SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ મૂળશુદ્ધિ ભાગ-૧ ગવાક્ષમાંથી સંપ્રતિ રાજાએ જોયા. જોઈને રાજા વિચારવા લાગ્યો મેં એમને પહેલા ક્યાંક જોયા લાગે છે. “અરે ! એમને મેં પહેલા કયાં જોયા” એમ ઈહાપોહ કરતાં સંભ્રમથી - ખળભળાટના કારણે અલના પામતો અન્વય ધર્મની પર્યાલોચના દ્વારા અન્વેષણ કરતો ઝરુખામાં જ પડ્યો. ત્યારે નજીકના માણસોએ ચંદનના રસ વિગેરેથી સિંચન કર્યું અને તાલવૃત પંખાથી વીંઝવા લાગ્યા. પલકમાં પૂર્વભવ યાદ કરી ઉભો થયો અને ગુરુ પાસે ગયો. ભક્તિના અતિશયથી વિકસિત રોમરાજીવાળાં ખીલેલાં વદનકમલવાળાં રાજાએ લલાટે અંજલિ લગાડીને વિનંતી કરી હે ભગવન્! જિનધર્મનું શું ફળ છે? સ્વર્ગ અને મોક્ષ ફળ છે, રાજાએ કહ્યું સામાયિકનું શું ફળ છે? સૂરીએ કહ્યું - અવ્યક્ત સામાયિક નું રાજયપ્રાપ્તિ વિ. ફળ છે. ત્યારે વિશ્વાસ બેસવાથી રાજાએ કહ્યું આ વાત આમ જ છે. એમાં કોઈ સંદેહ નથી, પણ આપ મને ઓળખો છો કે નહિ? ત્યારે આચાર્યશ્રીએ શ્રુતોપયોગ મૂકી બરાબર કહ્યું. “હું” બરાબર ઓળખું છું. તું કૌશામ્બી નગરીમાં મારો શિષ્ય હતો. - ત્યારે વિશેષ ભક્તિ બહુમાનનાં કારણે ગદ્ગદ કંઠે ફરી પણ સૂરિજીને વાંદ્યા અને કહ્યું. દુઃખીયાના દુઃખો દૂર કરી સુખની સોડમાં સુવડાવનારા ! ગુણોથી ભરેલાં ! કરુણાનાં સાગર ! વિશિષ્ટશ્રુતજ્ઞાનના ભંડાર ! મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન ! ગર્વથી ભરેલા પરવાદીરૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહ સમાન ! મનુષ્ય, વિદ્યાધર ને દેવતાઓથી નમન કરાયેલાં હે મુનિનાથ ! તમને નમસ્કાર હો ! જીવોનાં પિતા સમાન આપે તે વખતે મારાં ઉપર કૃપા ન કરી હોત તો દુઃખની ભમરીમાં ફસાઈ જાત. તમારાં ચરણ પસાએ અસાધારણ રાજ્યની પ્રાપ્તિ થઈ. તેથી અત્યારે મારે જે કરવા યોગ્ય હોય તે આદેશ કરો. સૂરીએ કહ્યું આ સર્વ ધર્મનો પ્રભાવ છે તેથી તેમાં જ યત્ન કર. જેવી ગુરુની આજ્ઞા” એમ કહી શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પ્રતિમાઓને અશ્મકારી પૂજાથી પૂજવા લાગ્યો. અને ગુરુ સેવામાં રક્ત બની સાધુજનોને વહોરાવે છે. દીન અનાથ વિ.ને દાન આપી જીવદયા પાળે છે. આ પ્રકરણમાં વર્ણવેલી વિધિથી જિનમંદિરો કરાવે છે. ગામ-નગર-આકર વિ.માં ગગનચુંબી ઊંચી ફરકતી ધજાવાળા જિનાલય બંધાવી રાજાએ પૃથ્વીને શોભાવી-ધરતી માતાને મઢી નાંખી. સુવિહિત સાધુઓના તે શ્રાવક રાજાએ પ્રાન્તનાં-આસપાસના સર્વ રાજાઓને જલ્દી બોલાવ્યા તેમને વિસ્તારથી ધર્મ કહ્યો અને સમક્તિ પમાડ્યું. અને શ્રમણોએ ઉપદેશ આપ્યો ત્યારે ઘણાં રાજાઓ શ્રાવક થયા. તે રાજાઓ ત્યાં જ રહેલાં હતા ત્યારે ઉજ્જૈનીના જિનાલયથી ઠાઠમાઠથી રથયાત્રા કાઢી. તેમાં મહાવિભૂતિથી રથયાત્રા નીકળી તેનું વર્ણન કરે છે.... ભંભાબેરી અને ઉદ્યોષણાથી શબ્દમય બનેલી, જેમાં જય જય શબ્દનો કોલાહલ થઈ રહ્યો છે. કાહલ (વાજિંત્ર વિશેષ) શંખ, કરટ, વાજિંત્ર નાં શબ્દથી આડંબરવાળી, જેમાં રહેલી ધ્વજાઓ પવનથી લહેરાઈ રહી છે. મૃદંગ તિલિમ (વાજિંત્ર વિશેષ) એ પટહથી જેમાં સુંદર અવાજ ભરાય છે. ભવિક જીવોનો ઘોર ભયંકર મહાસંસારનો નાશ થઈ રહ્યો છે. રત્નનાં બનાવેલ ચિત્રો જેમાં સારભૂત હતા એટલે રથ બગી વિ.માં રત્ન જડિત ફોટાઓ સજાવીને રાખેલા છે, તેથી રથયાત્રા ઘણી
SR No.022102
Book TitleMulshuddhi Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year2005
Total Pages244
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy