SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૨ મૂળશુદ્ધિ ભાગ-૧ પગે પડી વિનંતી કરી હે રાજનું! તે વરદાન પુરું કરવાની કૃપા કરો. - રાજાએ કહ્યું તેને જે ગમે તે કહે, મારી પાસે મૂળદેવને છોડી બીજો પુરુષ આવવા ન દેવો. અને અચલને મારા ઘેર આવતો અટકાવો. જા તને ગમે તેમજ થશે. પણ વાત શું છે. તે તો કહે ત્યારે માધવીએ સર્વ બીના કહી સંભળાવી. રાજા અચલ ઉપર ક્રોધે ભરાણો. અરે ! મારી નગરીમાં આ બે રત્ન છે. તેઓને આ હેરાન કરે છે. તેથી બોલાવીને ઠપકો આપ્યો. અને કહ્યું રે! શું તું અહીંનો રાજા છે કે જેથી આવી રીતે વર્તે છે? તેથી અત્યારે તું શરણ બતાવ? તારો નાશ કરું છું, ત્યારે દેવદત્તાએ કહ્યું ઓ સ્વામી ! કુતરા જેવા મરી ગયેલા આનાથી શું સરવાનું? જો અત્યારે આ મહાનુભાવ નારીના વચનથી છુટો કરું. પણ શુદ્ધિ તો મૂળદેવને અહીં આણવાથી થશે. ત્યારે પગે પડી રાજકુલથી નીકળ્યો, દરેક દિશામાં શોધવાની શરૂઆત કરી. છતાં ન મળતા તેજ પૂર્ણિમાના દિવસે માલના જહાજ ભરી પારસકુલ ગયો. આ બાજુ મૂળદેવ વિચારવા લાગ્યો. દેવદત્તા - પ્રિયા વગરનું આ રાજય શું કામનું ? જેથી કહ્યું છે – જે કે તે ખાઓ. નગર કે જંગલમાં રહો. જ્યાં ઇષ્ટનો સંયોગ છે તેજ રાજય છે. બીજુ શું કામનું? એટલે બીજુ કશા કામનું નથી. મને દેવદત્તા ઈષ્ટ છે તેથી કૌશલ્યા નગરીમાં દેવદત્તા તથા રાજા ઉપર ટપાલ લખી. રાજાને લખ્યું કે “મને આ દેવદત્તા ઉપર ઘણો જ રાગ છે. તેથી તેણીને ગમતું હોય અને આપને સારું લાગતુ હોય તો કૃપા કરી આપીને મોકલો.” ત્યારે રાજાએ દ્વારપાલને કહ્યું ભો ! શું વિકમરાજાએ આ જ પ્રમાણે લખ્યું છે. શું તેનાં અને આપણામાં ભેદ છે ? કારણ કે આપણું રાજય તેનું પોતાનું જ છે. તો વળી દેવદત્તા કેમ ન હોય? અર્થાત એ પણ તેની જ છે. પણ તે ત્યાં જવાને ઈચ્છે છે ખરી ? ત્યારે તેણીને બોલાવીને પૂછયું કે દેવદત્તા ! પહેલા તેં જણાવ્યુ હતુ કે મૂળદેવ સિવાય બીજો પુરુષ મોકલવો નહિ. દેવપ્રસાદથી રાજા થયેલાં મૂળદેવે તને બોલાવા સારુ આ પુરુષો મોકલ્યા છે. તેથી જો તને ઠીક લાગે તો તેની પાસે જા. તેણીએ કહ્યું આપણો ખુબ ખુબ આભાર-પાડ ! તમારી અનુજ્ઞાથી આ મારી ઇચ્છા છે. ત્યાર પછી મહાવૈભવથી પૂજી સત્કાર કરી આણીને મોકળી. દેવદતા ત્યાં પહોંચી. મૂળદેવે પણ મહાવૈભવથી પ્રવેશ કરાવ્યો. ઉદાર ભોગ ભોગવતા તથા જિનપૂજામાં તત્પર બની સમય વિતાવે છે. આ બાજુ તે અચલ પણ પારસકુલમાં ઘણું ધન કમાઈ ઉંચી કોલેટી (જાતિનો) નો માલ ભરી બેન્નાતટ આવ્યો. બહાર રહ્યો. લોકોને પૂછયું અહીંના રાજાનું શું નામ છે? લોકોએ કહ્યું વિકમરાજા ત્યારે મણિ-મોતી વિદ્યુમ, પ્રવાળાનો થાળ ભરી રાજાને ભેટવા (મળવા) ગયો. રાજાએ આસન આપ્યું. અને બેઠો. અરે ! તે આ અચલ ક્યાંથી ? એ પ્રમાણે ઓળખી લીધો. પણ અચલે તો રાજાને ઓલખ્યો નહિ.
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy