SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ સિદ્ધિ થાય, જ્યાં ધનવાન લોકોનો વાસ હોય, ત્યાં ન્યાયથી અર્થોપાર્જન કરો ॥૨૮૫૫ ગુણીજન જ્યાં પણ હોય ત્યાં મસ્તક વડે વહન થાય છે, અર્થાત્ પૂજાય છે. સમુદ્રથી છૂટો પડેલો ચંદ્ર શંકરના મસ્તકે નિવાસ કરાવાય (કરે) છે ॥૨૮૬) સુવચનનું મૂલ્ય હજા૨ છે. સ્નેહપૂર્ણ દ્રષ્ટિનું મૂલ્ય લાખ છે. પરંતુ સજ્જન મનુષ્યના સદ્ભાવનું મૂલ્ય કરોડથી પણ ચઢી જાય છે. II૨૮૭ા તેથી સર્વ પ્રકારે મારી પ્રાર્થના સ્વીકારો, તેને હા પાડી, તેમનો અત્યંત સ્નેહ સંબંધ થયો. વિશિષ્ટ વિનોદ કરતા રહે છે. ત્યારે નૃત્ય (નાટક)નો સમય થતાં દેવદત્તાને બોલાવવા સારુ રાજપ્રતિહારી આવ્યો. ગુપ્તવેશધારી મૂળદેવ સાથે રાજસભામાં ગઈ. નાચવાનું શરૂ કર્યું. અને મૂળદેવ ઢોલક વગાડવા લાગ્યો. સામંતો સાથે રાજા અને પાટલિપુત્ર નગરનાં રાજાએ મોકલેલો રાજદરબારી વિમલસિંહ પણ ખુશ થઈ ગયો. ખુશ થયેલાં રાજાએ તેને વરદાન આપ્યું, અને થાપણ કર્યું. ફરીથી તેણીએ મૂળદેવ સાથે મનોહર ગીત ગાયું. તેને અનુસારે બીજીવાર નૃત્ય કરાયું. દ્રુપદી છંદવિશેષમાં રચાયેલા કાવ્યાંશ (વાળું ગીત અને તેને અનુસાર નૃત્ય કરવામાં આવ્યું) અત્યંત ખુશ થયેલા રાજાએ શરીર ઉપર રહેલું આભૂષણ આપી દીધું. વિમલસિંહે કહ્યું પાટલીપુત્રમાં મૂળદેવનો પણ આવો વિજ્ઞાન પ્રભાવ કલાતિશય છે. અને બીજો આણીનો છે, ત્રીજો કોઈ એવો નથી. તેથી મારા મતથી આણીને મૂળદેવ પછીનો કલામાં નંબર આપો અને નર્તકીપદ આપો. રાજાએ આપ્યું ત્યારે દેવદત્તાએ પગે પડીને રાજાને કહ્યું આપની મોટી મહેરબાની પણ ક્રમ આવો છે કે પ્રથમ લાભ ઉપાધ્યાયનો હોય છે અને આ મારો ઉપાધ્યાય છે. હવે શું કરવું ? તે આપના હાથમાં છે. રાજાએ (મૂળદેવને ઉદ્દેશીને) કહ્યું હે મહાનુભાવ ! આની આ વાત માનો. મૂળદેવે કહ્યું જેવી આપની આજ્ઞા દેવદત્તા બોલી - આપની મોટી મહેરબાની થઈ. ૧૫૬ આપનો ખુબ ખુબ આભાર. એ અરસામાં મૂળદેવે વીણા વગાડી. જેનાથી (મૂળદેવે) રંગમંચ ઉપર રહેલાં સર્વજનોનું મન આકર્ષી લીધું. વિમલસિંહે કહ્યું આ ગુપ્તવેશે મૂળદેવ જ હોવો જોઇએ. બીજાને એવું કલા વિજ્ઞાન નથી. તેનો કોઈ અન્ય ઉપાધ્યાય નથી. રાજ આદેશથી આખી ધરતી ભમ્યો, પણ એમાં તેવુ રત્ન મેં જોયું નથી. તેથી તમે ધન્ય છો. તમારી પાસે આવા કલારત્ન છે. ત્યાર પછી રાજાએ મૂળદેવને કહ્યું. “હે મહાનુભાવ ! અમને મોટુ કૌતુક હોવાથી તમે મારા અનુરોધથી તમે આત્મ સ્વરૂપને પ્રગટ કરો.” ત્યારે હાસ્ય પૂર્વક ગુટિકા કાઢી, મૂળદેવને જોઈ વિમલસિંહ તરતજ ભેટી પડ્યો. અને મૂળદેવ રાજાને પગે પડ્યો. રાજાએ તેનું સન્માન કર્યું. તેનાં ઉપર અત્યંત અનુરાગી બનેલી દેવદત્તા તેની સાથે વિષયસુખ અનુભવતી રહે છે. મૂળદેવને બધા વ્યસનો કરતા જુગારનું એવું ભારે વ્યસન હતુ કે ક્ષણમાત્ર પણ તેનાં વગર રહી શકતો નથી. તેથી દેવદત્તાએ કહ્યું હે પ્રિયતમ ! ચંદ્રને જેમ હરણનું કલંક છે. તેમ સર્વ ગુણભંડાર એવા તમારે દ્યુતવ્યસન કલંક રૂપ છે. કારણ કે અનેક દોષોનું કારણ છે. કહ્યું છે.→
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy