SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ : જ્ઞાનના સાધન મૂળશુદ્ધિ ભાગ-૧ પડે છે. સાંભળવાની વિધિ આવશ્યક નિ.માં આ પ્રમાણે બાવી છે. તવનંત - મૂળસૂત્ર ભણ્યા પછી સોચ્ચા = એટલે કે વ્યાખ્યાનકારપાસે મૂળસૂત્ર સાંભળ્યા પછી અન્ય અનુષ્ઠાન થાય છે, તે શ્રાવણ માટે પણ આ વિધિ છે - સ્થાનને પૂંજી, બે આસન કરવા, એક ગુરુ માટે અને બીજું સ્થાપનાચાર્ય માટે, નિદ્રા વિકથા છોડી ત્રણ ગુપ્તિથી ગુપ્ત બની હાથ જોડી ભક્તિ બહુમાનથી ઉપયોગ પૂર્વક સાંભળવું. ગુરુ સામે બેસી, વિસ્મિત ચહેરે, હરખાઈને અને અન્યને હરખાવતાં એવા શિષ્યો સારભૂત અર્થવાલા સુભાષિત વચનોને સાંભળે – પ્રથમ મૌન રહીને સાંભળે. બીજીવાર હુંકારા ભરે, ત્રીજી વખતે “હાઁ ! આ એમજ છે” એમ પ્રશંસા કરે, ચોથી વેળાએ પૂર્વાપર સૂત્રનો અભિપ્રાય જાણીને પૂછે, પાંચમી વેળાએ સાચું છે કે ખોટું એ વિચારે. છઠ્ઠીવેળાએ ઉત્તરોત્તર ગુણપ્રસંગ અને શ્રુતનો પાર પામે, સાતમી વેળાએ નિશ્ચિતાર્થ બને. - ગુરુની જેમ પુરેપુરું સમજાવતો થાય. (આ.નિ.). સાધુ તે સુતીર્થ રૂપે છે કારણ કે તેનો આશ્રય લેવાથી સહેલાઈથી શ્રુતસાગરમાં અવગાહન કરી શકાય છે. માટે તેની પાસે આગમ સાંભળવાનું કહ્યું છે. જિનશાસનનાં એકબીજાને બાધા ન પમાડે તે રીતે દુઃખના નાશ માટે પ્રયોગ કરાતો દરેક યોગ (અનુષ્ઠાન) અવિરુદ્ધ - અસાધારણ થાય એ પ્રમાણે કરવું જોઈએ. ૬૩ા (ઓ.નિ.) सुप्पसण्णा जिणाणाए कारणं गुरुणो परं । पोत्थयाणि य णाणस्स संपयं साहणं तओ ॥६४॥ જિનાજ્ઞા પ્રમાણે સુપ્રસન્ન ગુરુ જ્ઞાનનું પ્રધાન કારણ છે અને આ દુષમકાળમાં પુસ્તકો જ્ઞાનનું સાધન છે. સુપ્રસન્ન ગુરુ શ્રત આપે છે કહ્યું છે કે – વિનયથી નમેલાં હાથ જોડી ગુરુની ઈચ્છાને અનુસરનારા શિષ્યોને ગુરુ ઘણું શ્રુત જલ્દી આપે છે. જિણાણાએ - તીર્થંકરના ઉપદેશ પ્રમાણે “વિનીત શિષ્યોને શ્રત આપવું” આવી જિનાજ્ઞાથી યથાવત્ (બરાબ૨) શાસ્ત્રાર્થને જાણનારા તે ગુરુ, તેઓ જ્ઞાનનું પ્રધાન કારણ છે. જેમાં જિનાગમ લખેલા હોય તેવા પાનાનો સમૂહ તે પુસ્તક. આ પુસ્તકો દુષમકાલમાં શ્રુતજ્ઞાનનાં સાધન છે. “તઓ” તતઃ પદ ઉત્તર શ્લોક સાથે સંબંધ માટે છે. If૬૪માં जिणाणाबहुमाणेणं विहाणेणं लिहावए । पोत्थयाणि महत्थाणि वत्थमाईहिं पूयए ॥६५॥ તઓ - પુસ્તકો જ્ઞાનનાં સાધન હોવાથી પ્રભુ આજ્ઞાની પ્રીતિથી વિધિપૂર્વક મહાઅર્થવાલા પુસ્તકો લખાવા જોઈએ. તેમજ વસ્ત્રની પોથી વીંટીયા વિગેરે દ્વારા અને પુષ્પ વિગેરે પ્રકારથી તેમની પૂજા કરવી જોઈએ. મહાર્થ : જેમાં થોડા શબ્દમાં ઘણું કહેવાય છે. પુસ્તકનું લેખન ઘણું ગુણકારી છે. તે આ પ્રમાણે છે. જેઓ જિનશ્વરનાં વાક્યોને લખાવે છે, તે માણસો દુર્ગતિને પામતા નથી. મૂંગા કે
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy