________________
મૂળશુદ્ધિ ભાગ-૧
૧૪૫ જડ બનતા નથી. તથા આંધલા કે બુદ્ધ (મૂર્ખ) થતાં નથી. જે ધન્ય પુરુષો જિનાગમનાં પુસ્તકોને લખાવે છે, તેઓ સર્વ સિદ્ધાંતને જાણી નિઃસંદેહ સિદ્ધિ ગતિને પામે છે. //૬પ
આગમને પુસ્તકમાં લખાવીને શું કરવાનું તે જણાવે છે... गीयत्थाणं सुसीलाणं पगासिंताणमागर्म । विहाणेण मुणिदाणं दाणं तत्तो निसामणं ॥६६॥
ગીતાર્થ સુશીલ તેમજ વિધિપૂર્વક આગમની વ્યાખ્યા કરનારા, મુનીંદ્રોને આગમ ગ્રંથ આપી તેમની પાસે આગમ સાંભળવું.
ગીતાર્થ સૂત્રને કંઠસ્થ કરવા પૂર્વક અર્થનો જાણકાર, સુશીલ = શુદ્ધ ચારિત્રવાળા ગુણધારી હોવાથી તેઓ જ યોગ્ય છે.
કહ્યું પણ છે કે – જયાં સુધી નિર્મલ પ્રશસ્ત શીલ હોય ત્યાં સુધી સર્વ સંપદા હાથમાં જ છે. પણ જો મોહથી તેને છોડી દે કે ભાંગી દે તો દોષ રૂપી કાગડાના આવાસવાળા લીમડા (ઝાડ) રૂપે બની જાય છે.
વ્યાખ્યા વિગેરે દ્વારા સિદ્ધાન્ત વિધિથી પ્રગટ કરવા,
કહ્યું છે કે - અવિધિથી વ્યાખ્યા કરવાથી ઘણાં દોષ ઉભા થાય છે. કાચા ઘડામાં નાંખેલ પાણી તે ઘડાને ખલાસ કરી નાંખે છે. એમ સિદ્ધાંતના રહસ્યો અપરિપક્વ બુદ્ધિવાળો નાશ કરે છે. (ઘંટનું લોલક જેમ બંને બાજુ વાગે છે) તેમ કાગડાના આંખનો ડોળો બંને બાજુ ફરે છે. તેમ અગ્રેતન દાન પદમાં “પણ”નો સંબંધ કરવો. મુનિવરોને સૂરિ ભગવંતોને પુસ્તકોનું વિધિથી દાન કરવું. એટલે સાંભળે પણ ખરો અને પુસ્તકનું દાન પણ આપે ખરો.
પુસ્તક વહોરાવવાની વિધિ વૃદ્ધ પુરુષોએ આ પ્રમાણે કહી છે...
આસન, વસ્ત્ર, પાત્ર વિ. મનને સુખકારી સર્વ સામગ્રી આપી હાથ જોડી એમ કહેવું જોઈએ હે પ્રભુ ! દુઃખે પારપામી શકાય એવાં આ સંસાર સમુદ્રમાં આપ નાવડી સમાન છો. માટે આ આગમ પુસ્તકના વ્યાખ્યા દ્વારા મારા સર્વકર્મની નિર્જરા કરાવો.
પુસ્તક દાન ઉપલક્ષણ છે. જેથી કરીને
સુવિહિતસાધુઓને ઉત્તમ કોટીના પાનાં, સુંદરપત્ર, સારા ભોજપત્ર, કાતર, લેખની, ખડિયો, વેષ્ટન, દોરી આપનારા જ્ઞાનનાં ફળને મેળવે છે. તે ક્યારેય નિષ્ફળ ન જાય. I૬૬ll
कुन्जागमविहाणेणं पोत्थयाणं च वायणं । उग्गहं च पयत्तेण कुज्जा सव्वण्णुसासणे ॥६७॥
આગમના વિધાન થી = સિદ્ધાંતમાં કહેલા ન્યાય-નિયમ પ્રમાણે આગમ પુસ્તકો વાંચવા જોઈએ એટલે જાતે ઉચ્ચાર કરવો, અને સર્વજ્ઞ શાસનનો યત્નથી સ્વીકાર કરવો, ચકારથી સંકટ સમયે રક્ષણ કરવું. (જમ મુસ્લિમ આક્રમણ વખતે પાટણની અનેક હજારો હસ્તપ્રતો જેસલમેરમાં સુરક્ષિત કરી દેવામા આવી.)