________________
મૂળશુદ્ધિ ભાગ-૧ મૂળદેવ કથા
૧૬ ૧ મૂળદેવ પણ સવારે એક બાગમાં ગયો. ફૂલો એકઠા કરવામાં મદદ કરીને માળીને ખુશ કરી દીધો. તેણે પણ ફળફૂલ આપ્યા. તેને લઈ પવિત્ર થઈ. સ્વપ્ન પાઠકના ઘેર ગયો, અને પ્રણામ કર્યા. ક્ષેમકુશલ પુછયા સ્વપ્ન પાઠકે પણ બહુમાન પૂર્વક બોલાવ્યો, અને આવવાનું કારણ પુછયું. તેણે પણ હાથ જોડી સ્વપ્નની વાત કરી. ઉપાધ્યાયજીએ હર્ષથી કહ્યું કે શુભ મુહૂર્તમાં સ્વપ્ન ફળ કહીશ. આજે તો અમારા મહેમાન બનો. મૂળદેવે હા કહી ત્યાર પછી સ્નાન કરી ભોજનના અંતે ઉપાધ્યાયે કહ્યું હે પુત્ર ! મારી આ પુત્રીને વર પ્રાપ્ત થઈ ગયો છે. તેથી મારા ઉપરોધથી આને પરણો. હે તાત ! અજ્ઞાત કુલશીલવાળાને આપ જમાઈ કેવી રીતે બનાવો છો. નહિ કહેવા છતા આચારથી કુલ જણાઈ આવે છે. કહ્યું છે કે –
આચાર કુલને, ભાષા દેશને, સંભ્રમ સ્નેહને, શરીર ભોજનને જણાવે છે. તથા – પદ્મમાં સુગંધ, શેલડીમાં મીઠાશ, શ્રેષ્ઠ હાથમાં લીલા, કુલવાન પુરુષોમાં વિનય કોણ કરે છે ? અર્થાત્ સહજ જ હોય છે. અથવા - જો ગુણો હોય તો પછી કુલની શી જરૂર ?
ગુણીજનોને કુલનું કાંઈ કામ નથી. ગુણ રહિતને અકલંક કુલજ મોટુ કલંક છે. (જુઓ આવા ખાનદાનમાં જનમ્યો તોય આવો પાક્યો). તેથી કુલ તેને વધારે કલંક (દોષ) આપનારું બને છે. એમ અનેક ઉક્તિઓથી મનાવી પરણાવ્યો.
તમે સાત દિવસમાં રાજા થશો” એ સ્વપ્નફળ કહ્યું. એ સાંભળી ખુશ થઈ ત્યાં રહેવા લાગ્યો. પાંચમાં દિવસે શહેર બહાર ચંપકના ઝાડની છાયામાં સુતો, આ બાજુ તેજ દિવસે અપુત્રીયો રાજા મરણ પામ્યો. નવા રાજાને નિમણૂક કરવા માટે ઘોડા, હાથી, છત્ર, ચામર, કળશ અધિવાસિત આ પાંચ દિવ્યો નગરમાં ફેરવ્યા. પણ કોઈ રાજાને યોગ્ય દેખાયો નહિ. તેથી નગર બહાર નીકળી મૂળદેવ સુતો હતો ત્યાં આવ્યા ત્યારે ઘોડાએ હષારવ કર્યો. હાથીએ ગર્જના કરી. કળશે અભિષેક કર્યો. ચામર વીંઝાવા લાગ્યા. છત્ર ઉપર સ્થિર થઈ ગયું. ત્યારે લોકોએ જય જય શબ્દ કર્યો. નાચ કરનારી જાતિ નાચવા લાગી. સૌભાગ્યવતી સ્ત્રીઓ મંગલ ગીત ગાવા લાગી. નંદી વાજિંત્ર વાગવા લાગ્યા. હાથીએ જાતે જ પોતાના પીઠ ઉપર ચડાવ્યો. મોટા આડંબરથી નગરમાં પ્રવેશ કરાવ્યો. મંત્રી સામંતોએ રાજ્યાભિષેક કર્યો. આકાશમાં રહેલી દેવીએ કહ્યું ભો ! ભો ! નગરજનો ! આ મહાનુભાવ સકલ કલામાં હોંશીયાર છે. દેવાધિષ્ઠિત શરીરવાળો વિક્રમ નામે રાજા છે. તેથી આની આજ્ઞામાં જે નહિ રહે તેને હું છોડીશ નહિ. તેથી સર્વ સામંત, મંત્રી, પુરોહિત ઇત્યાદિ પરિજન બરાબર આજ્ઞા પાળવા લાગ્યો. તે ઉમદા વિષયસુખ અનુભવતો દિવસો વિતાવે છે. ઉજજૈનીથી રાજા જિતશત્રુ સાથે આપ લેતી શરૂ કરી. તેથી પરસ્પર ગાઢ પ્રીતિ થઈ.
આ બાજુ દેવદત્તા મૂળદેવની તેવી વિડંબના દેખી અચલ ઉપર ઘણી જ વિરક્ત થઈ. તેથી અચલને ખખડાવ્યો. ભો ! હું વેશ્યા છું, તારી ઘરવાળી નથી. છતાં પણ મારા ઘેર રહી આવું કામ કરે છે. તેથી આજ પછી મારા કારણે તારે ખીજાવાની જરૂર નથી. અને રાજા પાસે જઈ