SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ હે રાજન્ ! હું શું કરું ? ચોર દેખાવા છતાં પકડી શકાતો ય નથી. તે તો વિદ્યાથી વિજળીની જેમ ઉછળી એક ઘરેથી બીજા ઘરે જઈ કિલ્લો કુદાવીને નાશી છૂટે છે. અને અમે રસ્તાથી તેની તરફ જઈએ તેટલામાં તો એ ક્યાં ગયો તેની ખબર જ પડતી નથી. લોકવાયકામાં “આ રોહિણૈય નામનો મોટો ચોર છે.” એવું સંભળાય છે. અને તેને નથી દેખ્યો કે જાણ્યો. તેથી હે દેવ ! બીજા કોઈને દંડપાશિકપણું (કોટવાલપણું) આપી દો, હું તો ઘણાં ઉપાય કરવા છતાં આ ચોરને પકડી શકુ એમ નથી. ત્યારે રાજાએ અભયકુમાર ઉપર નજર નાંખી. ત્યારે અભયકુમા૨ે કોટવાલને સૂચના આપી કે દિવસે સૈન્ય તૈયાર કરો. તે ચોર નગરમાં પેઠો છે. એવું જાણી બહારથી નગરને ઘે૨ી સજાગ થઈ ઉભા રહો. યોદ્ધાઓએ તેને તર્જના કરી અંદર હાંકવો, પાછળથી જ્યારે કૂદીને બહાર પડે ત્યારે પકડી લેવો. ૧૪૦ કોટવાલે પણ એક જ દિવસમાં એ પ્રમાણે બધી ગોઠવણ કરી લીધી. ચોર બહાર ગયેલો હોવાથી આ બાબતની જાણ ન હતી એટલે અજાણમાં ગામમાં પેઠો એ પ્રમાણે કરવાથી ચોર પકડાઈ ગયો. બાંધીને શ્રેણીક રાજાને સોંપ્યો. અને રાજાએ ક્રોધથી ફાંસીની સજા ફટકારી દીધી. અભયકુમારે કહ્યું આ ચોરીના માલ સાથે પકડાયો નથી. તેથી વિચાર્યા વગર દંડ ન કરાય. જેનાં સ્વરૂપની હજી જાણ પડી નથી તે ચોર પણ રાજપુત્ર જેવો ગણાય છે. શ્રેણીક રાજાએ કહ્યું તો શું કરવું ? અભયકુમારે કહ્યું વિચારીને દંડ આપવો જોઈએ. ત્યારે રાજાએ પૂછ્યું તું કોણ છે ? અને ક્યાંથી આવે છે ? શું તારું નામ રોહિણૈય છે ? તેમે પોતાનું નામ સાંભળી શંકાશીલ બનીને કહ્યું હું તો શાલીગ્રામનો રહેવાસી દુર્ગચંદ્ર નામે કૌટુમ્બિક (કણબી) છું. કોઈક કામથી અહીં આવેલો નાટકના લોભે દેવકુલમાં મોડી રાત સુધી રોકાયો હતો, અને ઘર ભણી જઈ રહ્યો હતો. તેટલામાં તલારક્ષકોએ હક્કાર્યો. ત્યારે ડરના માર્યે મેં છલાંગ મારી અને હું કોટથી બહાર નીકળ્યો. અને તમારા પુરુષોએ અહીં લાગ્યો. હવે બાજી આપના હાથમાં છે. તેણે જેલમાં પૂરી એક માણસને તપાસ કરવા ગામમાં મોકલ્યો. તેણે પૂછ્યું ત્યારે સર્વ લોકોએ પણ “રોહિણૈયે આપણને કહેલું છે કે અહીં કોઈ પૂછવા આવે તો એમ કહેજો,” એમ વિચારી તેઓએ કહ્યું કે હા દુર્ગચંદ્ર નામનો કણબી અહીં રહે છે. પણ અત્યારે તો ગામડે ગયો છે. તેણે ગામથી આવીને સર્વ બીના અભયકુમારને કહી સંભળાવી, ત્યારે અભયકુમારે વિચાર્યું કે આ બરાબર જાણી શકાતો નથી. અને ચોરની ખાત્રી વગરનો માણસ રાજા પણ હોઈ શકે છે. તેથી ઉપાયથી તેને ઓળખવો પડશે. દેવ વિમાન સરખી ઋદ્ધિવાળો એક સાતમાલનો મહેલ બનાવ્યો. જેમાં દેવાંગ દેવદૂષ્ય ઈત્યાદિ ઉત્તમ કોટિનાં વસ્ત્રોથી ચંદરવો બનાવ્યો. જે મોતીની માલાના છેડે વિવિધ રત્નનાં ગુચ્છાવાળો છે. વજ, ઈન્દ્રનીલ, મરકત મણિ, કર્કેતન વિ. રત્નોનાં સમૂહથી ઉપર આકાશમાં અદ્ધર રહેલાં હોય એવાં ઈન્દ્રધનુષ્ય દશે દિશામાં રચ્યા. પાંચ વર્ણના ફૂલોથી ભોંયતળીયું શોભી રહ્યું છે. મણિમય ભૂતલ ઉપર ભીંતે ચિતરેલાં ચિત્રોનો પડછાયો પડી રહ્યો છે. થાંભલા ઉપર
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy