એવા કામદેવને જેને જીતી લીધો છે, ત્રણ ગુતિથી ગુપ્ત, પાંચ સમિતિથી સમિત, સત્ત્વવાળા, શત્રુમિત્ર ઉપર સમદષ્ટિવાળા એવા બે સાધુ ત્યાં આવ્યા. . તેમને દેખી દેવધરના રોમકૂપ (બડબડાટ કરતા) ખડા થઈ ગયા. અને વિચારવા લાગ્યો. અહો ! આજે મારી સામગ્રી દુર્લભ થઈ ગઈ. કારણ કે ચિત્ત વિત્ત પાત્ર ત્રણે પુણ્યયોગે મળે છે. “તેથી સાધુને વહોરાવી પોતાના જીવનને સફળ કરે એમ વિચારી મુનિના ચરણે જઈ વિનવવા લાગ્યો. હે ભગવન ! આ સ્વીકારી મારા ઉપર ઉપકાર કરો. વધતા જતા ભાવો જોઈ સાધુએ પાત્ર ધર્યું. હર્ષ વશે તેણે બધુ પાત્રમાં વહોરાવી લીધું. આજે હું કૃતકૃત્ય બની ગયો. એમ ભાવના ભાવી તેજ સ્થાને થાળી આગળ કરીને બેઠો. આ વખતે જમવાના સમયે દેવને વાંદવા અંદર જતાં શેઠે તેને દેખ્યો. શેઠે કહ્યું હે સંપદા! દેવધરને પીરસી દે. તે બોલી મેં આને અમુક અમુક સારૂ પીરસ્યું હતું. એણે બધુ સાધુને આપી દીધું. શેઠે કહ્યું આ ધન્ય છે. જેણે આવું કર્યું છે, તેથી ફરીથી પીરસ. તે બોલી આ બાબતમાં હું કાંઈ જાણું નહિ. શેઠે કહ્યું અનુમોદનાના ઠેકાણે ખેદ ન કરવો. કેમકે અનુમોદના પણ તુલ્ય ફળ આપનારી થાય છે, કહ્યું છે કે આત્મહિતને આચરતો અનુમોદના કરનારો પણ સુગતિને મેળવે છે. જેમ કઠિયારાના દાનની અનુમોદના કરનાર હરણ તથા બળદેવ બધા પાંચમા દેવલોકે ગયા. તેથી આને સારું જમાડ, એમ કહી શેઠ દેરાસરમાં ગયા. શેઠાણીએ પણ બેદરકારીના કારણે કાંઈ પીરસ્યું નહિ. ત્યારે દેવધર પણ અભિમાનમાં આવી ગયો. અને આમ વિચારવા લાગ્યો. અહો ! દારિત્ર્ય ભારે કષ્ટ છે, જેના લીધે જગતમાં પહાડ જેવા સત્પરૂષો પણ તણખલાથી પણ હલકા થઈ જાય છે. દૌર્ગત્યના તાપથી તપેલાં, અન્ય માણસોથી ધિક્કાર અને તિરસ્કારને
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy