SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ મૂળશુદ્ધિ ભાગ-૧ હાથીની અંબાડીએ બેસીને ટહેલે છે. જ્યારે અન્ય લોકો તેની પાછળ દોડે છે. અર્થાજનોની આશાને પૂરી પૃથ્વીમાં યશ ફેલાવે છે. ત્યારે બીજા કલંકવાળા પોતાનું પેટ પણ માંડ માંડ ભરે છે. સતત દાન ગંગા વહાવે છે છતાં ધન અને શ્રુત વધતું જાય છે. જ્યારે અન્ય લોકો ભેગું કરી રાખવા છતાં રાજા કે ચોર વિગેરે હરી જાય છે. એમ ધર્મ-અધર્મનું પ્રત્યક્ષ ફળ દેખાય છે. માટે અધર્મને મૂકી આદરથી ધર્મને આચરો. (૯૬) આ બાજુ દુષ્ટ શિષ્યોએ સવારે કાલકાચાર્ય ગુરુને ન દેખવાથી અહીં તહીં શોધ કરતા શય્યાતર પાસે ગયા. અને શય્યાતરને પૂછ્યું કે શ્રાવક ગુરુ ક્યાં છે ? ત્યારે તેણે કહ્યું તમારા ગુરુનું તમે જાણો મને શી ખબર? શિષ્યો - આવું ના કહો, તમને કીધા વગર ન જાય, ત્યારે શયાતર ભવાં ચડાવીને બોલ્યો... રે રે ! દુષ્ટ શિષ્યો ! ગુરુની આજ્ઞા માનતા નથી, પ્રેરણા કરવા છતાં સારણા વારણાં વિ.નો સ્વીકાર કરતા નથી. અને સારણાં વારણાં નહિ કરનાર આચાર્યને મહાન દોષ લાગે છે. કારણ કે આગમમાં કહ્યું છે કે - ગચ્છની સારણાદિ નહિ કરનાર આચાર્ય શરણે આવેલાનું માથું કાપનારા જેવાં છે. જે ગચ્છમાં આચાર્ય જીભનાં સ્પર્શથી શિષ્યોને વહાલ કરે છે, પણ સારણાં ન હોય તો ગચ્છ સારો ન કહેવાય. પણ દાંડાથી ફટકારે, છતાં જયાં સારણાં છે તે ગચ્છ ઉત્તમ કહેવાય. સારણાદિ તથા ગુણોથી રહિત એવા ગચ્છને પરિવર્તના વિગેરે કરનારા વર્ગે સૂત્રવિધિથી છોડવો જોઈએ. તમો પણ દુર્વિનીત હોવાથી આચાર્યે છોડ્યા. તેથી અરે પાપીઓ ! મારી નજરથી દૂર હતો. = નહીંતર તમે બોલો કે (અમે) નથી કહેલું કર્યું. જયારે ડરેલાં તેઓ શવ્યાતરને ખમાવી કરગરવા લાગ્યા. એકવાર અમારા ગુરુ દેખાડો ? જેથી તેમને પ્રસન્ન કરી જીવન પર્યન્ત તેમની આજ્ઞામાં રહીશું. હવે અમે સૂરિનાં હૃદયમાં રહેલી ઈચ્છા પ્રમાણે કરીશું. બસ દયાકરો હે શ્રાવક ! એકવાર કહી દો. અમારા ગુરુ ક્યાં ગયા છે ? (સૂય). આ સાધુઓ ઠેકાણે આવી ગયા છે. એમ જાણી હકીકત જણાવીને ત્યાં મોકલ્યા. સાધુ સમુદાયને જતો જોઈ લોકો પૂછવા લાગ્યા આ કોણ જાય છે ? તેઓ બોલ્યા કાલકસૂરિ જાય છે. પરંપરાએ સાગરચંદ્રસૂરીનાં કાનમાં તે સમાચાર પહોંચ્યાં. સાગરચંદ્રસૂરિએ કાલકસુરીને જ પૂછ્યું? શું મારા દાદા ગુરુ આવે છે? તેમણે કહ્યું હાં પણ સાંભળ્યું છે. બીજા દિવસે તે માર્ગે જતો સાધુ સમુદાય ત્યાં આવી પહોંચ્યો. ત્યાં સાગરચંદ્રસૂરિ ઉભા થઈ સામે આવ્યા. ત્યારે તેઓ બોલ્યા અમે તો બધા મુનિજ છીએ, ગુરુ તો પહેલાં અહીં પધારેલા છે. ત્યારે સાગરચંદ્રસૂરિએ કહ્યું અહીં તો વૃદ્ધ સાધુ સિવાય બીજું કોઈ આવ્યું નથી. આ અરસામાં ચંડિલ ભૂમિથી કાલકસૂરિ આવ્યા. ત્યારે મહેમાન સાધુ સમૂહ ઉભો થઈ સામે ગયો. ત્યારે સાગરચંદ્ર કહ્યું આ શું? સાધુઓએ કહ્યું આ આચાર્ય કાલકસૂરિ છે. ત્યારે શરમિંદા બનેલાં સાગરચંદ્રસૂરિએ ઉભા થઈ ક્ષમા માંગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ગુરુએ કહ્યું - સંતાપ ના કરીશ. આ તારો ભાવ દોષ નથી, પરંતુ પ્રસાદ દોષ છે. એક વખત વેળથી પ્રસ્થકમાણું ભરાવ્યું ને પછી એક બાજુ ઢગલો કરાવ્યો, ફરી ભરાવી
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy